Breaking News

પડોશીએ આપેલી ખારી શીંગ ખાતા જ દીકરી અચાનક જ ચક્કર ખાઈ ઢળી ગઈ, હોસ્પીટલે તપાસ કરાવી તો મળ્યું એવું કે પરિવાર ધ્રુજી ગયો..!

આજકાલના સમયમાં નાના બાળકોને સાચવવા માટે માતા કે પિતા બંનેમાંથી કોઈ એક વ્યક્તિને હરહંમેશ હાજર રહેવું પડે છે. જો માતા પિતા કરતા તેમનું બાળક સહેજ પણ વીખોટું પડે તો રમત રમતમાં કોઈ વખત એવી ઘટના ઘટી જતી હોય છે કે, માતા-પિતાને આખી જિંદગી પર પછતાવાનો વારો આવતો હોય છે..

એટલા માટે અત્યારના મા-બાપ અત્યારે પણ પોતાના નાના બાળકોને પોતા થી વીખોટા પડવા દેતા નથી. હંમેશા પોતાની સાથે જ રાખતા હોય છે અને તેની સાર સંભાળ પણ રાખે છે. છતાં પણ જુદા-જુદા વિસ્તારોમાંથી એવી ઘણી બધી ઘટનાઓ સામે આવી જતી હોય છે કે તેમાં સહેજ પણ નજરચૂક થતાની સાથે બાળકો સાથે એવી ઘટના ઘટી જાય છે કે, તેમના મૃત્યુ પણ થઈ જતા હોય છે..

અત્યારે કંઈક એવા પ્રકારનો જ એક હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના બલરામપૂર પાસે આવેલા કાકોડી ગામની છે. આ ગામની અંદર પરાગભાઈ તેની પત્ની દીક્ષાબેનની સાથે રાજી ખુશીથી જીવન જીવે છે. તેમને સુખી લગ્નજીવન દરમ્યાન છ વર્ષની દીકરી પિંકીનો પણ ઘરમાં સમાવેશ થતો હતો..

પીંકી નર્સરીનો અભ્યાસ કરતી હતી. તે રોજબરોજ પોતાના ઘરની આસપાસમાં રહેતા અન્ય નાના બાળકો સાથે રમવા માટે ઘરના ફળિયા પાસે જતી હતી. તે જ્યારે રમતી હતી. ત્યારે પડોશમાં રહેતા બીનાબહેને પિંકીને ખાવા માટે ખારી સિંગ આપી હતી. આ ખારી સિંગનો કટોરો તે પોતાના હાથમાં લઈને એક એક દાણો પોતાના મોઢામાં મુકતી હતી..

પરંતુ તેની સાથે રમતા કેટલાક અન્ય બાળકો આ સિંગનો દાણો હવામાં ઉછાળીને પોતાના મોઢામાં મૂકી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને પિંકીને પણ આ કરતુતો કરવાનું મન થયું હતું અને તે સિંગનો દાણો હવામાં ઉછાળીને પોતાના મોઢામાં કેચ કરીને ખાવા જતી જ હતી. એવામાં અચાનક આ દાણો તેના નાકની અંદર ઘૂસી ગયો હતો.

એ વખતે રમત રમતમાં તેને આ ઘટનાનો ખ્યાલ આવ્યો નહીં અને અચાનક જ તે ખારી સીંગ ખાતા ખાતા ચક્કર ખાઈને નીચે ઢળી પડી હતી. તેની સાથે રમતા બાળકો પિંકીના ઘરે આવ્યા અને પિંકીની માતા દીક્ષાબેનને કહ્યું કે, પિંકી ચક્કર ખાઈને નીચે ઢળી પડી છે. દક્ષાબેન તરત જ પિન્કીને ઊંચકીને હોસ્પિટલ લઈ જવા ભાગવા લાગ્યા હતા..

તે આસપાસથી તેને કોઈપણ વાહન ન મળ્યું એટલા માટે તેમને હોસ્પિટલ પહોંચવામાં મોડું થઈ ગયું અને ત્યાં સુધીમાં તો પિંકીએ આંખો બંધ કરી દીધી હતી. તેનો ચહેરો જોઈને એવું લાગતું હતું કે, તેને શ્વાસ લેવામાં ખૂબ જ વધારે માત્રામાં તકલીફ પડી રહી છે. જ્યારે હોસ્પિટલ પહોંચે ત્યારે ડોક્ટરે જણાવ્યું કે, પિંકીનું મૃત્યુ થઈ ગયું છે..

અને તેની શ્વાસનળીમાં કોઈ ચીજ વસ્તુ સલવાઈ ગઈ છે. જેને કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને શ્વાસ બંધાવાથી તેનું મૃત્યુ થઈ ગયું છે. ડોક્ટરના મોઢેથી આ શબ્દો સાંભળીને દીક્ષાબેનના તો હોશ છૂટી ગયા હતા અને તેઓ ત્યાંને ત્યાં જ નીચે ઢળી પડ્યા, ઘટનાની જાણકારી પિંકીના પિતા પરાગભાઈ સુધી પહોંચી ત્યારે તેઓ પોતાની નોકરીએ થી તરત જ હોસ્પિટલ આવી પહોંચ્યા..

પરંતુ ત્યાં તેઓને પોતાની દીકરીનો હસતો ખેલતો ચહેરો જોવાને બદલે તેમને મૃત જોવાનો વારો આવ્યો હતો. આ ઘટના જ્યારે બની ત્યારે તેમની સોસાયટી વિસ્તારમાં હલ્લો મચી ગયો હતો અને ભારે ફફળાટનો માહોલ પણ સર્જાઈ ગયો, સૌ કોઈ લોકો દુઃખના ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા..

પિંકીના માતા પિતા માટે તો દુઃખની આ ઘડી કોઈ કાળે સહન થઈ શકે તેમ ન હતું. જ્યારે જ્યારે પણ નાના બાળકો સાથે આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે. ત્યારે સામાન્ય લોકોના મગજ પણ કામ કરતાં બંધ થઈ જતા હોય છે. હાલ પિંકીના માતા-પિતા દુઃખના ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *