સામેવાળા વ્યક્તિ સાથે કેવા પ્રકારની વાતચીત કરવી જોઈએ અને કેવી રીતે માન સન્માન અને હાવ ભાવ રાખવો જોઈએ તેની સમજણ હવે ખૂબ જ જરૂરી છે, કારણ કે માણસના સ્વભાવની અસલી ઓળખ તેના સ્વભાવ ઉપરથી થઈ જતી હોય છે. ઘણી બધી વાર લોકો સામેવાળા વ્યક્તિને માન સન્માન આપવાને બદલે તેની સાથે ખૂબ જ તોછડાઈ ભર્યું વર્તન કરતા હોય છે..
આવા લોકોને ઘણી બધી વાર માઠો અનુભવ પણ સહન કરવો પડે છે, અત્યારે એક વ્યક્તિએ તેના દીકરાની વહુ સાથે એવું કાવતરું રચી નાખ્યું હતું કે, જેને જાણીને સૌ કોઈ લોકો હચમચી ઉઠ્યા છે, આ ચોંકાવી દેતો બનાવો રાજસ્થાનના ધોલપુર નજીકના ચટોલા ગામમાંથી સામે આવ્યો છે..
આ ગામની અંદર 35 વર્ષની સીમા નામની મહિલા તેના બાળકની સાથે એકલવાયું જીવન ગુજારે છે, સીમાના પતિ બ્રિજેશભાઈ છેલ્લા ઘણા વર્ષોથી હૈદરાબાદમાં રહીને મજૂરી કામકાજ કરતા હતા. જ્યારે સીમા બાળકો સાથે અહીં ગામડામાં રહીને જ જીવન ગુજરાન ચલાવતી હતી..
પતિ ઘરથી દૂર રહેતો હોય એવી પરિસ્થિતિની અંદર મહિલા અને ખૂબ જ હિંમત અને સાહસિકતાથી જીવન જીવવું પડે છે, એક દિવસ સાંજના સમયે સીમા તેના ખેતરે લીંબુના ઝાડ ઉપરથી લીંબુ તળવા માટે જતી હતી એ વખતે ખેતરની અંદર રહેલા સીમાના સસરા વિશાલભાઈએ લીંબુ તોડવાની બાબતને લઈને સીમાને ન કહેવાના શબ્દો કહી નાખ્યા હતા..
વિશાલભાઈને તેના દીકરાની વહુ પહેલેથી જ પસંદ આવી હતી નહીં, તેવો અવારનવાર તેને હેરાનગતિ પહોંચાડતા હતા, ખેતરમાંથી લીંબુ તોડી રહી હતી. એ વખતે વિશાલભાઈ ખૂબ જ નારાજ થઈ ગયા હતા, તેણે કોઈપણ બાબતોનો વિચાર કર્યા વગર તરત જ પોતાના હાથમાં કુલહાડી લીધી અને સીમાને માથાના ભાગે કુલાડીના ઘા મારી દીધા હતા..
કે તેઓ શા માટે ખેતરમાં રહેલી લીંબુના ઝાડમાંથી લીંબુ તોડી રહી છે, નાની અમથી બાબતને લઈને વિશાલભાઈએ તેના જ દીકરા ની વહુને માથાના પગે ઉલાળી મારીને લોહી લુહાણ કરી દીધી હતી. જ્યારે સીમાના માથામાંથી લોહી નીકળવા લાગ્યો ત્યારે વિશાલ નામનો આ સસરો ખેતર મૂકીને ત્યાંથી ભાગવા લાગ્યો હતો..
સીમાએ જેમ તેમ કરીને તેના પિયરમાં તેના મા બાપને ફોન કરીને જણાવ્યું કે, તેના સસરાએ તેને માથાના ભાગે કુહાડીના ઘા મારીને જમીન ઉપર ઢાળી દીધી છે. તેની હાલત ખૂબ જ ખરાબ છે, અને અત્યારે તેના માથામાંથી ખૂબ જ વધારે પ્રમાણમાં લોહી નીકળી રહ્યું છે. સીમાના મોઢેથી આ શબ્દો સાંભળીને સીમાના માતા પિતા તાબડતોબ આ ખેતર સુધી પહોંચી ગયા હતા..
અને ત્યારબાદ તેને જિલ્લાની સરકારી હોસ્પિટલની અંદર સારવાર માટે પણ લઈ જવામાં આવી હતી, આ સાથે સાથે સીમાના મા-બાપે પોલીસ સ્ટેશનને હાજર થઈને માથા ભરેલા સસરા વિશાલની સામે ફરિયાદ પણ નોંધાવી દીધી હતી. વિશાલ આ ઘટના બાદ પોતાનું ઘર મૂકીને ફરાર થઈ ગયો હતો..
પોલીસ આ આરોપીની શોધખોળ કરી રહી છે, જ્યારે જ્યારે આપણે આ પ્રકારના બનાવો સાંભળીએ છીએ ત્યારે દરેક વ્યક્તિ ખૂબ જ મોટી મુશ્કેલી ની અંદર મુકાઈ જતો હોય છે. નાની નાની બાબતોને લઈને થતા લડાઈ ઝઘડાવા ઘણી બધી વાર એવડું મોટું સ્વરૂપ પણ ધારણ કરી લેતા હોય છે કે, જેમાં કોઈ વ્યક્તિનો જીવ જતો રહે છે..
જો સીમાને તાત્કાલિક ધોરણે સારવાર મળી ન હોત તો આજે તેનું મૃત્યુ પણ થઈ ગયું હોત, પરંતુ સદનસીબે તેના માતા-પિતા ખેતર સુધી પહોંચી ગયા અને તેને હોસ્પિટલે ખસેડવામાં આવતા તેનો જીવ બચી ગયો છે. આ વાતની જાણકારી જ્યારે હૈદરાબાદ મજૂરી કામકાજ કરતા સીમાના પતિ બ્રિજેશભાઈ સુધી પહોંચી ત્યારે તેઓ પણ સમસમી ઊઠ્યા હતા કે..
તેમના પિતાએ શા માટે તેમની વહુને માથાના ભાગે કુહાડીના ઘા માર્યા હશે, માત્ર નજીવી મામૂલી કિંમતના લીંબુ તોડવાની બાબતને લઈને માણસનો જીવ લેવાની કોશિશ કરનાર વિશાલ ભાઈ પોતાનું ઘર મૂકીને અત્યારે ભાગી ગયા છે. તેમની તપાસ ચારેકોર થઈ રહી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]