Breaking News

ખુલ્લા મેદાનમાં ક્રિકેટ રમતા રમતા યુવાનનો પગ લપસ્યો અને 50 ફૂટ ઊંડા કુવામાં ખાબક્યો, કુવામાંથી બચાવો બચાવો બુમ પાડતો રહ્યો અને…!

જ્યારે પણ રજાના દિવસો હોય છે. જ્યારે યુવકો પોતાના મિત્ર સાથે ખૂબ જ મજા માણતા હોય છે. મિત્રો સાથે હરવા ફરવા જતા હોય છે. તો કેટલાક લોકો રમતગમતના શોખીનોએ હોવાથી પોતાના મિત્રો સાથે ક્રિકેટ જેવી રમત પણ રમતા હોય છે. હાલ ગુજરાતમાં માત્ર પાંચ વર્ષની ઉંમરથી લઈને ૭૦ વર્ષની ઉંમર સુધી સૌકોઇ લોકોમાં ક્રિકેટનો ભારે જોશ જોવા મળે છે..

નડિયાદ શહેરમાં પણ યુવાનો ક્રિકેટના રંગે રંગાયા છે. શહેરના એસ.ટી નગર વિસ્તારમાં ઘણા બધા લોકો ક્રિકેટ રમે છે. એમાં આજે એક પણ બનાવ સામે આવ્યો છે. આ વિસ્તારના કેટલાક યુવાનો મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યા હતા. તેઓ જે સ્થળે ક્રિકેટ રમતા હતા એ જગ્યા પર અવાવરૂ કુવો પણ આવેલો હતો..

આ બાબતની જાણ સામાન્ય રીતે રોજ રમતા લોકોને હોય છે. પરંતુ જે લોકો પહેલી વાર એ જગ્યા પર ક્રિકેટ રમવા આવ્યા હોય તેને આ બાબતની જાણ હતી નહીં. જ્યારે યુવાનો ક્રિકેટ રમતાં હતા. એ સમય દરમિયાન ફિલ્ડીંગ કરતા કરતા કેચ પકડવાની નોબત આવી પડી એ સમય દરમિયાન એક યુવક પાછો પાછો જઈ રહ્યો હતો..

તેનું ધ્યાન દડાને પકડવા તરફ હતું એવા માટેનો પગ લપસી પડતાં નજીકમાં આવેલા કુવામાં પડી ગયો હતો. કૂવાની ફરતે દિવાલ હતી નહીં એટલે કે યુવકનો પગ લપસતાની સાથે જ તે ૫૦ ફુટ ઉંડા કુવામાં પડી ગયો હતો. આ બનાવ બનતા જ તમામ મિત્રો કુવા પાસે એકઠા થઇ ગયા હતા..

અને યુવકને બચાવવા માટે કેટલાય કોશિશ કરી હતી. પરંતુ કૂવાની ઊંડાઇ 50 ફૂટ જેટલી હતી જેથી કરીને કોઈ પણ વસ્તુથી કુવા પડેલા યુવાનોને બચાવી શકાય તેમ લાગતું ન હતું. એટલા માટે તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને આ બાબતની જાણ કરવામાં આવી હતી ફરિયાદ મળતાની સાથે જ ફાયરના જવાનો તાત્કાલિક ધોરણે ક્રિકેટના મેદાન પર પહોંચી ગયા હતા.

અને કૂવામાંથી યુવાનને બહાર કાઢવા માટે જરૂરી કામગીરી હાથ ધરી હતી. મહામહેનતે યુવાનને ફાયર બ્રિગેડની ટીમે કૂવામાંથી બહાર કાઢ્યો હતો. પરંતુ તેની હાલત ખુબ જ ગંભીર હોવાથી તેને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો..

જ્યાં તેની હાલત નાજૂક થતાં તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. જેથી કરીને તે જરૂરી સારવાર મળી રહે અને ફરી પાછો સ્વસ્થ થઈ શકે. હકીકતમાં કોઈપણ ચીજ વસ્તુઓમાં મોજ મજા ભુજથી સમયે આપણે દરેક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

કારણકે ઘણી બધી વાર મજાક મસ્તીમાં આપણું મન મજબૂત હોવાને કારણે આસપાસના બાહ્ય પરિબળોનો કોઈ ખાસ ખ્યાલ રહેતો નથી. જેના કારણે બનવાના બનાવો પણ બની જતા હોય છે. ખરેખર આ ઘટના ખુબ જ ચોંકાવનારી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *