Breaking News

ખાનગી બસે રસ્તા પર ચાલતી ત્રણ ભેંસોને અડફેટે લેતા રસ્તો બન્યો લોહીયાળ, ત્રણ ભેંસોના મોતથી માલધારી પરિવાર શોકમાં ગરકાવ..!

રોડ અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. જેમાંથી ઘણા બધા અકસ્માતમાં મૃત્યુ થતા હોય છે. તેમજ અકસ્માત સર્જનાર વ્યક્તિ અને અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિઓ પણ અકસ્માતમાં મૃત્યુ પામતાં હોય છે. પરંતુ હવે તો રસ્તા પર ચાલતા પશુ-પક્ષીઓ તેમજ પ્રાણીઓ પણ સુરક્ષિત રહ્યા નથી. ગઈકાલે રાજકોટના યાત્રાધામ વિરપુરમાંથી ખૂબ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.

વીરપુરમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો કહે છે. આ તમામ લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ ગાય અને ભેંસનું પાલન-પોષણ કરે છે. અને પશુઓનું દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. અવારનવાર માલધારીઓ પોતાના પશુઓને ચરાવવા માટે સીમ વિસ્તારમાં લઈ જતા હોય છે. અને મોડી રાત્રે પાછા ફરતા હોય છે.

આખો દિવસ ચારો ચરવા માટે સીમ વિસ્તારમાં ખુલ્લી જગ્યા પર ભેંસો અને ગાયો ચારે છે. અને મોડી રાત્રે પોતાના ઘરે પરત ફરે છે. એક દિવસ વીરપુરમાં રહેતા મયુરભાઈ ભુડીયા પોતાની ત્રણ જેટલી ભેંસોને લઇને રાત્રીના સમયે ઘરે પરત ફરતા હતા. મયુરભાઈ પોતાની ભેંસોને રોડની એકદમ સાઇડની બાજુએ લઈને ચાલ્યા આવતા હતા..

એવા માં સામેની બાજુથી એક ખાનગી બસના ડ્રાઈવરે ભેંસોને અચાનક અડફેટે લઈ લીધી હતી. આ બસ ડ્રાઈવરે અચાનક જ એવો હોર્ન માર્યો હતો કે મયુરભાઈની ત્રણેય ભેંસો અચાનક જ ભડકી ગઈ હતી અને એવામાં તો બસ ચાલકે ત્રણેય ભેંસોને અડફેટે લઇને હવામાં ઉડાડી દીધી હતી. આ અકસ્માત સર્જાતાની સાથે જ સમગ્ર રોડ લોહીલુહાણ બની ગયો હતો..

અને તેણે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યુ હતું. મયુરભાઈએ આ બસ ચાલકને રોકવાની કોશિશ કરી હતી. પરંતુ બસનો ચાલક આ બસને તાત્કાલિક ફગાવીને નાસી ગયો હતો. પરંતુ પાછળ રહેલા અમુક વાહનચાલકોએ માનવતાના ભાગરૂપે આ બસનો પીછો કર્યો હતો. અને આગળ જઈને તેને અટકાવી દીધો હતો.

બસચાલકને ત્યાંથી તેને નીચે ઉતારવામાં આવતો હતો. એ સમયે તે બસ મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો. હકીકતમાં મયુરભાઈ સાથે આ બનાવ બન્યા બાદ તેમના પરિવારજનો અને અન્ય સમાજના લોકોમાં પણ ભારે નારાજગી નો માહોલ બની ગયો છે. તેમજ મયુરભાઈ ખૂબ જ ઊંડા શોકમાં ગરકાવ થયા છે.

કારણકે તેઓ જે ભેસોના પાલનપોષણ કરતા હતા અને ભેંસોના દૂધથી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ વર્ષોથી બાપ દાદાના સમયથી પશુપાલન સાથે સંકળાયેલા છે. અને પાટણ ભેસો તેમની રોજીરોટી હતી. જેમાંથી બે તો ગ.ર્ભ.વ.તી પણ હતી. પરંતુ ખાનગી ટ્રાવેલ્સના ચાલકે અકસ્માત સર્જાતા પરિવાર ઉપર આફતો નાં આભ ફાટી નીકળ્યા હતા..

મયુરભાઈ આ બાબતને લઈને પોલીસના ખાનગી બસના ટ્રાવેલ્સ સામે ફરિયાદ નોંધાવી દીધી છે. આ સાથે જ તેણે ત્રણેય ભેંસોનું વળતર આપવાની પણ માંગ કરી છે. આ અકસ્માતને કારણે રસ્તા પર લાંબુ ટ્રાફિક જામ થઈ ગયું હતું. તેમજ કેટલાય લોકો આ બસના ચાલકની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *