Breaking News

ખેતરમાં વીજળીનો તાર માથે પડતા 2 મહિલાઓએ દમ તોડ્યો, પરિવારનું કરુણ આક્રંદ જોઈને આંખમાં આંસુ આવી જશે..!

ચોમાસામાં ખેતરમાં કામ કરનાર લોકોને ડગલેને પગલે સાવચેતી રાખવી પડે છે. એટલે જ તો કહે છે કે ખેડૂતોને સત સત વંદન છે. કારણ કે ખેડૂતો પોતાના જીવને જોખમમાં મૂકીને પણ ખેતી કરે છે. ટાઢ, તડકી કે ભારે વરસાદ હોય છતાં પણ ખેડૂતો ખેતરે જવાનું ઝુકતા નથી. ગઈકાલે સુરતના બારડોલી તાલુકાના માતા ફળીયા વિસ્તારમાં રહેતી બે મહિલાઓને ખેતરમાં વીજપોલના તાર માથે પડવાને કારણે કરંટ લાગવાથી મૃત્યુ થયું છે..

આ બંને મહિલા ના નામ મંજુબેન ભીખાભાઈ રાઠોડ તેમજ લલીબેન ચીમનભાઈ રાઠોડ છે. તેઓ એક દિવસ સવારના 11:00 વાગ્યે ઘરેથી નીકળ્યા હતા. અને ખેતરાડી વિસ્તારમાં ઉગતા સીતાડોળીના ફૂલ તેમજ મશરૂમને તોડવા માટે નીકળ્યા હતા. તેઓ બારડોલી નગરના માતા ફળીયા વિસ્તારમાં રહેતા હતા.

રાત સુધી પણ તેઓ ઘરે પરત ન ફરતા તેમના પરિવારજનોને ખૂબ જ ચિંતા થવા લાગી હતી. તેઓએ તાત્કાલિક અન્ય પરિવારજનો તેમજ પાડોશીઓની મદદથી આ બંને મહિલાઓની શોધ કરવાની શરૂ કરી હતી. કારણ કે આ આ મહિલાઓ લાંબા સમયથી ગુમ હતી. શોધખોળ કરતા કરતા જ્યારે તેઓ આરટીઓ પાસેના ભરવાડ વસાહતના મંદિર પાસે આવેલા એક ખેતરમાં પહોંચ્યા..

ત્યારે આ બંને મહિલાની લાશ મળી આવી હતી. તેને જોતાની સાથે જ પરિવારજનોના હોશ ઉડી ગયા હતા અને અન્ય ગામના લોકો વિચારમાં મુકાઈ ગયા કે, આખરે તેમનું મોત કેવી રીતે થયું હશે..? ખેતરમાં વિસ્તારમાંથી વીજ તાર પસાર થઈ રહ્યો હતો. આ વીજ તાર થાંભલા પરથી તૂટીને નીચે પડવાને કારણે આ બંને મહિલાનું મૃત્યુ થયું હતું..

આ વિજ તાર શરીર પર રડતા જ આ બંને મહિલાને એવો જોરદાર કરંટ લાગ્યો હતો કે, જેના કારણે મોઢામાંથી ચીખ પણ નીકળી ન હતી. અને જોત જોતામાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. આ કમકમાટી ભરેલા મોત નીપજવાને કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચીને જીઇબીને જાણ કર્યા બાદ વીજ પ્રવાહને બંધ કરાવી દીધો હતો.

જ્યારે આ બંને મહિલાના લાશનો કબજો લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. તો બીજી બાજુ પરિવારના તમામ સભ્યો માં દુઃખની લાગણી છવાઈ ગઈ છે. એક જ પરિવારની બે મહિલાઓનું મૃત્યુ થતા પરિવારજનોની હાલત ખૂબ જ કરુણ છે. આ પહેલા પણ ખેતરમાં ડાંગરની વાવણી કરતા બે ખેડૂતો ઉપર વીજળી પડવાને કારણે મૃત્યુ થયાના બનાવ સામે આવી ચૂક્યા છે. આ ઉપરાંત જુદા જુદા જિલ્લાઓમાંથી વીજળી પડવાને કારણે કેટલાય લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *