Breaking News

કેનાલમાં કચરું ફેંકવા આવેલા લારીવાળાએ કચરાની થેલી ઉંચી કરી તો ઉડી ગયા હોશ, તાત્કાલિક બોલાવી પડી પોલીસ અને પછી તો…!

ગામડાના વિસ્તારોમાંથી ઘણી બધી કેનાલ પસાર થાય છે. કેનાલ કાંઠેથી અવારનવાર એવા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા હોય છે. અને અત્યારે પણ વધુ કિસ્સો સામે આવી ગયો છે. શારદા સહાયક નહેર પાસે ડાબા સેભર ગામનો એક લારી વાળો યુવક કચરો ફેંકવા માટે ગયો હતો..

તે શાકભાજીનો વેપાર ચલાવતો હતો. અને વધેલી શાકભાજીને તે ફેકવા માટે કેનાલ પાસે ગયો હતો. કેનાલમાં કોઈપણ પ્રકારની કચરો અને ચીજવસ્તુ ફેંકવી એ ગેરકાયદેસર છે. છતાં પણ આ લારી વાળો યુવક ત્યાં કચરો ફેંકવા માટે પહોંચ્યો અને તે એવી ચીજ વસ્તુ જોઈ ગયો છે કે, તે જોતાની સાથે જ તેને પરસેવો છૂટી ગયો હતો..

ત્યારે તેણે આ ઘટનાની જાણ કરી ત્યાંથી પસાર થતાં અન્ય લોકોને આપી ત્યારે તેઓના પણ હોશ ઉડી ગયા હતા અને તાત્કાલિક પોલીસને ફોન કરીને બોલાવી લેવી પડી હતી. આ ઘટના ઉત્તર પ્રદેશના ફરીદાબાદ જિલ્લાની છે. ડાબા સેભર ગામ પાસેની નહેરમાં આ ચોંકાવનારો કિસ્સો સામે આવતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગયો હતો..

પોલીસે પૂછપરછ શરૂ કરી કે, અહીંયા શું થયું છે..? ત્યારે લારીવાળા યુવકે પોલીસને જણાવ્યું હતું કે, તે કચરો ફેંકવા માટે જ્યારે આ કેનાલ પાસે આવ્યો ત્યારે કેનાલમાં નીચે ઉતરતાની સાથે જ એક કચરાની થેલી ઊંચી કરીને જોયું તો તેની નીચેથી બે અજાણ્યા વ્યક્તિઓની લાશ મળી આવી છે..

આ સાંભળતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અને તાત્કાલિક ચેનલમાં નીચે ઉતરીને તપાસ ચલાવવામાં આવી હતી. જ્યાં બે યુવકોની લાશ દેખાઈ હતી. આ બંને યુવકોને ખૂબ જ ખરાબ રીતે મોતને ઘાટ ઉતારી દઈને ફેંકી દેવામાં આવ્યા હોય તેવું લાગતું હતું. એટલું જ નહીં તેમની બંનેની લાશ પણ કેનાલ કાંઠાના ઝાડી સલવાઈ ગઈ હતી..

એટલા માટે તે પાણીમાં વહી શકે નહીં અને ત્યાં ને ત્યાં જ પડેલી રહી પરિણામે લારીવાળા યુવક એ બંને લાશને જોઈ અને તમામ મામલો સામે આવ્યો હતો. આ બંને યુવક કોણ છે? તેમજ કયા ગામડાના છે.? તેમના નામ શું છે.? અને તેમને શા માટે તેને ઘાટ ઉતારીને અહીં ફેંકી દેવામાં આવ્યા છે..

આ ઉપરાંત તેમણે મારનાર વ્યક્તિ કોણ છે.? આ તમામ બાબતોના પ્રશ્નો હાલ ઉદ્ભવી રહ્યા છે. પરંતુ આ તમામ પ્રશ્નોમાંથી એક પણ પ્રશ્નનો જવાબ હજુ સુધી મળી શક્યો નથી. આ મામલે તપાસ ચાલવામાં આવે છે. અને આ તપાસમાં આ તમામ પ્રશ્નો અને સુલજાવવામાં આવશે અને આરોપી વ્યક્તિઓને કડકમાં કડક સજા પણ આપવામાં આવશે..

જ્યારે આ મામલો સામે આવ્યો હતો. ત્યારે શરૂઆતમાં તો સ્થાનિક પોલીસના અધિકારીઓ ત્યાં હાજર થયા હતા. પરંતુ જ્યારે જાણકારી મળી કે અહીં બે યુવકોની લાશ મળી આવી છે. ત્યારે એમ્બ્યુલન્સ અને ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમને પણ ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી હતી..

આ બંને યુવકોના લાશને હાલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. અને તેમના મૃત્યુ કયા કારણોસર થયા છે તે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે.ડાભા સભોર ગામના અન્ય વ્યક્તિઓ પણ ત્યાં આવી પહોચ્યા અને ત્યાં ઉભા ઉભા ચર્ચા વિચારણાને જોર આપતા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *