Breaking News

કેનાલ પાસે પક્ષીઓને ચણ નાખવા આવેલા પતિ-પત્નીએ કેનાલમાં યુવકને આપઘાત કરતા જોયો અને પછી તો જે થયું.. વાંચો..!

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આપઘાત કરવા માટે કંટાળી ગયેલા લોકો નદી તળાવ કે સરોવરને નિશાન બનાવવાને બદલે સરકારે બનાવેલી ખુલ્લી કેનાલમાં કુદકો લગાવીને જીવન ટૂંકાવી દેતા હોય છે. હકીકતમાં ખાતર ખૂબ જ ખોટી વાત છે કારણ કે મનમાં રહેલા પ્રશ્નો અને અન્ય કોઈ વ્યક્તિ સામે રજૂ કરવાથી તેનો ચોક્કસ નિવેડો આવે છે..

પરંતુ મનમાંને મનમાં અનેક પ્રશ્નોની મથામણ ઊંચકીને ટેન્શન લેવાથી કશું થતું નથી.. મનથી હારી ગયેલા લોકો અંતે આપઘાતનું પગલું ભરતા હોય છે. હાલ અમદાવાદ ગાંધીનગરની એક કેનાલ પાસે એક યુવકે આપઘાત કરવાનું મન બનાવી લીધું હતું. પરંતુ ભગવાને બચાવવા માટે બે લોકોને ચમત્કારિક રૂપે મોકલ્યા હતા.

હકીકતમાં નર્મદા નદીની મુખ્ય કેનાલ પાસે એ પતિ પત્નીની રોજની જેમ બપોરના સમયે પક્ષીઓને ચણ નાખવા માટે તેમજ માછલીઓને દાણા નાખવા માટે કેનાલ પાસે આવ્યા હતા. એ સમય દરમિયાન કેનાલ પરથી એક વ્યક્તિ કેનાલના પાણીમાં કૂદકો લગાવવા નું વિચારી રહ્યો હતો..

વારંવાર તે વ્યક્તિ કેનાલમાં પડવાની કોશિશ કરતો હતો પરંતુ કોઇને કોઇ કારણસર જે અટકી જતો હતો. તેને વ્યક્તિને તેનું મોત બોલાવતું હોય તેવી રીતે કશું જ વિચાર્યા વગર વારંવાર કેનાલમાં પડવાનો પ્રયાસ કરતો હતો. આ દ્રશ્ય ચણ નાખવા આવેલા પતિ પત્નીએ પોતાની નજરે જોયું હતું. અને તેઓએ આ વ્યક્તિને બચાવી લેવાનું મન બનાવી લીધું હતું.

પરંતુ આ વ્યક્તિ કોઈની વાત માનવા માટે રાજી ન હતો. અને અંતે તેણે કેનાલમાં કુદકો લગાવી દીધો હતો. ચણ નાખવા આવેલા દિનેશભાઇએ કેનાલમાં પડેલા વ્યક્તિને બચાવવા માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવાનું વિચાર્યું હતું. તેણે પોતાની પત્નીનો દુપટ્ટો લઈને આ યુવકને દુપટ્ટો આપવાની કોશિશ કરી હતી..

જેથી કરીને આ યુવક દુપટ્ટો પકડીને કેનાલમાંથી બહાર આવી શકે. પરંતુ આ કામ કરવાના બહાને કેનાલમાં કૂદી પડ્યો હતો. એટલા માટે ત્યાં દુપટ્ટો પકડી રહ્યો ન હતો છતાં પણ દિનેશભાઈ તેને ખૂબ સમજાવી રહ્યા હતા કે તું આ દુપટ્ટો પકડી ને કેનાલમાંથી બહાર નીકળી જા.. અંતે યુવકનું મન ડગી ગયું હતું..

અને તેણે દિનેશભાઈ આપેલો દુપટ્ટો પકડી લીધો હતો. અને કેનાલમાંથી હેમ ખેમ બહાર નીકળ્યો હતો.. દિનેશભાઈ એ પોતાના જીવને જોખમમાં મૂકીને કેનાલમાં નીચે ઉતર્યા હતા. અને આ યુવકને બચાવવાની કોશિશ કરી હતી. આ યુવકને જ્યારે તેઓએ દુપટ્ટો આપ્યો હતો એ સમય દરમ્યાન તેઓનો પગ લપસી ગયો હતો..

જેના પગલે તેવો ઇજાગ્રસ્ત થયા હતા. પરંતુ તેઓએ આ વ્યક્તિને બચાવી લીધો હતો. એટલામાં તો આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતાં. આ યુવકની સારસંભાળ માટે મથામણ કરવા લાગ્યા હતા. તેમાંથી કોઈ વ્યક્તિ આ યુવકને પાણી પીવડાવ્યું હતું. અને કોઈ સારા નાગરિકના કહેવાથી પોલીસને બોલાવી ને આ બાબતની જાણ તેઓએ કરી હતી..

પરંતુ પોલીસ આવે એ પહેલા બચાવેલો આ વ્યક્તિ તાત્કાલિક ધોરણે ત્યાંથી ભાગી ગયો હતો. એવું તો વ્યક્તિને શું થયું હશે કે તે આપઘાત કરવા માટે તૈયાર થઈ ગયો હતો.. પરંતુ તેનું મન થોડા થોડા સમયે ઝગમગી રહ્યું હતું. થોડો વાર કે આપઘાત કરવાનું મન બનાવતો હતો થોડીક વાર છે આપઘાત ન કરવા માટેનું મન બનાવતો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *