સીંગતેલના ભાવો શેરબજારની જેમ રોજ ઉપર-નીચે થઈ રહ્યા છે. થોડા થોડા દિવસે વધારો નોંધાતાની સાથે જ ગૃહિણીઓની આંખો ફાટી નીકળી જાય છે. જ્યારે રોજના વધારાની સામે ઘટાડો માત્ર નજીવો નોંધાઇ છે. સિંગતેલના ભાવ મગફળીના ભાવ પર આધારિત હોય છે. મગફળીના ભાવમાં દર વર્ષે થોડો થોડો વધારો થાય છે..
પરંતુ સિંગતેલના ભાવ થોડા થોડા નહીં પરંતુ એક સામટા વધવાથી ગૃહિણીઓના બજેટ ભાંગી પડે છે. છેલ્લા એક મહિનાની અંદર સિંગતેલના ભાવ અંદાજે પાંચ થી છ વખત વધ્યા છે. જેમાં એક સાથે જ વધારો કરવામાં આવે છે. છેલ્લા બે દિવસની અંદર સિંગતેલના ભાવમાં અંદાજે 30 રૂપિયાનો વધારો થયો છે.
એટલે કે સીંગતેલના ડબ્બા નો ભાવ 2750 રૂપિયા થઈ ગયો છે. આ ભાવ આશરે બે મહિના પહેલા 2200 થી 2400 રૂપિયા હતો. માત્ર બે મહિનાની અંદર અંદર 300 થી 400 રૂપિયાનો વધારો નોંધાતા મધ્યમ વર્ગીય પરિવારને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.
મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. રોજ રોજ થતા ભાવ વધારાને કારણે લોકોને ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી ખાદ્યતેલના ભાવમાં ખાસ વધારો નોંધાયો હતો નહીં. તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ મહિનાથી બે મહિના સુધી સ્થિર રહ્યા હતા.
કારણ કે ભારતના અમુક રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી હતી. જો સરકાર ભાવ વધારો કરે તો તેની સીધી અસર ચૂંટણી પર થાય છે.. એટલા માટે સરકારે ભાવ વધારો કર્યો હતો નહીં. પરંતુ ચૂંટણી જતાની સાથે જ સરકારે એક સામટો ભાવ વધારો ઝીંકી દીધો છે. જેમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રોજ ૮૦ થી ૯૦ પૈસા સુધી વધવા લાગ્યા છે.
જ્યારે ખાદ્યતેલના ભાવમાં એક સામટો 50 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. એટલા માટે પેટ્રોલ અને ડીઝલ ઉપરાંત સીએનજી અને એલપીજી ગેસ બાદ ખાદ્ય તેલના ભાવ પણ આસમાનની ઉંચાઈઓ અડકી રહ્યા છે. કપાસિયા અને સિંગતેલમાં આશરે 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]