ખેડૂતો દિન રાત મહેનત કરીને પોતાના ખેતરમાં પાક ઉગાડીને સમગ્ર પરિવારનું તેમજ સમગ્ર દેશના લોકોનું ભરણપોષણ કરી રહ્યા છે. ખેડૂતો ખૂબ જ ઈમાનદારીથી ખેતી કરવાનું જાણે છે. દેશમાં ઘણા બધા ધંધાઓ ચાલી રહ્યા છે. પરંતુ આ તમામ ધંધામાંથી ખેતી એક એવો વ્યવસાય છે કે જેમાં સૌ કોઈ લોકો ઈમાનદારીથી મહેનત કરી રહ્યા છે..
ખેડૂતો ક્યારેય કોઈનું ખોટું વિચારતા નથી. અને કોઈને ખોટું કરવાની મંશા પણ ધરાવતા નથી. પરંતુ હાલ ખેડૂતો સાથે ખૂબ જ અન્યાય થઈ રહ્યો હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો મધ્યપ્રદેશના રાજગઢ ખેતીવાડી માર્કેટીંગ યાર્ડમાંથી સામે આવ્યો છે. રાજગઢ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની ખૂબ મોટી આવક થતી હોય છે.
તેમજ દૂર દુરથી ખેડૂતો આ માર્કેટયાર્ડમાં સોયાબીન વેચવા માટે આવી પહોંચે છે. આ માર્કેટિંગ યાર્ડના તમામ વેપારીઓ ખેડૂતો પાસેથી ખૂબ ઓછા ભાવે સોયાબીનની ખરીદી કરે છે. પરંતુ આ માર્કેટીંગ યાર્ડના એક વેપારીએ માર્કેટીંગ યાર્ડની અંદર ખેડૂતો પાસેથી પાક લેવાને બદલે ગામેગામ ફરીને ખેડૂતોના ઘરે જઈને પાક ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી..
તે જુદા જુદા ગામમાં સોયાબીનની કરવા માટે જતો હતો. એક દિવસ આ વ્યાપારી તલેન જિલ્લાના પીપળીયા ગામમાં પહોંચ્યો હતો. ત્યાં રહેતા ખેડૂત રાધેશ્યામ ભાઈ પાટીદારના ઘરે આવી પહોંચ્યો હતો. અને તેના ઘરે સોયાબીન જોખવા લાગ્યો હતો. આ વેપારી પાસે એક ઈલેક્ટ્રીક કાંટો હતો. આ કાંટા ઉપર સોયાબીન નાખીને તે વજન નોંધી રહ્યો હતો..
રાધેશ્યામ ભાઈ પાટીદારે પોતાના ઘરે પડેલા સોયાબીનનો વજન તેઓએ પહેલેથી જ કરી રાખ્યો હતો. અને તેઓએ તમામ સોયાબીનને થેલામાં ભરી રાખ્યા હતા. જ્યારે વેપારીએ જોખવાનું શરૂ કર્યું ત્યારે રાધેશ્યામ ભાઈ જોયું કે દરેક સોયાબીનના બાચકા ઉપર 10 કિલો વજન ઓછું આવી રહ્યું છે. શરૂઆતમાં તો તેમને ખૂબજ નવાઈ લાગી..
પરંતુ તેઓએ વારંવાર જોયું તો દરેક બાચકામાં 10 કિલોનું વજન ઓછુ આવી રહ્યું હતું એટલા માટે ખેડૂતને વેપારીની જોખવાની રીત ઉપર શંકા ગઈ હતી. ખેડૂતે જ્યારે ધ્યાનથી જોયું તો વેપારીની હાથમાં એક રીમોટ હતું. જ્યારે વજન કાંટા ઉપર સોયાબીન રાખવામાં આવે ત્યારે તેઓ એ રીમોટ દબાવતા હતા. અને વજન ૧૦ કિલો જેટલું ઓછું આવતું હતું..
આ જોતાની સાથે જ તેઓએ રીમોટ વેપારી પાસેથી છીનવી લીધું હતું. અને તેમની તમામ પોલ ખુલ્લી પાડી દીધી હતી. જોતજોતામાં તો આસપાસના અન્ય ખેડૂતો પણ ત્યાં હાજર થઇ ગયા હતા. અને તેમાંથી ૮૦ કિલો ના એક વ્યક્તિને આ વજન કાંટા ઉપર ઊભો રાખવામાં આવ્યો હતો. અને ત્યારબાદ આ વજન કાંટા સાથે જોડેલા રીમોટને દબાવવામાં આવતાની સાથે જ આ વ્યક્તિનું વજન 80 કિલોને બદલે ૭૦ કિલો દેખાયું હતું..
એટલે સૌ કોઈ લોકોને જાણ થઈ કે આ વેપારી ખેડૂતોને ઉલ્લુ બનાવી રહ્યો છે. પરંતુ ખેડૂતો પણ પોતાની સાથે થયેલા અન્યાયને પકડી પાડયો હતો. અને વેપારીની તમામ પોલ ખુલ્લી પાડી દીધી હતી. તમામ ખેડૂતો એ આ વેપારીને માર્કેટિંગ યાર્ડમાંથી હકાલપટ્ટી કરી નાખવાનો નિર્ણય આપી દીધો હતો. તેમજ નાપતોલ વિભાગને પણ આ બાબતને લઈને સૂચનાઓ આપી દીધી હતી.
હકીકતમાં ખેડૂતો દિનરાત મહેનત કરીને પોતાના ખેતરમાં પાક પકવતા હોય છે. તેમાં પણ જો તેમની સાથે આ પ્રકારનો અન્ય થતો હોય તો ખેડૂતોને ખૂબ જ મોટી નુકસાની થઈ જાય છે. પરંતુ રાધેશ્યામ પાટીદાર નામના ખેડૂતે વેપારીની આ પોલને ખુલ્લી પાડી હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તલેન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી દીધી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]