Breaking News

ખેડૂત રાત્રે જમવા ગયા અને ખેતરમાં પડેલા ચણાના ઢગલા પર અજાણ્યા લોકોએ આગ લગાડી દીધી, મોઢેથી કોળીયો છીનવાઈ ગયો..!

ખેડૂતો માટે દરેક મુશ્કેલીઓનો સામનો કરવો એ સામાન્ય બાબત છે, કારણ કે ખેતી એક એવો વ્યવસાય છે જેમાં કુદરતનો સાથ ન મળે તો કશું જ શક્ય બનતું નથી. શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણ ઋતુઓના આધાર પર ખેતીમાં થોડા ઘણા માત્રામાં નુકસાનીનો અનુભવ થતો હોય છે..

એમાં પણ જો પાકને સમયસર પાણી અને જાળવણી ન મળી રહે તો ખેતરમાં મોટા પાયે નુકશાનીનો ભય રહેલો હોય છે. પરંતુ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં ધનફુલીયા ગામમાં રહેતા એક ખેડૂતને કુદરતી કારણોસર નહીં પરંતુ કોઈ વ્યક્તિની મૂળ ખામીના કારણે ખેતરમાં ખૂબ મોટું નુકસાન થયું છે.

ખેતરમાં કામ કરી રહેલા ૨ મજુર અને ખેડૂતનો પરીવાર સવારથી જ ખેતરમાંથી ચણા એકઠા કરીને ઢગલો કરી રહ્યા હતા. એ ચણા વેચીને મહેનતના પૈસા હાથમાં આવે એ પહેલા જ ખેડૂતના મોઢેથી કોળીયો છીનવાઈ જતા ભારે દુખની ઘડી આવી પડી છે. ખેતી એક એવો વ્યવસાય છે કે જેમાં કુદરતી દરેક પરિબળો તેમજ નસીબનો સાથ છેક સુધી જોઈએ છે.

તો જ ખેતરમાં તમે યોગ્ય પાક લઈ શકો છો. પરંતુ હાલના સમયમાં કુદરતનો સાથે આટલો બધો ખેડૂતોને મળી રહ્યો નથી. કારણ કે અવારનવાર ગુજરાતમા માવઠા અને વાવાઝોડાઓ ત્રાટકતા હોઈ છે. આવી કુદરતી પરિસ્થિતિઓની વચ્ચે પણ ખેડૂતો ખેતી કરી રહ્યા છે. પરંતુ હવે તો તેઓને કુત્રિમ આફતો પણ નડવા લાગી છે.

રાત્રે ખેડૂત જયારે ઘરે જમવા માટે ગયા હતા ત્યારે તેમના ખેતરમાં અજાણ્યા લોકોએ આગ લગાડી દેતા ચણાનો ઢગલો બળીને ખાખ થઇ ગયો હતો. આગ દેખાતાની સાથે આસપાસના ખેતરવાળા લોકોએ ખેતરના માલિકને કોલ કરીને જાણ કરી હતી અને આગને બુજાવવા માટે મથામણો કરી હતી.

આગ જોતજોતામાં એટલી વિકરાળ બની ગઈ કે કાબુમાં આવે એ પહેલા જ ચણાનો ઢગલો બળીને ખાખ થઈ ગયો હતો. ખેડૂત ભાઈની આકરી મહેનત પર પાણી ફરી ગયું હતું. આ પહેલા પણ  માત્ર બે દિવસ પહેલા પણ વડોદરા પંથકના ગામડાઓમાં એક ખેડૂતના ખેતરમાં દિવેલા નો ઢગલો પડયો હતો. જેને અજાણ્યા કોઈ યુવક કે આગ લગાડી દેતાં ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. એવી જ રીતે અન્ય જગ્યાએ પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો..

અને ત્યારબાદ ગીર સોમનાથના કોડીનારમાં આવેલા સરખડી ગામમાં આ પ્રકારનો કિસ્સો બનતાની સાથે જ ખેડૂતોમાં ભારે દુઃખ નો માહોલ જોવા મળ્યો છે. કારણ કે તેઓ એ દિવસ રાત મહેનત કરીને બાળકને પોતાના લાડકા દીકરાની જેમ ઉછેર્યો હોય અને અચાનક જ આગ લાગતા ની સાથે પોતાના નજર સામે પાકને બળતો જુઓ તે કોઈ સહેલી વાત નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *