Breaking News

ખેતરમાં રહેલી 500 વર્ષ જુની માતાજીની મૂર્તિને દીવો કરવા જતા 3 યુવકો સાથે થયું એવું કે, જોનારા લોકો મોઢા ફાડી ગયા..!

બિહાર રાજ્યના ભોજપુર જિલ્લામાં એક ચોકાવનારી ઘટના બની છે. જેમાં દિવાળીના દિવસે ખેતરમાં 500 વર્ષ જૂની પોતાના કુળદેવી માતાની મૂર્તિને દીવો કરવા ગયેલા ત્રણ મિત્રોને કરંટ લાગ્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. તેમજ તેના અન્ય 2 મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

બિહાર રાજ્યના ભોજપુર જિલ્લાના આયર વિસ્તારના બરનાવ ગામમાં અભય કુમાર સિંહ અને તેનો પરિવાર રહેતો હતો. તેના પરિવારમાં તેની પત્ની અને તેનો 22 વર્ષે પુત્ર રણજીત કુમાર છે. બરનાવ ગામના ઉતવારી મઠીયા ના મૂળ નિવાસી રાજેન્દ્ર મહતોનો ૧૮ વર્ષીય પુત્ર નીતીશ કુમાર અને હરેન્દ્ર મહતોનો 18 વર્ષે પુત્ર રાજુ કુમાર રણજીત કુમારના પ્રિય મિત્રો હતા.

રણજીત કુમારના બંને મિત્રો બીએસસી માં અભ્યાસ કરે છે. બરનાવ ગામના નજીકના ખેતરમાં તેઓના કુળદેવી માતાની ૫૦૦ વર્ષ જૂની માતાજીની મૂર્તિ આવેલી છે. જેથી ગામના લોકો દરેક શુભ અવસર પર પોતાની કુળદેવી માતાની ૫૦૦ વર્ષ જૂની મૂર્તિને દીવો કરવા માટે જતા હોય છે.

દિવાળીના તહેવાર પર પોતાના ઘર આંગણે દીવા કર્યા બાદ આ ત્રણેય મિત્રો ગામની બહાર ખેતરમાં 500 વર્ષ જૂની માતાજીની મૂર્તિને દીવો કરવા માટે નીકળ્યા હતા. જ્યારે તેઓ ખેતરે પહોંચ્યા ત્યારે વીજળીનો તાર અચાનક જ તેમની પર પડતા તેઓને ભારે કરંટ લાગ્યો હતો.

આ સમયે ચારે તરફ ઘનઘોર અંધારું હોવાથી કોઈ વ્યક્તિ તેમની મદદ માટે આવી શકે તેમ ન હતું. રાજુ કુમાર અને નિતેશકુમાર મુશ્કેલીથી તે વીજળીના તારની ઝપટમાંથી બહાર નીકળી ગયા હતા. પરંતુ રણજીત કુમાર ખરાબ રીતે તારમાં ફસાઈ ગયો હતો. નીતીશકુમાર એ ઇજાગ્રસ્ત હાલતમાં પોતાના ઘરે ઘટના વિશે જાણ કરી હતી.

તેથી તેમના પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોચ્યા હતા. જયારે તેઓ ખેતરમાં પહોચ્યા ત્યારે અભયકુમાર નો દીકરો કુળદેવી માતાની ૫૦૦ વર્ષ જૂની મૂર્તિ સામે તડપી રહ્યો હતો. રણજીત કુમારના પિતા અભય કુમાર દ્વારા એમ્બ્યુલન્સ બોલાવીને તેને નજીકના સદર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

આ ઉપરાંત રાજુ કુમાર અને નીતીશકુમાર ને પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી તેમને સારવાર માટે સદર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ ના ડોક્ટર દ્વારા રણજીત કુમારની પ્રાથમિક તપાસ બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. દિવાળીના શુભ અવસર પર ઘરમાંથી યુવાન પુત્રનું મૃત્યુ થઈ જતા પરિવારજનો દુઃખનો માહોલ છવાઈ ગયો છે.

પિતા અભય કુમાર દ્વારા પોતાના પુત્રના મૃત્યુની જાણ ભોજપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. પોલીસ દ્વારા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસ દ્વારા આ બનાવ અંગે વીજળી વિભાગના અધિકારીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *