Breaking News

ખેતરમાં ચારો લેવા ગયેલી મહિલાની સાથે નરાધમે દુષ્કર્મ કરવાની કોશિશ કરી, મહિલા ભાગવા જતા જ નરાધમે મારી દીધી કુહાડી.. વાંચો..!

મહિલાઓની સુરક્ષાના નામને ખાલી ફેંકાબાજી જતી હોય તેવું લાગી રહ્યું છે. કારણકે અવારનવાર મહિલાઓની સુરક્ષા લઈને સવાલ ઉભા થવા લાગ્યા છે. અને હવે તો અવારનવાર .દુ.ષ્ક.ર્મ. છેડતી, શારીરિક કડપલા અને અત્યાચારના બનાવો પણ ખૂબ જ બની રહ્યા છે. જેમાં ખૂબ જ ચોંકાવનારો અને હચમચાવી દે તેઓ એક બનાવો ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાંથી સામે આવ્યો છે..

જ્યાં સતલાસણ પંથકમાં એક ગામની અંદર મહિલાને એક નરાધમ યુવકનો સામનો કરવાની ફરજ પડી હતી. સતલાસણ તાલુકાના એક ગામની અંદર મહિલા પોતાના પરિવારજનો સાથે રહે છે. તે રોજની જેમ પોતાના ખેતરે સવારના સાત વાગ્યા આસપાસ પોતાના ઘરે પાળેલા પશુઓને માટે ખેતરમાં ઘાસચારો લેવા માટે જાય છે..

ઘાસચારો લઈને આવ્યા બાદ તે પોતાના ઘરનું કામ કરવા લાગે છે. આ ગામમાં રહેતા જ એક યુવકને આ બાબતની જાણ થઈ કે આ મહિલા રોજના સાત વાગ્યા આસપાસ પોતાના ખેતરે જાય છે. આ નરાધમ યુવકની નજર કેટલાય સમયથી આ મહિલા ઉપર હતી. ખૂબ જ ખરાબ માનસિકતા અને ખરાબ વૃતિઓ ધરાવનારા યુવક મહિલાઓ ઉપર ન કરવાની ચીજવસ્તુઓ વિચારવા બેઠો હતો…

એક દિવસ જ્યારે મહિલા 7:00 વાગ્યાના સમય આસપાસ પોતાના ખેતરે આવી ત્યારે આ યુવક પહેલેથી જ આ ખેતરમાં હાજર હતો અને મહિલા જ્યારે ઘાસચારો કાપી રહી હતી ત્યારે તેણે પાછળના ભાગેથી આ મહિલાને પકડી લીધી હતી અને .દુ.ષ્ક.ર્મ. કરવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. આ સાથે જ તેને બાથમાં ભીડીને નાજુક અંગોને સ્પર્શ પણ કરવા લાગ્યો હતો.

મહિલાને જાણ થઈ કે કોઈ યુવક તેની સાથે ખૂબ જ ખોટું કામ કરી રહ્યો છે. ત્યારે તે તરત જ આરોપીના પકડમાંથી ભાગવા માટે ઝપાઝપી કરવા લાગી હતી. જેમતેમ કરીને તેણે આરોપીના પકડમાંથી ભાગી જવાની કોશિશ કરી હતી. જ્યારે આરોપીને જાણ થઈ કે આ મહિલા હવે તેના કંટ્રોલમાં નહીં રહે. ત્યારે તેણે આ મહિલાના પગના પગમાં કુહાડી મારી દીધી હતી..

જેથી મહિલા ખૂબ જ લોહી લુહાણ થઈ અને ત્યાં ને ત્યાં જ નીચે પડી ગઈ હતી. હકીકતમાં આ તમામ બાબતોમાં બિચારી મહિલાનો શું વાંક હશે કે, તેને આ નરાધમનો સામનો કરવો પડી રહ્યો છે. હકીકતમાં આવા નરાધમ લોકોને પકડી પકડીને બરાબરનો મેથીપાક ચખાડવો જોઈએ. તેમજ કડકમાં કડક સજા આપવી જોઈએ. આ

સાથે સાથે આવા લોકોને કડક સજા આપીને યોગ્ય ભય બેસાડવો જોઈએ જેથી કરીને આવી હરકતો કરતા પહેલા અન્ય કોઈ વ્યક્તિ સો વખત વિચાર કરવો પડે. આ સાથે સાથે મહિલાને ઢોર માર્યો હતો અને કહ્યું કે જો આ બાબતની જાણ કોઈ અન્ય વ્યક્તિને કરીશ તો તું જીવથી જઈશ. જીવલેણ ધમકી આપ્યા બાદ તે ત્યાંથી ચાલ્યો ગયો હતો..

મહિલાએ જોર જોરથી બુમા બુમ કરતી હતી અને આ બુમો સાંભળતા જ ગામનો એક યુવક ત્યાંથી બાઈક પરથી પસાર થઈ રહ્યો હતો. જે તાત્કાલિક ત્યાં આવી પહોંચ્યો અને આ ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારબાદ મહિલાએ તેના પરિવારજનોને આ તમામ બાબતોની જાણ કરતા જ સતલાસણા તાલુકાની પોલીસ મથકમાં પરિવારજનો એ ફરિયાદ નોંધાવી છે..

અને આ નરાધમને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે તેવી રજૂઆત પણ કરી છે. પોલીસે આ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી દીધી છે. હવે વિચારવાનું એ રહ્યું કે, આવા લોકોને પકડીને તેઓને શું સજા આપવામાં આવશે. અને ક્યારે મહિલાની સુરક્ષાને લઈને ચોક્કસ ધ્યાન દોરવામાં આવશે કે નહી?

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ધંધામાં મંદી હોવાથી પતિએ તેની પત્નીને વધારાના ખર્ચા કરવાની નાં કહેતા જ પત્નીએ કરી નાખ્યું એવું કે પરિવારને રોવાનો વારો આવ્યો..!

જો પરિવારમાં સુખનો માહોલ ટકાવી રાખવો હોય તો સમયની સાથે ચાલવું પડે છે, વેપાર ધંધામાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *