કરિયાણું લઈને આવતા બાપ-દીકરાની બાઈકને ST બસે ટક્કર મારી, દીકરાની નજર સામે જ પિતાનું કરુણ મોત, ઓમ શાંતિ..!

અકસ્માતમાં આપણે કેટલે પરિવારને વિખાઈ જતા જોયા છે. રસ્તા પર થતી સહેજ અમથી ચૂકને કારણે કોઈ પરિવારજનોને તેમના કીમતી જીવ ગુમાવવાના વારા આવ્યા છે. હકીકતમાં દિન પ્રતિદિન ડ્રાઇવિંગને લગતી સમસ્યાઓ ખૂબ જ વધી ગઈ છે. પછી તે સરકારી વાહન હોય કે ખાનગી વાહન હોય.. મન ફાવે તેટલી ગતિએ ચલાવવાને કારણે કેટલાય લોકોના જીવ જોખમમાં મુકાઈ જતા હોય છે..

અકસ્માતના બનાવો છેલ્લા એક અઠવાડિયાથી ઓછા થયા હતા. પરંતુ હવે વધુ એક અકસ્માત સર્જાતા મૃત્યુનો બનાવ સામે આવી ગયો છે. આ અકસ્માતનો બનાવ નડિયાદના ઠાસરા પંથકમાંથી સામે આવ્યો છે. જ્યાં એસટી બસની ટક્કર લાગતા એક બાઈક સવારને મોતનો સામનો કરવાનો વારો આવ્યો છે..

ઠાસરા તાલુકાના એકલવેલું ગામમાં અમરસિંહ પરમાર પોતાના પરિવારજનો સાથે રહે છે. અમરસિંહ પરમાર તેમનો 18 વર્ષનો દીકરો પ્રકાશ કુમાર અને પ્રકાશ કુમારનો કુટુંબી સાળો મેહુલકુમાર આ ત્રણે વ્યક્તિઓ એક બાઈકના લઈને સાંજના સમયે ઠાસરા ખાતે બજારમાં અનાજ તેમજ ઘરનું કરિયાણું લેવા માટે ગયા હતા..

તેઓ અનાજ કરિયાણું લઈને પોતાના ગામ પરત ફરતા હતા. ત્યારે હાઇવે ઉપર તેઓને અકસ્માતનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ બાઈક પ્રકાશકુમાર પરમાર ચલાવી રહ્યા હતા. જ્યારે તેમની પાછળ પ્રકાશ કુમારના પિતા અમરસિંહ તેમજ પ્રકાશ કુમારના સાળા મેહુલભાઈ બેઠા હતા. તેઓ ઠાસરાના ઔરંગપુર ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા..

એવામાં સામેથી પુર ઝપટે આવતી એસટી બસ એ તેમની ત્રિપલ સવારી વાળી બાઇકને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે તેને જોનારા વ્યક્તિ પણ ચોકી ઉઠ્યા હતા. આ અકસ્માતમાં બાઈક નીચે ઘસડાઈ ગઈ હતી. જેમાં પાછળ બેઠેલા અમરસિંહ રત્નાભાઇ પરમાર ખૂબ જ ઈજા ગ્રસ્ત થયા હતા. આસપાસના લોકો એકઠા થઈ ગયા..

અને તેઓને તાત્કાલિક 108 ની મદદથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રકાશકુમાર અને મેહુલભાઈ ની સ્થિતિ સ્થિર થઈ ગઈ હતી. પરંતુ પ્રકાશ કુમારના પિતા અમરસિંહ રત્નાભાઇ પરમારનું ટૂંકી સારવાર બાદ તરત જ મૃત્યુ થતાં પરિવારજનો માથે ખૂબ મોટી આફત આવી પડી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment