Breaking News

કપાતર દીકરાએ માં-બાપને કહ્યું કે, ‘ આજે તો તમને બંનેને ઘા મારીને પતાવી દેવા છે’ અને પછી કર્યો એવો કાંડ કે જાણીને ચોંકી જશો..!

આ કળિયુગના સમયમાં કોઈ કોઈનું નથી. એ વાક્ય હવે ધીમે ધીમે સત્ય પડતું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે એક પરિવાર બીજા પરિવાર સાથે કોઈ બાબતને લઈને ઝઘડો કે મારામારી ઉપર ઉતરી આવતો હોય છે. પરંતુ હવે તો પરિવારના સભ્યો અંદર લડાઈ ઝઘડો કરવા લાગ્યા છે. કોઈ પણ પ્રકારના સંબંધોનું ભાન ભુલાવીને લોકો એવી હરકતો કરે છે કે, જેની ન પૂછો વાત…

ગુજરાતના જામનગરમાંથી એક સગા દિકરાએ પોતાના મા બાપને જાનથી મારી નાખવાની વાતો કરી હતી. અને ત્યારબાદ તેણે જે કર્યું તે જોઈને સૌ કોઈ લોકોના ડોળા ફાટી ગયા છે. તો પરિવારજનોના પગ નીચેથી જમીન ખસી ગઈ છે. અને વિચારમાં મુકાઈ ગયા છે કે, આખરે આ મારો જ દીકરો છે કે શું..?

કારણ કે પોતાના ખોળે જ જન્મેલા દીકરાએ માતા-પિતાને માન સન્માન છીનવીને ન કરવાના કાંડ કરી બેસ્યા છે. જામનગરમાં એક પરિવાર રાજી ખુશીથી જીવન જીવતો હતો. પરંતુ તેનો અપરણિત દીકરો લાંબા સમય થયા બાદ પણ કોઈપણ પ્રકારનું કામ ધંધો કરતો હતો નહીં. અને દિન પ્રતિ દિન તેનું મગજ ખૂબ જ ખરાબ થતું હોય તેવું તેના પિતાને લાગી રહ્યું હતું..

એક દિવસ આ દીકરાના માતા પિતાએ તેના દીકરાને કહ્યું કે, ઘરમાં વધારાની લાઈટ ખૂબ જ ચાલુ રહે છે. એટલા માટે તું એ લાઈટને બંધ કરી દે જેથી કરીને વધારે લાઈટ બિલ ન આવે અને વગર કામના રૂપિયા ખર્ચ ન કરવા પડે.. બસ એટલું કહેતા ની સાથે જ તેનો નફટ પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો અને તેના માતા પિતાને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યો હતો..

આ દીકરાનું નામ જીગર હતું. તેને તેના પિતા સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. અને તેની સગી માતાને મન ફાવે તેવી ગાળો પણ આપી હતી. તેણે એક પણ વાર વિચાર કર્યો નહીં કે, આ મારા સગા માતા પિતા છે કે, જેણે મને નાનપણથી જ ઉછેર કરીને મોટો કર્યો છે. તેમજ તેને મારી દરેક ઈચ્છાઓ અને દરેક જીદને પૂરી કરી છે. અને હવે હું તેમને ગાળો આપવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા જઈ રહ્યો છું..

જો તેણે આ વિચાર કર્યો હોત તો ક્યારેય આ બનાવ સામે આવ્યો ન હોત. વાતમાં તેનો દીકરો આટલો બધો ઉશ્કેરાઈ ગયો કે, તેણે તેના પિતા ઉપર હુમલો પણ કરી દીધો હતો. અને શરીર ઉપર ઢીકાપાટાનો ગડદામાર મારી દીધો હતો. આ ઉપરાંત તે બોલતો હતો કે, આજે તો તમને બંનેને શરીરના ઘા મારીને મારે પતાવી દેવાના જ છે..

એમ કહીને તે તેના માતા-પિતાને ધમકી આપતો રહ્યો અને ઢોર મારતો રહ્યો. આ દીકરાનું મગજ કેટલી હદે ખરાબ થઈ ગયું હશે કે, માત્ર નાની અમથી વાતને લઈને તે ગુસ્સે ભરાઈ ગયો હતો. અને પોતાના મા બાપ ને મારવા પર ઉતરી આવ્યો હતો. કળિયુગના સમયમાં આ કપાતર પુત્રને લઈને માતા-પિતા ડિવિઝન પોલીસ મથકે હાજર થઈને પોતાના જ પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે..

તેઓએ વિચાર્યું કે તેના દીકરાને સીધો દૂર કરવા માટે પોલીસનો સહારો લેવો પડશે. એટલા માટે તેઓએ મારપીટની ફરિયાદ નોંધાવીને પોતાના દીકરા સામે જ કાર્યવાહી કરવાના આદેશો આવ્યા છે. હકીકતમાં કોઈ પણ મા-બાપ એવું નથી ઇચ્છતું કે, તેમનો દીકરો કોઈ ખરાબ કારનામા કરે તેમ જ કાળા ધંધા સાથે જોડાઈ..

દરેક માતા-પિતા પોતાના બાળકોનું ખૂબ જ ભલું ઈચ્છે છે. પરંતુ ભગવાન આવો કપાતર અને નફટ પુત્ર કોઈ પણ વ્યક્તિને ન આપે કે જે પોતાના માતા-પિતાનો જીવ લેવા ઉતરી પડે. આ બનાવ સામે આવ્યા બાદ સૌ કોઈ લોકો ચોંકી ઉઠ્યા છે, તો કોઈ વ્યક્તિ આ બનાવ ને લઈને માં-બાપને સલાહ સૂચન આપી રહ્યા છે કે સમયે સમયે દીકરા દીકરીઓને ભવિષ્યની રાહ બતાવતી વેળાએ ટોકવા જોઈએ જેથી કરીને ભવિષ્યમાં ખરાબ પરિણામો ભોગવવા ન પડે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *