નાના બાળકોનું તેમના માતા પિતા ખૂબ જ ધ્યાન રાખતા હોય છે. છતાં પણ અમુક વખતે જાણે અજાણ્યામાં નાના બાળકો રમત રમતમાં ખૂબ જ મોટી મુસીબત્તીનો ભોગ બની જતા હોય છે, શહેરી વિસ્તારમાં રમતા બાળકોને જીવનું જોખમ રહેતું નથી. પરંતુ ગામના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા બાળકો માટે વન્યજીવોની સાથે સાથે અન્ય પણ ઘણી બધી બાબતોનું જોખમ રહેતું હોય છે..
અત્યારે માત્ર અઢી વર્ષની એક નાનકડી ફુલ જેવી દીકરી રમતા રમતા 300 ફીટ ઉંડા બોરવેલની અંદર પડી જવાને કારણે સમગ્ર પરિવારનો જીવતા ચોંટી ગયો છે, આ ઘટના મધ્યપ્રદેશના સિહોરની છે. આ ઘટનાને લઈને મુખ્યમંત્રી સહિતના વ્યક્તિઓ પણ ખૂબ જ ચિંતિત છે અને હંમેશા પ્રશાસનની સંપર્કમાં રહેલા છે..
આ બાળકીને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી અને તાબડતોબ તેનો રેસ્ક્યુની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. અઢી વર્ષની સૃષ્ટિ કુશવાહ નામની બાળકી તેની દાદી કલાવતી બાઈને ઘરેથી કહીને નીકળી હતી કે, તે ઘરની બહાર રમવા માટે જઈ રહી છે..
એ સમયે સૃષ્ટિની દાદી પણ ઘરની બહાર જતી પરંતુ તે અન્ય ખેતરની અંદર કામકાજ કરતી હતી. જ્યારે સૃષ્ટિ બોરવેલની નજીક એક તગારું મૂક્યું હતું, ત્યાં બેસવા માટે જતી હતી એ વખતે અચાનક જ તે બોરવેલની અંદર પડી ગઈ હતી. તે જોર જોરથી ચીસા ચીસ કરવા લાગી હતી. આ ચીસોને સાંભળીને સૃષ્ટિની દાદી કલાવતીબેન તરત જ તેને પકડવા માટે દોડી ગઈ..
પરંતુ તે બોરવેલ પાસે પહોંચે ત્યાં સુધીમાં તો સૃષ્ટિ બોરવેલની અંદર પડી ગઈ હતી, આ ઘટનાને લઇ તરત જ આ દાદીએ આસપાસના લોકોને પણ સૂચના આપી કે, સૃષ્ટિ આ બોરવેલની અંદર પડી ગઈ છે. આ બોરવેલની ઊંડાઈ 300 ફીટ જેટલી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ બાળકી 300 ફીટ જેટલા ઊંડા બોરવેલની અંદર 20 ફૂટ નીચે ફસાઈ ચૂકી છે..
હાલ ઘટના સ્થળે ચાર જેસીબીની મદદથી પાંચ ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદી નાખવામાં આવ્યો છે, અને આ બાળક ની રેસ્ક્યુની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ઘટના સ્થળે એમ્બ્યુલન્સ તેમજ મેડિકલની ટીમને પણ બોલાવી લેવામાં આવી છે. આ સાથે જ આ બોરવેલ ની અંદર ઓક્સિજન પણ પહોંચાડવામાં આવી રહ્યું છે..
આ ઉપરાંત અંદર કેમેરો ગોઠવીને આ બાળકીની દરેક ક્ષણ ઉપર નજર રાખવામાં આવી રહી છે, આ અગાઉ પણ એક બાળક બોરવેલ માં ફસાઈ ગયો હતો અને દોઢ દિવસની મહેનત મથામણ બાદ પણ આ બાળક બોરવેલની અંદરથી બહાર ન નીકળી શકવાને કારણે બિચારો મોતને ભેટ્યો હતો. ખેતર વિસ્તારની અંદર ખુલ્લા બોરવેલને રાખવાની હંમેશા મનાઈ ફરમામા આવે છે..
કારણ કે ખુલ્લો બોરવેલ કોઈ વખત કોઈ વ્યક્તિનો જીવ પણ લઈ લેતો હોય છે, છતાં પણ અમુક અંતરિયાળ વિસ્તારોમાં ખુલ્લા બોરવેલ મૂકી દેવામાં આવે છે. આ બાળકી રમતા રમતા બોરવેલની અંદર પડી જવાને કારણે તેના માતા પિતા પણ ખૂબ જ દુઃખી છે. હાલ તેની રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]