Breaking News

‘ખેતરમાં પગ મુક્યો તો તને જીવતો નહી મુકું, ઢીમ ઢાળી દઈશ’ કહીને મોટાભાઈને નાનાભાઈને તનતોડ માર માર્યો, અને પછી તો જે થયું એ જાણીને…. વાંચો..!

જ્યારે માતા પિતા નિવૃત થઈ જાય છે. ત્યારે તેઓ તેમની તમામ સંપત્તિઓ અને ચીજ વસ્તુ પોતાના સંતાનોને સરખા ભાગે વહેંચી દેતા હોય છે. પરંતુ સંતાનો આ સંપત્તિને લઈને એકબીજા સાથે લડાઈ ઝઘડો કરવા લાગે છે અને વાત મારા મારી અને ધાક ધમકી તેમજ હત્યા સુધી પણ પહોંચી જતી હોય છે..

હાલ રાજકોટના પડધરી તાલુકામાં એક ગામડામાં જમીનની બાબતને લઈને સગા ભાઈઓમાં ખૂબ જ મોટો બખેડો થઈ ગયો છે. અને લાકડી લઈને એકબીજાને ઢોર મારવાનો પણ બનાવ સામે આવ્યો છે. આ ગામમાં ગોરાભાઈ ગોહિલ નામના વડીલને ચાર દીકરા અને ત્રણ દીકરીઓ છે. ગોરાભાઈ ગોહિલ ના નામે ૮૪ વીઘા જમીન હતી..

તેઓએ નિવૃત્ત થતાની સાથે જ આ જમીન પોતાના સંતાનોને વહેંચી દીધી હતી. પરંતુ આ જમીન સહમતિના તમામ લેટર પરિવારના સૌથી નાના ભાઈની પત્નીના નામ પર અને નાનાભાઈ ના નામ ઉપર હતા. તમામ ભાઈઓના ભાગે સરખી જમીનના મળી હતી. છતાં પણ સૌથી મોટાભાઈ વશરામભાઈ ગોરાભાઈ ગોહિલ આ તમામ ભાઈઓની જમીનને ઝડપી લેવાની કોશિશ કરતા હતા..

અને અવારનવાર તે જમીને જતા અને અંદર રહેલા તમામ લોકોને બહાર કાઢવાની કોશિશ કરતા હતા. એક દિવસ મારા ભાઈના ખેતરમાં જેસીબી ચાલી રહ્યું હતું. ત્યારે ત્યાં આવી પહોંચ્યા અને કહ્યું કે તારું જેસીબી તાત્કાલિક બહાર કાઢી લેજે નહિતર એક લાકડી ભેગો તને પાડી દઈશ. આ ઉપરાંત જે કહેવા લાગ્યું કે, તમામ લોકો આ ખેતરમાંથી બહાર નીકળી જતો રેહજે નહીતો ઢીમ ઢાળી દઈશ..

આ બાબતને લઈને ફરિયાદ કરનાર કમાભાઈએ જણાવ્યું કે, મેં મારા મોટાભાઈને ખૂબ જ સમજાવ્યા હતા. પરંતુ તેઓ કોઈનું પણ વાત માનવા માટે તૈયાર હતા નહીં. અને તે ઉલટા તમામ લોકોને સામે ઉશ્કેરાઈ જતા હતા. અને કહેતા કે તને બહુ જ પાવર આવી ગયો છે. તને પણ પાડી દેવો જોશે તને તો જીવતો મુકવાનો જ નથી..

એમ કહીને અપ શબ્દો કહેતા અને લાકડી માટે ઢોર મારવા લાગતા હતા. એક દિવસથી ગાળો બોલતા બોલતા મને ડાબા હાથના બાવળા ઉપર તેમજ જમણા હાથની કલાઈ ઉપર આ સાથે સાથે ડાબો પગના ગોઠણે અને પીઠના ભાગે પણ ધડાધડી લાકડીઓ મારી દીધી હતી આ ખેતરમાં કામ કરનારા તમામ મજૂરો પણ આ મારામારી થતા ત્યાંથી ભાગી ગયા હતા..

મોટાભાઈ વશરામભાઈ માર મારતા જણાવતા હતા કે, આજે તો તું બચી ગયો છે. પરંતુ જો હવે ખેતરમાં પગ મૂક્યો તો તારો જીવ જશે. તેઓ ઘટના સ્થળે ખૂબ જ લોહી લોહાણ થઈ ગયા હતા. એટલા માટે તેઓ 108ને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી. અને તેમને પડધરી ની સરકારી હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી છે…

પરંતુ તેમની હાલત બગડતા જતા તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયા છે. આ તમામ બાબતોને લઈને તેઓએ પડધરી પોલીસ સ્ટેશનમાં પોતાના મોટાભાઈ સામે ફરિયાદ દાખલ કરી દીધી છે. હકીકતમાં આવા કેટલાય બનાવો જમીન મકાન અને અન્ય સંપત્તિઓને લઈને બનતા હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

યુવકે પોલીસને કહ્યું કે, “17 વર્ષ પેલા મારા હાથેથી મરેલો વ્યક્તિ મારા સપનામાં ભૂત બનીને આવે છે” અને પછી તો જે થયું તે જાણીને પોલીસ ચોંકી ગઈ..!

અત્યારે એક વ્યક્તિને 17 વર્ષ પછી પોતાના કરેલા કામોના પાપ સપનામાં આવા લાગ્યા હતા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *