Breaking News

ખેતરમાં કામ કરતા ખેડૂતને ઓચિંતો સાપ કરડી ગયો, ધીમે-ધીમે શરીર ઠંડુ પડવા લાગતા થયા હોસ્પિટલ ભેગા પરતું અંતે તો…. વાંચો..!

ખેતી એ એવો વ્યવસાય છે જેમાં ડગલે ને પગલે સાવચેતી રખવી પડે છે. જીવના જોખમે કેટલાક કામો કરવા પડે છે. હાડ થીજાવતી ટાઢ હોઈ, બળબળતો તાપ હોઈ કે પછી મુશળધાર વરસાદ હોઈ ખેડૂતને ખેતરે ગયા વગર ચાલતું નથી. જો ખેડૂતો ખેતરે ન જાય અને જોખમ ન ઉઠાવે તો દેશ ભૂખે પણ મરે.. આપડા દેશના ખેડૂત ભાઈઓને સલામ છે..

પરતું કેટલીક વાર ખેડૂતભાઈની સાથે અજાણતા એવો બનાવ બને છે જેના કારણે તેમના જીવ પણ જતા રહે છે. એ પ્રકારનો જ વધુ એક બનાવ પ્રતાપગઢના ધમોતર ગામમાં આજે સવારે બની ગયો છે. જ્યાં સવારના 8:00 વાગ્યાની આસપાસ રણજીત સિંહ નામના ખેડૂત તેમના ખેતરે સોયાબીનના પાકની નિંદામણ અને કૂદવાનું કામ કરી રહ્યા હતા.

રણજીત સિંહની ઉમર 80 વર્ષની છે. ખેતરમાં કામ કરતી વેળાએ અચાનક જ તેમને સાપ કરડી ગયો હતો. સાપ કરડ્યા બાદ રણજીત સિંહની તબિયત અચાનક બગડવા લાગી હતી.  ધીમે ધીમે તેમનું શરીર પણ ઠંડુ પડવા લાગ્યું હતું. તેઓને આસપાસના લોકોની મદદથી જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા..

પરતું ત્યાં પહોચે ત્યાં સુધીમાં તો મોડું થઇ ગયું હતું અને ત્યાં વૃદ્ધનું મોત થયું હતું. રણજીતસિંહને લગભગ 6 ફૂટ લાંબા ઝેરી સાપે ડંખ માર્યો હતો. આ સાપની ઓળખ કરતા લોકો કહે છે કે આ સાપ ખુબ જ ઝેરી હોઈ છે. તેમજ તે કરડે એટલે તરત જ સારવાર શરુ કરી દેવી જોઈએ.. નહીતો માણસનો જીવ જતો રહે છે..

માહિતી બાદ ધમોતર પોલીસ સ્ટેશન જિલ્લા હોસ્પિટલ પહોંચી. પરિવારજનો પાસેથી ઘટના અંગે માહિતી મેળવી પોસ્ટમોર્ટમ કરાવી લાશને સ્વજનોને સોંપી હતી. રણજીત સિંહના મોત બાદ જિલ્લા હોસ્પિટલમાં પરિવારજનોની હાલત કફોડી બની ગઈ હતી. પરિવારજનોની સાથે સાથે ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *