રોજ રોજ એવી ઘટનાઓ બનવા લાગી છે જે બન્યા બાદ સામાન્ય લોકોમાં ફફડાટ મચી જતો હોય છે. અને ભલભલા લોકો વિચારવા પર મજબૂર બનતા હોય છે. મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાં આવેલા માલતાજ ગામની અંદર એક ખેડૂત જિલ્લા ઘણા વર્ષોથી ખેતી કરીને પોતાના પરિવારનું જીવન ગુજારે છે..
તેઓ રોજની જેમ સવારમાં પોતાના પશુઓને ચારો નાખે છે. અને ત્યારબાદ પોતાના ખેતરે આંટો મારવા માટે જાય છે. તેઓ રોજની જેમ કોઈસીમ વિસ્તારમાંથી પસાર થઈને પોતાના ખેતરે જતા હતા. તેમના ખેતરની બાજુમાંથી જ ખૂબ મોટી કેનાલ પસાર થઈ રહી છે. આ કેનાલની અંદર તેઓએ સવારના થોડા થોડા તડકાની અંદર ચમકતો એક કોથળો જોયો હતો.
આ કોથળાને જોતા જ તેઓને કંઈક અજુબતું લાગ્યું હતું. એટલા માટે તેઓ પોતાનું વાહન રોડ કાંઠે મૂકીને કેનાલમાં ઉતરી નજીક જઈને જોવાની કોશિશ કરી હતી. તેઓએ આ કોથળાને પોતાની નજીક લાવ્યા અને દોરડુ ખોલીને કોથળાને ખોલ્યો અને જે જોયું તે જોઈને આ ખેડૂતના હોશ છૂટી ગયા હતા..
તે તાત્કાલિક પોતાના ગામ ગયો અને ગામના તમામ લોકોને આ બાબતની જાણ કરી કે કેનાલ પાસે ખૂબ જ ચોકાવનારી ઘટના બની છે. આ બનાવને લઈને ગામના લોકો કેનાલ પાસે દોડી ગયા હતા. અને ગામના સરપંચે પણ કોથળાને જોતા જ તેમના હોશ ઉડી ગયા હતા. કારણ કે આ કોથળાની અંદર અંદાજે 20 કે 22 વર્ષની એક યુવતીની લાશ હતી..
આ જોઈને સૌ કોઈ લોકો વિચારમાં મુકાઈ ગયા કે, આ લાશ કોની હશે..? અને પાણીમાં કોણે આ કોથળો ફેંક્યો હશે..? તેવો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરી હતી. પોલીસ પણ કાફલો લઈને ઘટના સ્થળે પહોંચી અને જરૂરી તાજવીજ હાથ ધરી હતી. તરવૈયાની મદદથી અન્ય કોઈલા જ પાણીમાં રહેલી છે કે, નહીં તેની જાણ મેળવાઈ હતી..
અને આ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. પોલીસે પ્રાથમિક તપાસ કરાવતા જણાવ્યું કે, આ યુવતીનું મૃત્યુ દોઢ કે બે દિવસ પહેલા થયું હતું. તેમજ તેના શરીર ઉપર માર મારવાના કે બીજાના કોઈપણ નિશાન મળ્યા નથી એટલે કે આનું મૃત્યુ કેવી રીતે કરવામાં આવ્યું છે..? તેમજ આ યુવતી કોણ છે..? ક્યાં રહે છે..? અને તેનું મૃત્યુ શું કામ થયું છે..?
આ તમામ બાબતોની જાણ મેળવાઈ રહી છે. કેનાલમાંથી લાશ મળવાના સમાચાર વાયુ વેગે આસપાસના તાલુકાઓમાં પણ ફેલાઈ ગયા હતા. લોકોમાં ભારે અરેરાટીનો માહોલ સર્જાઈ ગયો હતો. હાલ પોલીસ આ યુવતીની ઓળખ વિધિની પ્રક્રિયાઓ કરી રહી છે. ત્યારબાદ આગળની તપાસ ચાલુ કરવામાં આવશે.
આપેલા પણ બનાસકાંઠાની એક કેનાલમાંથી આ પ્રકારનો જ એક મામલો સામે આવ્યો હતો. જેમાં કેનાલમાં કોથળાની અંદર લાશ રહેલી હતી. આ લાશને જોતા જ ગામના લોકોના જીવ થરથર કાંપવા લાગ્યા હતા. ગામના લોકો વારાફરતી આ લાશનું મોઢું જોતા હતા અને તેને ઓળખવાની કોશિશ પણ કરી રહ્યા હતા. આવા બનાવોએ માસુમ ગામના લોકોને ભારે હેરાન ગતિમાં મૂકી દીધા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]