Breaking News

ખાનગી બસમાં મુકેલા સામાન નીચેથી નીકળી લોહીની ધાર, મુસાફરોએ ડ્રાઈવર-કંડકટરને બોલાવીને થેલો ખોલાવ્યો તો મળ્યું એવું કે ઉડી ગયા હોશ, રહસ્યમય કિસ્સો..!

એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવા માટે ઘણા બધા લોકો ખાનગી બસનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ રજાનો સમય નજીક આવતાની સાથે જ બસના ભાડા ખૂબ જ વધી જવાને કારણે મુસાફરો અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં પણ અત્યારે ખાનગી બસમાંથી એક એવી ઘટના સામે આવી છે કે, જેને જાણતાની સાથે જ મુસાફરોએ હડિયા પાટી મચાવી દીધી હતી..

તો કેટલાક મુસાફરના તો કાળજા પણ ફાટી નીકળ્યા હતા. આ ઘટનાએ ખાનગી બસમાંથી સામે આવી છે. આ બસમાં 45 વર્ષનો વિજય નામનો એક વ્યક્તિ ભોપાલથી બેતુલ જવા માટે બસમાં બેઠો હતો. તે મંદોસર જિલ્લામાં સિંદૂરિયા મંડી પાસે આવેલા પાટીદારની પેઢીમાં કર્મચારી તરીકે કામકાજ કરતો હતો..

આર્થિક રીતે તે ખૂબ જ તાણમાં ચાલતો હતો. તેની પાસે આ મુસાફરી કરવા માટેના પણ પૈસા હતા નહીં. એટલા માટે તેણે લોકોને આજે જે કરીને પૈસા ભેગા કર્યા અને આ બસમાં મુસાફરી કરવા માટે ચડી ગયો હતો. માંડ માંડ તેને લોકોએ 200 થી 300 રૂપિયા આપ્યા અને 45 વર્ષનો વિજય પોતાના ગામ બેતુલ જવા માટે આ બસમાં બેસી ગયો હતો..

પરંતુ ગામ આવે એ પહેલા જ તેની સાથે ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. આ બસમાં મુસાફરી કરનાર અન્ય મુસાફરો પોતાનો સામાન સીટ નીચે મૂકીને આરામ ફરમાવી રહ્યા હતા. કેટલાક લોકો સીટીંગ સીટ ઉપર બેઠા હતા. તો કેટલાક લોકો સ્લીપિંગ કોચમાં સુઈ ગયા હતા. એક જ બસમાં સ્લીપિંગ અને સેટિંગ બંને સીટોની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી..

જ્યારે સ્લીપિંગ સોફાની નીચે મુકેલો સામાન બહાર કાઢતી વખતે એક મુસાફરે એવું દ્રશ્ય જોઈ લીધું હતું કે, તેણે બસમાં ચીસા ચીસ કરીને બસ ઊભી રખાવા કહ્યું હતું. આ ઉપરાંત ડ્રાઇવર અને કંડકટરને બંનેને તેના સોફા પાસે બોલાવી લીધા હતા. જ્યારે ડ્રાઇવર અને કંડકટર ત્યાં પહોંચ્યા અને પૂછ્યું કે, તમે શા માટે ચીસા ચીસ કરો છો..

અને શા માટે બસને ઉભી રખાવી છે, ત્યારે તેઓએ જણાવ્યું કે, હવે થોડી જ વારમાં તેમનું સ્ટેશન આવવાનું છે. એટલા માટે તેઓ પોતાનો સામાન બહાર કાઢી રહ્યા હતા. એવામાં તેઓ એક સામાનના થેલાની નીચેથી લોહીની ધાર નીકળતી જોઈ છે. આ જોતાની સાથે જ તેઓ ખૂબ જ હચમચી ગયા હતા અને તેઓએ તેમને બોલાવી લીધા છે..

તાત્કાલિક ડ્રાઇવર અને કંડક્ટરે આ થેલાને બહાર કાઢ્યો હતો. અને છેલ્લાને ખોલતાની સાથે જ જે દ્રશ્ય જોયું તે જોઈને બસમાં એક હલ્લો મચી ગયો હતો. તો મુસાફરો માથે હાથ દઈને નીચે બેસી ગયા હતા. ડ્રાઇવર અને કંડકટર પણ મૂંઝવણમાં મુકાઈ ગયા કે, હવે શું કરવું જોઈએ, કારણ કે આ થેલાની અંદરથી વિજય નામના વ્યક્તિની લાશ મળી આવી હતી..

જે ભોપાલથી બેતુલ તરફ મુસાફરી કરી રહ્યો હતો. આ ઘટનાની જાણકારી જ્યારે બસના અન્ય મુસાફરોને થઈ ત્યારે તેઓ તાત્કાલિક બસની નીચે ઉતારવા લાગ્યા જવાને કારણે આસપાસથી પસાર થતાં અન્ય વ્યક્તિઓ પણ આ બસની અંદર શું થયું છે. તે જાણવા માટે પોતાના વાહન થોભાવીને ત્યાં આવી પહોંચ્યા હતા..

તો જોતામાં જ ત્યાં ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાઈ ગયા હતા. આ ઘટના સેંદુરજ વિસ્તાર પાસે બની હતી. તાત્કાલિક ધોરણે નજીકની પોલીસ ચોકી હતી. પોલીસની ટીમને પણ બોલાવી લેવામાં આવી હતી. તેમને આ ઘટનાની જાણકારી આપતા તેઓ પણ ખૂબ જ ચોંકી ઉઠ્યા તેઓએ તાત્કાલિક વિજયની લાશને બસમાંથી નીચે ઉતારી હતી..

અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ ઉપરાંત તેની પાસે રહેલા પુરાવાઓ ઉપરથી જાણકારી મળી કે, આ વ્યક્તિનું નામ વિજય છે. તેમજ તેઓએ તેના ભત્રીજા રોશનને કોન્ટેક્ટ કર્યો હતો. અને જણાવ્યું કે વિજયનું મૃત્યુ થયું છે. અને તેની લાશ બસના સોફા નીચે મુકેલા સામાનમાંથી મળી આવી છે..

આ વ્યક્તિને બસની અંદર કોણે પતાવી દીધો હશે..? આ ઉપરાંત તેને મારતી વખતે શું અન્ય કોઈ વ્યક્તિને જાણ પણ નહીં થઈ હોય કે શું..? આ ઉપરાંત ઘણા બધા સવાલો ચર્ચા વિચારણા કરવા માટે ઉદ્ભવ્યા છે. પરંતુ પોલીસ હાલ તપાસ ચલાવીને દરેક મુસાફરોને પૂછતા જ કરી તેમના નિવેદનો નોંધી રહી છે.

વિજય ભોપાલથી તો એકદમ સાજો બસમાં ચડ્યો હતો. પરંતુ પોતાનું સ્ટેશન આવે એ પહેલા જ તેની લાશ એક થેલામાંથી મળી આવી હતી. આટલી મોટી ઘટના કોઈના નજર માં ન આવી હોય તેવું બનવું ખૂબ જ મુશ્કેલ છે. એટલા માટે શકના આધારે પોલીસે કેટલાક મુસાફરોને એકાંતમાં બોલાવી પૂછપરછ કરવાનું નક્કી કર્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *