કારણ જાણીને તમે પણ ચોંકી જશો કે જેના લીધે માતાએ આપઘાત કર્યા બાદ પિતા અને પુત્રી નદીમાં કુદી ગયા..

પતિને પત્ની તેમજ સાસુ અને પત્નીના ઝગડાઓ એટલી હદે વધી રહ્યા છે કે જેની ન પૂછો વાત.. રોજે રોજ મીડિયામાં અહેવાલો દેખતા હોઈ છે કે આજે આ વિસ્તારમાં સાસુ અને વહુનો મોટો ઝગડો.. અરે આ કિસ્સાઓમાં મારામારી સુધી પહોચતા પણ વાર નથી લાગતી.. આજે સુરતમાં ફરીવાર પતિ પત્નીના કેસમાં જીવન ટૂંકાવી દેવાનો કિસ્સો સામે આવ્યો છે..

જૂનાગઢના લીલવા ગામનો તળાવિયા પરિવાર સુરતમાં ઘણા વર્ષોથી વસવાટ કરે છે. ઘરના મોભી સંજયભાઈ તળાવીયા સુરતના સરથાણા વિસ્તારમાં વ્રજભૂમિ વિસ્તારમાં રહે છે. સંજયભાઈ પોતે રત્નકલાકાર છે. સંજયભાઈના પોતાની પહેલી પત્ની જલ્પા સાથે 2018 ના વર્ષમાં ડિવોર્સ થયા હતા.

જેનાથી તેમને 7 વર્ષની દીકરી જીયા હતી. ડિવોર્સ બાદ જિયા પિતા સાથે રહેતી હતી. થોડા સમય બાદ સંજયે રેખા નામની મહિલા સાથે બીજા લગ્ન થયા હતા. સંજયની 32 વર્ષીય બીજી પત્ની રેખાના પણ અગાઉ છૂટાછેડા થયા હતા અને રેખાને પહેલાં લગ્નથી એક પુત્ર હતો.

પરંતુ જીયાને સાચવવાના મુદ્દે બંને પત્ની પતિ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. જેથી રેખાબેને બુધવારે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. સાવકી દીકરીને લઇ થતાં પતિપત્ની વચ્ચે ઝઘડો થતા પત્નીએ ઝેર ગટગટાવ્યું હતું. ત્યારે જેલ ન જવાની બીકે પતિએ પુત્રી સાથે નદીમાં ઝંપલાવ્યું હતું. પિતા સામે પુત્રીની હત્યાનો ગુનો નોંધાયો છે.

પત્નીએ આપઘાત કરતા પતિ હૈયાફાટ રૂદન કરીને 7 વર્ષની પુત્રીને લઇને તાપી નદીમાં કુદ્યો હતો. જેમાં માસુમ પુત્રીનું મોત નિપજ્યુ છે અને પિતા સારવાર હેઠળ છે. પત્નીની આત્મહત્યા જોઈને સંજય ગભરાઈ ગયો હતો. પોતાને જેલ થશે તે ડરે તેણે પણ આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો. દીકરી જીયાને લઈને તે તાપી નદીમાં આત્મહત્યા કરવા પહોંચ્યો હતો.

સવજી કોરાટ બ્રિજ પર તેણે હૈયાફાટ રુદન કર્યું હતું, જેના બાદ તે દીકરી જીયાને લઈને નદીમાં કૂદ્યો હતો. પરંતુ સંજયને નદીમાં ડૂબતા જોઈ સ્થાનિક લોકો મદદે આવ્યા હતા. પિતા પુત્રીને નદીમાં બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યા માસુમ જીયાનું પાણીમાં ડૂબીને મોત નિપજ્યુ હતું.

મોડી સાંજે ફાયર બ્રિગેડની જીયાનો મૃતદેહ મળ્યો હતો. સંજય તળાવિયાનો જીવ બચ્યો હતો, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. માતાપિતાના ઝઘડામાં એક માસુમ દીકરીનો જીવ લેવાયો હતો. આખરે આ માસુમનો શુ વાંક હતો કે, તેની પહેલી માતા તેને છોડીને જતી રહી હતી.

બીજી માતે તેને મારતી હતી. માસુમ જીયાને લઈને પતિ પત્ની રોજ ઝઘડતા હતા. કાપોદ્રા પોલીસે રેખાબેનનાં મોત મામલે અકસ્માત મોત અને સંજય તળાવીયા વિરુદ્ધ જીયાની હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment