Breaking News

કપલના લેપટોપ બેગમાંથી સિંહનું કપાયેલું માથું બહાર આવ્યું, કારણ જાણી ધ્રુજી જાશો…

આજે સમગ્ર વિશ્વમાં લોકો રૂપિયા ની પાછળ આંધળી ડોટ મૂકી રહ્યા છે રૂપિયા માટે તો લોકો કોઈપણ કાર્ય કરવામાં માટે મંજુર થઈ જતા હોય છે આપણી આસપાસ ના જ કેટકેટલાય તમે જોયા અને સાંભળ્યા જ હશે આવી ઘટનાઓ માં મુખ્યત્વે જો જોવામાં આવે તો કોઈનો અંગત સ્વાર્થ ની ભાવના અને રૂપિયા ના લોભ થી ન કરવામાં કામો લોકો કરી બેસતા હોય છે.

આજે આ લેખ માં કંઈક એવી જ ઘટના સામે આવી છે જે વાંચી તમે પણ એક ઘડી તો ચોંકી જ જશો પ્રાણી અને વન્યપ્રેમી લોકો તો ઘણા બધા અંશે દુઃખી થયા છે મિત્રો આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો જ કારણે ઘટનાની ગંભીરતા જ કંઈક એવા પ્રકાર ની સામે આવી છે વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો વાત કંઈક એવી છે,

આજે પણ વિશ્વમાં ઘણા લોકો કાળા જાદુમાં વિશ્વાસ કરે છે. તાંત્રિકોની જાળમાં ફસાઈને લોકો ઘણું નુકસાન કરે છે. સાઉથ આફ્રિકામાં પોલીસને એક દંપતીના કોથળામાંથી સિંહનું માથું મળી આવ્યું છે. આ પછી ત્યાં સનસનાટી મચી ગઈ હતી. આ માથું એક તાંત્રિકને વેચવા જતાં દંપતીને પોલીસે પકડી પાડ્યું હતું.

તાંત્રિક આ માથામાંથી કાળા જાદુની દવા બનાવવા જતો હતો. સિંહના કપાયેલા માથાના બદલામાં તાંત્રિક યુગલને 18 લાખ આપવાના હતા. ધ સનના સમાચાર મુજબ, પોલીસે તાંત્રિકને મળે તે પહેલા જ કપલને પકડી લીધું હતું. વાસ્તવમાં, પોલીસને દંપતીના હાવભાવમાં કંઈક ગરબડ હોવાની શંકા હતી. આ પછી પોલીસે,

વચેટિયા મારફત દંપતી સાથે મુલાકાત કરાવી અને મામલો બહાર આવ્યો. આ દંપતીની ઓળખ 59 વર્ષીય જોસેફ મોદીમ અને 54 વર્ષીય એમિલી મશાબા તરીકે થઈ હતી. બંને પોતાની સાથે બેગમાં સિંહનું કપાયેલું માથું લઈને જતા હતા. પોલીસે નેશનલ એન્વાયર્નમેન્ટલ મેનેજમેન્ટ બાયોડાયવર્સિટી એક્ટ 2004 હેઠળ દંપતીની ધરપકડ કરી હતી. 

હજુ સુધી એ જાણી શકાયું નથી કે દંપતીએ આ માથું શિકારી પાસેથી ખરીદ્યું હતું કે દક્ષિણ આફ્રિકાના શેરોનના ગેરકાયદેસર ફાર્મમાંથી. તમને જણાવી દઈએ કે આ દેશમાં સિંહની ખેતી કરવામાં આવે છે. આમાં જે સિંહોને પાળવામાં આવે છે, બાદમાં તેમની હત્યા કર્યા બાદ તેમના હાડકાં વેચવામાં આવે છે. નેશનલ પ્રોસિક્યુટીંગ ઓથોરિટીના પ્રવક્તા હેનરી મામોથેમના જણાવ્યા અનુસાર,

દંપતી એક તાંત્રિકની શોધમાં હતું. જ્યારે ટીમને ખબર પડી કે એક યુગલ પૂરજોશમાં તાંત્રિકને શોધી રહ્યું છે, ત્યારે તેમને શંકા ગઈ. આ પછી પોલીસે દંપતીની પૂછપરછ કરી. પહેલા તો બંને હચમચી ગયા. જ્યારે પોલીસે તેની પાસે બેગ માંગી તો તેણે બેગ બતાવવાની ના પાડી. આ પછી પોલીસની શંકા વિશ્વાસમાં ફેરવાઈ અને તેઓએ કપલને કસ્ટડીમાં લીધા.

જ્યારે દંપતીની બેગની તપાસ કરવામાં આવી ત્યારે પોલીસના હોબાળો મચી ગયો હતો. તેની થેલીમાં સિંહનું કપાયેલું માથું હતું. કડક પૂછપરછમાં દંપતીએ સમગ્ર હકિકત જણાવી. દંપતીએ જણાવ્યું કે તેઓ આ માથું એક તાંત્રિકને વેચવાની તૈયારી કરી રહ્યા હતા. આ માથામાંથી કાળો જાદુ કરી શકાય છે. તે તેણે સાંભળ્યું હતું. તેના બદલામાં તેને લગભગ 18 લાખ રૂપિયા મળશે. હાલ બંનેની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *