Breaking News

ખાનગી બસના સોફામાંથી લોહીની ધાર વહેતી જોઈ ડ્રાઈવરે સોફાની બારી ખોલી, મળ્યું એવું કે મુસાફર અને ક્લીનર માથે હાથ દઈને ધરબાઈ ગયા..!

દિન પ્રતિ દિન એકબીજા ઉપર રોષ ઠાલવવાના બનાવો વધી રહ્યા છે. ગઈકાલે રાજકોટ શહેરમાં ઘણી બધી હત્યાના મામલાઓ સામે આવ્યા છે. જેમાંથી અમુક હત્યાના મામલા એવા બન્યા છે કે, જે સાંભળતાની સાથે જ એકા એક રુવાટા બેઠા થઈ જાય. રાજકોટ શહેરના કુવાવડા રોડ ઉપર ગ્રીનલેન્ડ ચોકડી આવેલી છે…

ત્યાં ક્રિષ્ના ટ્રાવેલ્સ નામની એક ખાનગી બસમાંથી એવી ચીજ વસ્તુઓ મળી આવી છે કે, જેને જોતાની સાથે જ બધા મુસાફરો મોઢે હાથ દઈ બેઠા હતા, તો ડ્રાઇવર અને ક્લીનર સહિતના લોકો હોશ ગુમાવી બેઠા હતા. હકીકતમાં એક મુસાફરે નીચે ઉતરતી વખતે બસની સીટમાંથી લોહી નીકળતા જોયું હતું..

ત્યારે તેણે બસના ડ્રાઇવર તેમજ ક્લીનરને આ ઘટનાની જાણ કરી હતી. ડ્રાઇવર અને ક્લીનરે બસના સોફા પાસે જઈને બારી ખોલીને જોવાનો પ્રયત્ન કર્યો તો અંદરથી એક વ્યક્તિની લાશ મળી આવી હતી. આ જોતાની સાથે જ બસમાં એકાએ ફાફડાટ મચી ગયો હતો. અન્ય મુસાફરો પણ હેબતાઈ ગયા હતા..

આ ઘટનાની જાણ એસીપી અને ડીસીપી અધિકારીઓને થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ લાશની તલાસી લેતા જણાવ્યું કે, તેના ગળાના ભાગે ખૂબ ઊંડા નીશાન સામે દેખાયા છે. એટલા માટે પોલીસે ડોક્ટરની ટીમ અને એફએસએલની મદદ લઈને આગળની તપાસ શરૂ કરી છે..

મૃત હાલતમાં મળેલી આ લાશ કોની છે. તેમજ તેને કોણે મારી નાખ્યો છે..? આ તમામ ઘટનાની જાણ મેળવાઈ રહી છે. આ બસ સુરત થી રાજકોટ તરફ મુસાફરી કરતી હતી. વધુ તપાસ કરતાં જણાવ્યું છે કે, આ લાશ જામનગરના ભોજાપડી ગામના યુવક પ્રવીણ વાઘેલાની છે. જેની ઉંમર ૩૪ વર્ષની છે..

પોલીસે બસમાં રહેલા સીસીટીવી કેમેરા તેમજ બસ જે જે જગ્યા ઉપર ઊભી રહી હતી. એ તમામ જગ્યા પરના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી શરૂ કરી દીધી છે. તેમજ ડ્રાઇવર ક્લિનર અને બસમાં સવાર મુસાફરોના પણ નિવેદનો નોંધવામાં આવ્યા છે. અને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ વ્યક્તિને બસની અંદર કોણે હત્યા કરી નાખી હશે. તેની જાણ પણ મેળવાય રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *