અજાણતા બનાવવામાં આજકાલનાં બાળકો ભોગ બનવા લાગ્યા છે. કારણકે માત્ર એક અઠવાડિયા પહેલાં જ તહેવારના સમય પર ગુજરાતના જુદા જુદા જીલ્લાઓમાંથી એક સાથે કુલ ૧૮ લોકોના ડૂબી જવાના મામલા સામે આવ્યા હતા અને એ પછી અમરેલીના લાઠી પાસે આવેલા દુધાળા ગામના એક તળાવમાં ન્હાવા પડેલા પાંચ મિત્રો એક સાથે ડૂબી જતાં પાસે પાંચ મિત્રોના મૃત્યુ થયા હતા.
જેના કારણે એક સાથે પાંચ પરિવારમાંથી અર્થી ઉઠી હતી. અત્યારે વધુ એક ડૂબી જવાને કારણે મૃત્યુ થવાનો બનાવ કચ્છના ભાચાઉ તાલુકાના ભવાનીપુર પાસેથી પસાર થતી નર્મદાની મેઇન કેનાલથી સામે આવ્યો છે. ભચાઉના મહારાણા પ્રતાપ ગેટ વિસ્તાર પાસે રહેતા અને ભચાઉની અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરતો હિતેશ અને તેનો મિત્ર પ્રવીણ બંને સ્કૂલે જતી વખતે નર્મદાની મુખ્ય કેનાલમાં હાથ-પગ ધોવા માટે નીચે ઉતર્યા હતા..
હાથ-પગ ધોઈને તેઓ ઉપર ચડતા હતા. એ દરમિયાન 15 વર્ષના હિતેશનો પગ લપસી જવાથી તે કેનાલમાં પડી ગયો હતો. અને તેને તરતા આવડતું હતું નહીં એટલા માટે ડૂબવા લાગ્યો હતો. આ દ્રશ્ય જોતાની સાથે જ હિતેશનો મિત્ર પ્રવીણ જોર જોરથી બુમ કરવા લાગ્યો હતો અને આસપાસના લોકોને મદદ બોલાવવા લાગ્યો હતો..
પરંતુ આસપાસના વિસ્તારોમાં અન્ય કોઈપણ વ્યક્તિ નજરે ચડયો હતો નહીં. એટલા માટે અંતે પ્રવીણ પોતેજ તેના મિત્ર હિતેશને બચાવવા માટે કેનાલના પાણીમાં કૂદી પડ્યો હતો. તેણે હિતેશને બચાવવા માટે ઘણી માથાકુટ કરી હતી. પરંતુ અંતે તેને પોતાના ડૂબી જવાનો ભઈ લાગતા અંતે તે કેનાલના પાણીમાંથી બહાર નીકળી ગયો હતો..
અને તેની નજર સામે તેનો મિત્ર હિતેશ કેનાલના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યો હતો. જ્યારે આ બાબતની જાણ આસપાસના તમામ લોકોને થઈ હતી. ત્યારે લોકોના ટોળેટોળા કેનાલ વિસ્તાર પાસે એકઠા થઇ ગયા હતા. તાત્કાલિક ધોરણે ફાયરની ટીમને બોલાવી લેવામાં આવી હતી..
કેનાલમાં હિતેશની શોધ કરવામાં આવી હતી. આ બાબતની જાણ પરિવારજનોને થતાં પરિવારજનો પણ કેનાલ પાસે દોડી આવ્યા હતા ફાયરના જવાનોએ ઘણા બધા કલાક મહેનત કરી ત્યાર પછી આ માસૂમ દીકરા હિતેશનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]