ઘણી વખત આપણી નજર સામે એવું દ્રશ્યો સર્જાતું હોય છે કે, જેનો ડર દરેક વ્યક્તિને લાગે છે. ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિ સર્જાય છે કે એ પરિસ્થિતિ ની અંદર ગુજરી રહેલા ભલભલા લોકો પણ બીકના માર્યા ભાગવા લાગતા હોય છે. હાલ આ પ્રકારનો જ એક બનાવો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાણપુર ગામના એક ખેડૂતને થયો છે.
આ ગામમાં એક ખેડુત છેલ્લા ઘણા સમયથી વસવાટ કરે છે. અને પોતાના પરિવારજનો સાથે ખેતી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને રાજી ખુશીથી હસ્તી ખેલતી જિંદગી જીવે છે. તેઓ રોજની જેમ સવારના સમયે પોતાનું વાહન લઈને ખેતરે જાય છે. તેમના ખેતરે જવાના રસ્તે કેનાલ પણ આવે છે. તેઓ જ્યારે એક દિવસ સવારે આ કેનાલ પાસેથી પસાર થતા હતા..
ત્યારે તેઓને કેનાલમાં ખૂબ જ અજુગતું દેખાયું હતું. કેનાલની અંદર કંઈક શંકા જવાને કારણે તેઓ પોતાનું વાહન રોડ કાંઠે મૂકીને કેનાલની અંદર ઉતાર્યા હતા. અને ત્યાં રહેલા એક કોથળા જેવી વસ્તુને ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. તેને ખોલતાની સાથે જ આ ખેડૂતના હોશ ઉડી ગયા હતા. કારણ કે તેની અંદરથી એક મહિલાની લાશ મળી આવી હતી.
આ કોથળો ખોલતા જ ખૂબ જ દુર્ગંધ લાગવા લાગી હતી. જેના કારણે આ ખેડૂત તાત્કાલિક કેનાલ માંથી દૂર હટીને પોતાના વાહન પાસે ચાલ્યા ગયા હતા. અને તેઓએ ગામમાં જઈને આ બાબતની જાણ ગામના દરેક લોકોને કરી હતી. સમગ્ર ગામનો કાફલો રાણકપુર નજીકથી પસાર થઈ રહેલી નર્મદાની મુખ્ય કેનાલ પાસે આવી પહોંચ્યો હતો..
અને આ કેનાલમાં અંદર ઉતરીને આ લાશ કોની છે. તેમજ આ લાશ કેવી રીતે આ કેનાલની અંદર પહોંચી તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કેનાલની અંદર રહેલા કોથળાની અંદર જે વ્યક્તિ ની લાશ હતી. તે વ્યક્તિ કાંકરેજના રાણપુર ગામના ન હોવાને કારણે તેઓએ તાત્કાલિક થરા પોલીસ સ્ટેશનને આ બાબતની જાણ કરી હતી..
પોલીસ સ્ટેશનેથી કાફલો તાત્કાલિક આ કેનાલ પાસે પહોંચી ગયો હતો. અને પોલીસે આ બાબતની તપાસ શરૂ કરી હતી. જ્યારે પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી ત્યારે જણાવ્યું કે, આ મહિલા સમી તાલુકાના સમશેરપુરા ગામમાં રહે છે. જેની ઉંમર 24 વર્ષની છે. જ્યારે પોલીસે પણ લાશનો આ કોથળો જોયો ત્યારે તેઓ પણ ખૂબ જ ચોંકી ઉઠ્યા હતા અને ભારે મથામણમાં મુકાઈ ગયા હતા.
કારણ કે આ લાશ કયા વ્યક્તિની હશે અને તેની ઓળખ કેવી રીતે કરવી તે ખૂબ જ મુશ્કેલી ભર્યો સવાલ હતો. આ બાબતને લઈને ભલભલા લોકોને ફીણ આવી ગયા હતા. પરંતુ પોલીસની સૂઝબુજના કારણે છે. અને તેની ઉંમર કેટલી છે. આ તમામ બાબતોની જાણ મળી ચૂકી છે. પોલીસે લાશનો કબજો લીધો છે..
અને મહિલાના પરિવારજનોને આલા સોંપી દીધી છે. અને આગળની કાર્યવાહી કરી છે. હકીકતમાં મહિલાની હત્યા કરવામાં આવી છે કે, પછી અનેક કારણોસર તેણે કેનાલમાં આ પગલું ભરી લીધું હતું. તે બાબતની પણ તપાસ ચલાવવામાં આવી રહી છે. આ બાબતે સૌ કોઈને ભારે આઘાતમાં મૂકી દીધા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]