સોશિયલ મીડિયા પર અવાર-નવાર ચર્ચામાં રહેતી કીર્તિ પટેલને સૌ કોઈ લોકો ઓળખતા હશે. હાલ કીર્તિ પટેલ સામે બે ગુનાઓના કેસ ચાલી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં બે કેસ નોંધાતા ની સાથે જ તે ખૂબ ચર્ચામાં આવી ગઈ છે. તે અવારનવાર પોતાની વાણીના કારણે ચર્ચામાં આવતી હોય છે..
ગઈકાલે ગોવા થી સુરત આવતી એરોપ્લેન ફ્લાઈટમાં મહિલા કૃ મેમ્બરે કીર્તિ પટેલ ને માસ્ક પહેરવા માટે કહ્યું હતું. એ સમય દરમિયાન કીર્તિ પટેલ ગુસ્સે ભરાઈ આવી ને ક્રુ મેમ્બર્સ સાથે દલીલ કરવા લાગી હતી. અને ત્યારબાદ તેની સાથે બબાલ કરવા લાગી હતી. ક્રૂ મેમ્બર પ્લેન લેન્ડ થયા બાદ એરહોસ્ટેસ રાજીનામું આપી દીધું હતું…
આથી આ મામલે ખૂબ જ ઉપડ્યો હતો અને એરહોસ્ટેસે ડુમસ પોલીસ મથકમાં કીર્તિ પટેલ સામે મારામારી અને ધાક ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે. ડુમસ પોલીસ ફરિયાદના આધારે આગામી તપાસ કરી રહી છે. અને કીર્તિ પટેલ આ બાબતોમાં સપડાયેલી છે કે નહીં તેની જાણ મેળવી રહી છે.
તો ગઈ કાલે અમદાવાદમાં પણ કીર્તિ પટેલ સામે એક કેસ નોંધાયો હતો. હકીકતમાં અમદાવાદના રાણિપ વિસ્તારમાં 27 વર્ષની એક યુવતી એ જણાવ્યું હતું કે યુવતી પોતે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કરી રહી હતી. એ સમય દરમિયાન તેના લાઈવમાં અજાણ્યા યુવકે કોમેન્ટ કરી હતી કે મેડમ તમારી ગાડીના કાચ તૂટી ગયા છે…
આ કોમેન્ટ વાંચતાની સાથે જ તે મૂંઝવણમાં મૂકાઇ ગઇ હતી. અને તેણે પોતાના પાર્કિંગમાં નીચે જઈને જોયું તો પોતાની ગાડીના કાચ તૂટેલા હતા. આ કાચ તૂટેલા જોઈને તે મુંજવણમાં મુકાઈ ગઈ હતી કે આ કાચ તોડનાર કોણ હશે અને મારી ગાડીના કાચ શા માટે તોડ્યા હશે…
એ વાત વિચારતી વિચારતી તે કર્ણાવતી ક્લબ પાસે પહોંચી હતી. એ સમય દરમિયાન કીર્તિ પટેલ તેના બે લોકો સાથે ત્યાં આવી હતી. અને આ યુવતીને માથા તેમજ પેટના ભાગ પર જોરદાર ફટકા માર્યા હતા. યુવતીએ પાછળ ફરીને જોયું કે હકીકતમાં મારમારનાર વ્યક્તિ કોણ છે.
તો કીર્તિ પટેલ પોતાના હાથમાં લોખંડનો પાઈપ લાઈને ત્યાં ઊભી હતી. તેમજ તેની સાથે બે માણસો પણ હતા. હાલ આ યુવતીએ રાણીપ વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે. તેમજ કીર્તિ પટેલ ની સામે ગંભીર આક્ષેપો પણ કર્યા છે. આ સિવાય પણ કીર્તિ પટેલ ઘણા વિવાદોમાં સપડાયેલી છે…
થોડા દિવસ પહેલાં તેણે એક વિડીયો બનાવ્યો હતો. જેમાં તેની સાથે એક ઘુવડ પક્ષી દેખાઈ રહ્યું હતું. આ વિડીયો તેનો ખૂબ જ વાયરલ થઈ ગયો હતો. આ વિડીયો જ્યારે રાજ્યના વન વિભાગ પાસે આવ્યો ત્યારે તેણે કીર્તિ પટેલ ને 25,000 રૂપિયાનો દંડ આપ્યો હતો. કારણ કે પક્ષીઓ સાથે કોઈ પણ પ્રકારની મસ્તી-મજાક અને વીડીયો ઉતારવો તે પ્રતિબંધ છે..
આ સાથે સાથે બે વર્ષ પહેલાં પણ કીર્તિ પટેલ ની ધરપકડ થઈ હતી. કારણ કે એ વખતે તેણે કોઈક ની હત્યા કરવાની કોશિશ કરી હતી. આ સાથે સાથે તે સુરતની ભુરી ડોન સાથે પણ વિડીયો બનાવવા લાગી હતી. કે અમારી લાજપોર જેલ ની ભાઈબંધી છે. અમે કૃષ્ણ અને સુદામાની જોડી છીએ. મગજ હટી જાય તો અમે સૌ કોઈ લોકોના બાપ છીએ. એમાં કાંઈ નો ઘટે…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]