Breaking News

કંકોત્રી આપી પરત ફરતા વરરાજાનું અકસ્માતમાં મોત..! જે ગામે જાન જવાની હતી ત્યાં જ સર્જાયો અકસ્માત.. ઓમ શાંતિ..!

ગુજરાતમાં લગ્ન પ્રથા પહેલા પોતાના લગ્નનું આમંત્રણ સ્નેહીજનોને તેમજ પરિવારજનોને ઘરે જઈને આપવામાં આવતું હોય છે. લગ્નની કંકોત્રી લગ્નના થોડા દિવસ અગાઉ દરેક વ્યકિત આ લોકોના ઘરે પહોંચાડી દેવામાં આવતી હોય છે. આબુ રોડ પરના માવલ ગામમાં શંકર ભાઈ હરજી ભાઈ રબારી રહે છે…

તેમની ઉંમર ૨૨ વર્ષની છે. તેમના લગ્ન હોવાથી તેઓ તેમના ફોઈ ના દિકરા થાનાભાઈ રબારી સાથે પોતાના લગ્નની પત્રિકા વહેંચવા માટે ગયા હતા. થાનાભાઈ રબારી ઓર તાલુકામાં રહે છે. તે પોતાના મામાના દીકરા શંકરભાઈ સાથે બાઈક પર કંકોત્રી વાંચી ને ઘરે આવી રહ્યા હતા.

એ સમયે આબુ રોડ પર આવેલા ચંદ્રાવતી પુલ ઉપર પાછળથી પૂરઝડપે એક અજાણ્યા વાહને આવી ને ટક્કર મારી હતી. જેના પગલે તેઓની મોટરસાયકલ ફંગોળાઈ ગઈ હતી. જેમાં શંકર રબારી પુલ પરથી નીચે પટકાયો હતો. જ્યારે થાના રામ રબારી પુલ સાથે લટકેલી હાલતમાં મળ્યો હતો.

આકાશમાં એટલો ભયાનક હતો કે જોનારા લોકો હજુ પણ આ શોકમાંથી બહાર આવ્યા નથી. અજાણ્યા વાહને ટક્કર મારતા શંકર રબારી કે જે ગણતરીની કલાકોમાં જ ફેરા ફરવા માટે જવાનો હતો તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે તેના ફોઈ નો દીકરો થાના રામ રબારી પણ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો.

લગ્નની કંકોત્રી વેચીને ઘરે પરત આવતા અકસ્માત નડ્યો હતો. જેના કારણે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. કારણ કે જે ઘરેથી થોડા જ સમયમાં નીકળવાની હતી તે ઘરેથી હવે દીકરા ની અર્થી ઉઠી છે. પરિવારના દરેક સભ્યો ખૂબ આઘાત માં ચાલ્યા ગયા છે. તેમજ શંકર રબારી ના સાસરીયા પક્ષ વાળા લોકો પણ ખૂબ શોકમાં છે.

કારણકે તેઓને દીકરી ને લેવા આવનાર ઓવર હવે આ દુનિયામાં રહ્યો નથી. શંકરના વિધવા ફોઈનો એકનો એક દીકરો થાના રામ રબારી પણ અકસ્માતમાં મૃત્યુ પામતાં તેમના પરિવાર પર આભ ફાટી નીકળ્યું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *