Breaking News

કુળદેવીના દર્શન કરવા જતા પરિવારને નડ્યો કાળમુખો અકસ્માત, 9 વર્ષના બાળક સહીત આખો પરિવાર ખલાસ, વાંચો..!

અકસ્માતના બનાવો એટલા બધા વધી રહ્યા છે કે જે સાંભળતાની સાથે જ સૌ કોઈ લોકો વિચારમાં મુકાઇ જાય છે. એવામાં વધુ એક અકસ્માત નો કિસ્સો લખતર તાલુકામાંથી સામે આવતા વાતાવરણમાં ગમગીની છવાઇ ગઇ છે. મૂળ અમદાવાદના રાણિપ વિસ્તારમાં રહેતા સોહમભાઈ ભટ્ટ તેમની પત્ની ક્રિષ્નાબેન તેમનો નવ વર્ષનો દીકરો કીર્તન તેમજ તેમની દોઢ વર્ષની દીકરી રીવાની સાથે યજ્ઞમાં જતા હતા..

તેમની સાથે સાથે હીરાબહેન જોશી તેમજ અંજલીબેન જોશી સહિતના કુલ છ લોકો કાર લઈને કુળદેવી માતાજી ના દર્શને જતા હતા. કારમાં બેસીને તેઓ માતાજીનું નામ લેતાં લેતાં દર્શને જતા હતા. એ સમય દરમિયાન તેઓ સાથે એવી ઘટના બની છે કે જેના કારણે સમગ્ર પરિવાર નું મોત થયું છે..

આ પરિવાર અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી વઢવાણ તાલુકાના દેદાદરા ગામ પાસે આવેલા ભદ્રકાળી માતાજીના યજ્ઞમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. એ સમય દરમિયાન તેઓને લખતર તાલુકાના કડુકા ગામ પાસે ગમખ્વાર અકસ્માત નડયો હતો. તેઓની કાર આગળ જતાં એક વાહનને ઓવરટેક કરવા જઈ રહી હતી.

એ સમય દરમ્યાન કાબુ ગુમાવતા કાળમુખો અકસ્માત સર્જાયો હતો અને પરિવારના ચાર સભ્યો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માતમાં સોહમભાઈ તેમનો નવ વર્ષનો દીકરો કીર્તન તેમજ હીરાબેન અને અંજલિ બહેન સાથે કુલ ચાર વ્યક્તિઓ ના મોત નિપજ્યા છે..

જ્યારે સોહનભાઈ ની દીકરી રીવા અને તેમની પત્ની ક્રિષ્ના ગંભીર રીતે ઘાયલ થતા તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ બંને દર્દીઓની તબિયત ખૂબ જ ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માત સર્જાતાની સાથે જ હાઇવે ઉપર ખૂબ લાંબો ટ્રાફિક જામ થઇ ગયો હતો..

એટલા માટે તાત્કાલિક ધોરણે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હાઇવે પરના ટ્રાફિકને કંટ્રોલ કર્યો હતો ત્યારે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં મદદ કરી હતી. આ બનાવને પગલે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. કારણકે જે પરિવાર માતાજીનો યજ્ઞ માં હાજરી આપવા માટે જઈ રહ્યો હતો. આજે એ પરિવારના ઘરે થી એક સાથે ચાર ચાર લોકોની અર્થી ઊઠતાં સૌ કોઈ લોકો હચમચી ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *