કોઝવે પર પાણીના ભારે ખેંચાણને કારણે સ્કુલ બસ તણાવા લાગી, વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટતા જ થયો ચમત્કારરૂપી બચાવ.. વાંચો..!

ગીર સોમનાથ અને જામનગરમાં રેડ એલર્ટ આપી દેવામાં આવતા જ એનડીઆરએફની ટીમોને પણ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. અને અને રાહત કામગીરીના જરૂરી સાધનો સાથે સજજ કરી દેવાતા તંત્રને પણ એલર્ટ કરાયું છે. જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેમાં કાલાવડ તાલુકામાં ભારે વરસાદને કારણે નાના વડાળા ગામમાં ખૂબ જ મોટી દુર્ઘટના સર્જાતા સર્જાતા અટકી ગઈ છે..

નાના વડાળા ગામની નજીક કોઝવે પુલ આવેલો છે. આ ગામને પાર કરવા માટે કોઝવે પરથી પસાર થવું પડે છે. પરંતુ નદીનું પાણી જ્યારે આવી પહોંચે છે. ત્યારે આ કોઝવે પરથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. છતાં પણ કેટલાય સાહસિક લોકો આ કોઝવે પરથી પસાર થઈને રસ્તો ઓળંગે છે. અને પોતાના જીવને જોખમમાં મૂકે છે. આ પ્રકારની જ એક ઘટના ખાનગી શાળાની બસ સાથે બની છે..

આ બસ પરથી ભારે વરસાદી પુર પસાર થતું હતું. છતાં પણ ત્યાંથી બસ પસાર કરી હતી. અચાનક જ પાણીનો ધસમસતો પ્રવાહ આવી પહોંચ્યો હતો. અને વધારે પડતા ખેંચાણને કારણે બસ કોઝવે ઉપર જ પલટી મારી ગઈ હતી. આ બસની અંદર આઠ વિદ્યાર્થીઓ સાથે બે શિક્ષકો પણ હતા. આ ઉપરાંત ડ્રાઇવરનો પણ જીવ પડીકે બંધાઈ ગયો હતો..

જ્યારે ગામના લોકોને જાણ થઈ કે તેમની ગામના પાદરે આવેલા કોઝવે ઉપર એક ખાનગી શાળાની બસ પલટી મારી ગઈ છે. અને ધીમે ધીમે બસ પાણીના વહેણમાં તણાવવા લાગી છે. ત્યારે તેઓ તાત્કાલિક બચાવ કામગીરીના સાધનોને લઈને ત્યાં પહોંચી ગયા હતા. અને બસને દોરડા વડે બાંધીને સૌ કોઈ લોકો ખેંચવા લાગ્યા જ્યારે તેની અંદર રહેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બચાવવા માટે ફાયર બ્રિગેડની સાથે દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું..

બસમાં રહેલી તમામ વિદ્યાર્થીનીઓ પોતાનો જીવ બચાવવા માટે બસમાંથી બહાર નીકળીને તેની ઉપર બેસી ગઈ હતી પરંતુ બસ ધીમે ધીમે પાણીના વહેણમાં તણાવવા લાગી હતી. પાણીનો પ્રવાહ એટલો બધો તેજ બની ગયો હતો કે નદીની વચ્ચે ફસાયેલી બસ સુધી પહોંચવું ગામ લોકો માટે પણ ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું.

પરંતુ લોકો પોતાને કમરે દોરડા બાંધીને આ બસ પાસે પહોંચ્યા હતા. અને બસ આગળ તણાઈ ન જાય એટલા માટે બસને પણ બાંધી દેવામાં આવી હતી. ભારે જહમતે ગામ લોકોએ આ તમામ લોકોનો જીવ બચાવ્યો હતો. અને દોરડા ની મદદથી તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment