ખેતરમાં બકરી ચરાવવાની ના પાડતા યુવકે પિત્તો ગુમાવ્યો અને લાકડી લઈને આડેધડ તૂટી પડ્યો, અને પછી તો થઈ જોવા જેવી.. જાણો..!

આજકાલ લોકો નાની નાની વાતોમાં બીજા લોકો સાથે ઝઘડાઓ અને મારામારી કરી રહ્યા છે. પોતાની મરજી મુજબ ન થતા લોકો ઉશ્કેરાઈને બીજા લોકો સાથે ઝઘડાઓ કરી રહ્યા છે. આજકાલ આવી ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. આવી ઘટનાઓ વધતા સમાજ પર પણ ઘણી બધી ગંભીર અસરો થઈ રહી છે..

મારામારીની ઘટનાઓ ઘટવાને બદલે વધી રહી છે. આવી જ એક મારામારીની ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં બની હતી. કડી તાલુકામાં આવેલા અગોલ ગામમાં આ ઘટના બની હતી. અગોલ ગામમાં રહેતા એક ખેડૂત પરિવારના ખેડૂત સાથે આ ઘટના બની હતી…

આ ખેડૂતનું નામ નિકીનભાઈ હુસેનભાઇ ખોખર હતું. તેઓ પોતાના પરિવાર સાથે અગોલ ગામમાં રહેતા હતા. તેના પરિવારમાં માતા પિતા તેમજ તેમના ભાઈ રહેતા હતા. ખેડૂતો વરસાદની સીઝન હોવાને કારણે પોતાના ખેતરમાં વાવણીઓ કરી રહ્યા હોય છે. જેને કારણે અગોલ ગામમાં રહેતા નિકીન ભાઈએ પોતાની જમીનમાં જુવારના પાકની વાવણી કરી હતી..

અને તે એક દિવસ પોતાના વાડીએ જુવારને વાવી હોવાથી સારસંભાળ માટે ગયા હતા. તે સમયે અગોલ ગામના જ એક યુવક જેવો ઘેટા બકરા રાખતા હતા અને તેઓ દરરોજ અલગ અલગ જગ્યાએ પોતાની બકરીઓની ચરાવવા માટે લઈ જતા હતા. પરંતુ એક દિવસ આ યુવક નીકીનભાઈના ખેતરે આવી પહોંચ્યા હતા..

આ યુવકનું નામ સાહિલ રાઠોડ હતું. સાહિલ રાઠોડ અવારનવાર પોતાની બકરીઓ લઈને તેને ચરાવવા નીકળતા હતા. અને એક દિવસ તે બકરીઓ લઈને નીકીનભાઈના ખેતરમાં જવાની કોશિશ કરી રહ્યા હતા. તે સમયે નીતિનભાઈએ સાહિલ રાઠોડને જણાવ્યું હતું કે, મારા ખેતરમાં જુવાર વાવેલી છે. તો તમારી બકરીઓ અમારા ખેતરમાં લાવશો નહીં..

અને તમારી બકરીઓની બહાર કાઢો. તેમ કહ્યું હતું. તે સમયે સાહિલ અચાનક જ ઉશ્કેરાઈ જઈને નીકીનભાઈ સાથે ઝઘડો ચાલુ કર્યો હતો. અને નીકીનભાઈને ગાળા ગાળી કરી હતી. ખેડૂતે ગાળા ગાળીએ કરવાની ના પાડતા વધારે સાહિલ ભાઈ ઉશ્કેરાઈને હાથમાં રહેલી લાકડી વડે નીકીનભાઈને મારી રહ્યા હતા..

અને ઢોર મારે મારીને તેની બકરીઓ લઈને તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. તે સમયે નીકીનભાઈને માર મારવાની કારણે ખૂબ જ ઈચ્છા પહોંચી હતી તેને કારણે નીકીનભાઈએ ફોન કરીને તેમના પિતા અને ભાઈને આ ઘટનાની જાણ કરી હતી. તેઓ તરત જ પોતાના ખેતરે દોડી આવ્યા હતા અને નીકીનભાઈને ભાગ્યોદય હોસ્પિટલ માં સારવારમાં દાખલ કરવામાં આવ્યા હતા.

કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ નીકીનભાઈ સાથે આવી ઘટના તેમના જ ગામના વતનીએ કરી હોવાની કારણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નીકીનભાઈએ પોલીસ સ્ટેશનમાં બકરીઓ ચરાવવા આવેલા સાહિલ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment