રોજ જુદાજુદા શહેરોમાંથી ખૂબ વધારે માત્રામાં અકસ્માતો સામે આવી રહ્યા છે. અકસ્માતમાં ઘણી બધી વાત લોકોના જીવ પણ જતા હોય છે. પરંતુ હાઇવે પર ડ્રાઇવર દ્વારા થતી નાની અમથી ચૂકને કારણે સમગ્ર યાત્રીઓને આ અકસ્માતનો ભોગ બનવું પડતું હોય છે. હાલ અકસ્માતનો હચમચાવી દે તો બનાવો આણંદ જિલ્લામાંથી સામે આવ્યો છે..
આણંદ જિલ્લામાં મણીલક્ષ્મીતીર્થ ધામ આવેલું છે. તેના દર્શન માટે લોકો દૂર દૂરથી આવી પહોંચતા હોય છે. એવામાં કર્ણાટકથી 10 થી 15 ભક્તો આણંદ આવેલા મણીલક્ષ્મીતીર્થના દર્શને આવ્યા હતા. તેઓ આણંદ ટ્રેન મારફતે આવ્યા હતા. રેલવે સ્ટેશનથી તેઓ તીર્થધામ દર્શન કરવા માટે મીની બસ મારફતે જતા હતા..
ત્યારે આણંદ બોરસદ હાઇવે ઉપર સવાર પાંચ વાગ્યાની આસપાસ તેઓને ખૂબ ગંભીર અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. જેમાં એક એસટી બસ અને તેમજ મીની બસ બંને ધડાકાભેર અથડાયા હતા. જેના કારણે અકસ્માત સર્જાઈ ગયું હતું. અકસ્માતમાં કુલ ૧૧ લોકોનો ભોગ લેવાયો હોવાની બાબત સામે આવી છે.
આણંદ જિલ્લામાં બોરસદ પાસે માણેજ ખાતે મણીલક્ષ્મીતીર્થ આવેલું છે. અકસ્માત જયારે બન્યો જ્યારે 108ની પાંચ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં મદદરૂપ બની હતી. જેમાં ચાર ઈજાગ્રસ્તને કરમસદ ખાતે આવેલી મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે..
જ્યારે સાત ઈજાગ્રસ્ત લોકોને બોરસદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આ તમામ ઇજાગ્રસ્તો પૈકી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાની પણ માહિતી મળી છે. આમ કુલ મળીને કુલ 11 લોકો આ અકસ્માતમાં ભોગ લેવાયો છે. પવિત્ર ધામના દર્શન કરવા જતી વખતે નડેલા અકસ્માતમાં તમામ લોકો કર્ણાટક ના રહેવાસી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]