ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે. તેમ તેમ રાજકીય ઉથલ-પાથલ શરૂ થવા લાગી છે. છેલ્લા ઘણા સમયથી એક પ્રશ્ન ગુજરાતના રાજકારણમાં વારંવાર ચર્ચામાં આવી રહ્યો હતો કે, ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં..?
અથવા તે જોડાશે તો કયા પક્ષ સાથે જોડાશે..? અને તેઓની કામગીરી કેવા પ્રકારની રહેશે..? આ બાબતને લઈને મીડિયામાં અને રાજકીય પક્ષો વચ્ચે પણ ચર્ચાઓ ચાલી રહી હતી. હાલ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો સાથ આપવા જઈ રહ્યા છે..
આ સાથે સાથે તેઓ કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે તેવી માહિતી મળી છે. કોંગ્રેસની રણનીતિનો સાથ આપવા માટે પ્રશાંત કિશોર પણ નરેશ પટેલ સાથે રહીને ચૂંટણીની રણનીતિ નક્કી કરશે. પ્રશાંત કિશોરનું માનવું છે કે, કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી પદ માટે નરેશ પટેલ યોગ્ય વ્યક્તિ છે..
આ સાથે સાથે ઓબીસી અને આદિવાસી જ્ઞાતિના મોટા શહેરોને પણ નરેશ પટેલના સાથીદાર તરીકે આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. નરેશ પટેલે જાણે કહ્યું હતું કે, તેઓ રાજકારણમાં જોડાવા માંગે છે. પરંતુ તેઓ યોગ્ય સમયે અને ચોક્કસ પક્ષને લઈને જાહેરાત કરશે. હાલ તેઓએ પોતે કોઈ જાહેરાત કરી નથી..
પરંતુ 15 તારીખ આજુબાજુ નરેશ પટેલ પોતે ઓફિશિયલ જાહેરાત કરી દેશે તેવી માહિતી મળી છે. પરંતુ હાલ સૂત્રો તરફથી એવી ભરોસા મંદ માહિતી મળી છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદ તરીકેના ઉમેદવાર બનવા જઈ રહ્યા છે. આ બાબતને લઈને નરેશ પટેલ પ્રશાંત કિશોર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી.
આ બેઠકમાં અશોક ગહેલોતની મધ્યસ્થીમાં પ્રશાંત કિશોર અને નરેશ પટેલ બંનેએ કોંગ્રેસ માટે આગામી સમયમાં ગુજરાતની કમાન સંભાળશે તેવો માહિતી મળી છે. નરેશ પટેલ આગામી સમયમાં ઓફિસયલ જાહેરાત કરીને કોંગ્રેસ પક્ષ સાથે જોડાશે. આ માહિતીને લગભગ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે..
પરંતુ નરેશ પટેલ પોતે 15 તારીખ આસપાસ આ બાબતને લઈને ઓફિશિયલ જાહેરાત કરી દેશે. તો બીજી બાજુ નરેશ પટેલે પોતાના પક્ષમાં સમાવવા માટે ગુજરાતના ત્રણ રાજકીય પક્ષો દમદાર રીતે મહેનત કરી રહ્યા હતા. કારણ કે નરેશ પટેલ ખોડલધામના પ્રમુખ તેમજ તેઓની સાથે અન્ય ઘણા બધા પાટીદાર નેતાઓનું સમર્થન રહેલું છે..
એટલા માટે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ એમ ત્રણેય પક્ષો નરેશ પટેલે પોતાના પક્ષ સાથે જોડવા માટે મથામણ કરી રહ્યા હતા. પરંતુ નરેશ પટેલ અંતે કોંગ્રેસ પક્ષ સાથે જશે તેવી માહિતી મળી છે. આ બાબતને લઇને હાલ ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતાઓ રહેલી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]