Breaking News

ખંડિત મૂર્તિઓની આડમાં આ ભેજાબાજ યુવક કરતો એવા કાળા કામ કે જાણીને ભલભલા લોકો ચોંકી ગયા, વાંચો…!

રાજ્યમાં કાળા કામ કરનારને પોલીસ ક્યારે પણ બક્ષતી નથી. જમીન ફાડીને કે આસમાન ચીરીને તેઓને ગોતી નાખે છે. અને જેલના સળિયા પાછળ ધકેલી દેતા હોય છે. છેલ્લા ઘણા સમયથી ગોરખ ધંધા સાથે સંકળાયેલા લોકોને ગુજરાત પોલીસ ગણતરીને મિનિટમાં જ પકડી પડે છે..

છતાં પણ ખૂબ મોટી માત્રામાં ગોરખ ધંધાઓ ચાલી રહ્યા છે. અને આ ધંધાઓ ચલાવનાર લોકોને પોલીસનો ડર રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. હવે તો બુટલેગરો બેફામ બન્યા છે. છેલ્લા અઠવાડિયામાં પોલીસ સ્ટેશનના પીઆઇને એક બુટલેગરે ધાક ધમકીઓ પણ આપી હતી. અને હવે એક બુટલેગરની એવી કરતુતો સામે આવી છે. જેને જોયા બાદ પોલીસ તંત્રમાં ફફડાટ મચી ગયો છે.

બુટલેગરો ખૂબ જ ભેજાબાજ હોય છે. રાજ્યમાં દારૂ જેવી નશાકારક ચીજ વસ્તુઓને ઘુસાડવા માટે અવનવા નુસખાઓ અપનાવતા હોય છે. તેઓ હંમેશા પોલીસને ચકમો આપવાની કોશિશ કરે છે. પરંતુ પોલીસ પણ ખૂબ જ મહેનતથી આવા લોકોને પકડી પાડે છે. માળિયા તાલુકામાં ગઈકાલે એવો જ એક બનાવો બન્યો છે. જ્યાં પોલીસને બાતમી મળી હતી કે..

અમદાવાદ તરફથી માળીયાના મિયાણા ગામમાં એક ટ્રક આવી રહી છે. જેની અંદર પ્રતિબંધિત ચીજ વસ્તુઓનો ખૂબ મોટો જથ્થો ભરેલો છે. અને તેની હેરાફેરી દિન પ્રતિદિન કરવામાં આવે છે. આ વાતની મળતાની સાથે જ પોલીસે જુદી જુદી જગ્યા ઉપર વોચ ગોઠવી હતી. 8:00 ટ્રક જ્યારે હાઇવે પરથી પસાર થયો કે, તાત્કાલિક ધોરણે તેને અટકાવ્યો હતો…

અને તેનું ચેકિંગ કરવાની કામગીરી શરૂ કરી હતી ચેકિંગ કરતા જ ટ્રકમાંથી ખંડિત મૂર્તિઓ મળી આવી હતી. આ મૂર્તિઓની પાછળના ભાગે વિદેશી દારૂની કુલ 4752 બોટલ મળી આવતા તંત્રમાં એકાએ ખળભળાટ મચી ગયો હતો. આ બુટલેગર ખંડિત મૂર્તિઓની હેરાફેરીની યાદમાં વિદેશી દારૂની પણ હેરાફેરી કરતો હતો..

આ ટક ચલાવનાર ગૌમારામ ભક્તારામ જાખડ નામના વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે. આ ટ્રકની કુલ કિંમત દસ લાખ રૂપિયા છે. તેમજ તેની પાસેથી 5000 રૂપિયાનો એક મોબાઇલ 9000 રૂપિયા રોકડા અને 11 પણ 74 લાખનો વિદેશી દારૂ એટલે કે કુલ 28 લાખ 30 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે..

અને ડ્રાઇવરની ધરપકડ કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂને ક્યાંથી લાવવામાં આવતો હતો તેમ જ કોને સોંપવામાં આવતો હતો અને કોના હિસાબે આ તમામ ગોરખ ધંધાઓ ચાલી રહ્યા છે. તેની જાણ મેળવવા માટે પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *