Breaking News

કમોસમી વરસાદે તૈયાર પાકની પથારી ફેરવી નાખતા ખેડૂતે કરી લીધો આપઘાત, દીકરા-દીકરીના લગ્ન માટે લીધેલા ઉધાર રૂપિયા કુદરત ખાઈ ગઈ..! ઓમ શાંતિ..

ખેતીના મોટાભાગના વ્યવસાય કુદરત ઉપર આધારિત છે, કુદરતની ઈચ્છા હોય તો ખેડૂતોને કોઈપણ પ્રકારના વિધ્નો વગર સારો પાક ખેતરમાંથી ઉતરી આવે છે, પરંતુ જો કુદરતની ઈચ્છા ન હોય તો એક પાંદડું પણ હલતું નથી. અત્યારે એક ખેડૂત માટે ખૂબ જ મોટી આફત ત્રાટકી પડી હતી..

એ છેલ્લા કેટલાક સમયથી દેશના જુદા-જુદા વિસ્તારોમાં વરસાદ અને બરફ પણ પડી રહ્યો છે, જેના કારણે ખેતર ની અંદર તૈયાર થયેલા પાકોને નુકસાન થઈ જવા પામ્યું છે. ચારે બાજુએથી એવા ઘણા બધા બનાવો સામે આવ્યા હતા કે, જેમાં ખેતરની અંદર પાક તૈયાર કરીને ગોઠવવામાં આવ્યો હતો અને બસ ત્યાંથી પાકને લઈને વેચવા માટે જાય એટલી જ વાર હતી અને એવામાં વરસાદ..

ભયંકર વાવાઝોડા સાથે ત્રાટકી જતા ઘણા ખેડૂતોના ખેતર અને ખેદાન મેદાન કરી નાખ્યા હતા, ખેતરમાં તૈયાર કરેલા પાકનું નુકસાન જવાને કારણે બિચારા મધ્યમ વર્ગીય ખેડૂતો ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. એવામાં અત્યારે એક ખેડૂતને ખુબ જ મોટું નુકસાન થતા તેણે તેમના ખેતરની અંદર કીટનાશક દવા પીઈને આપઘાત કરી લીધો છે..

આ બનાવ રાજસ્થાનના બુંદી પાસે આવેલા તાલેડાનો છે, અહીં 60 વર્ષના પૃથ્વીરાજ બેડવા નામના વ્યક્તિ બાજળ ગામની અંદર તેમના પરિવાર સાથે રહે છે. અને તેમની ત્રણ વીઘા જમીનની અંદર તેઓએ ઘઉંનો પાક લીધો હતો, આ ઉપરાંત તેમનો 29 વર્ષનો દીકરો મનીષ અને તેમની મોટી દીકરીના લગ્નનો સમય નજીક આવવાને કારણે તેઓએ 8 લાખ રૂપિયા વ્યાજે લઈ રાખ્યા હતા..

તેઓએ વિચાર્યું કે, આ ઘઉંનો પાક વેચતાની સાથે જ તે વ્યાજની રકમ ચૂકવી દેશે અને તેના દીકરા અને દીકરીના લગ્ન પણ થઈ જશે, પરંતુ આ પાકને વેચવા માટે ખેડૂત જાય એ પહેલા તો વરસાદ ત્રાટકી જતા દીકરા અને દીકરીના લગ્ન માટે લીધેલા ઉધાર રૂપિયા કુદરતે ખાઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી..

આ બંને બાબતોને લઈને પૃથ્વીરાજ બૈરવા નામના ખેડૂત ખૂબ જ ચિંતિત બની ગયા હતા અને એક દિવસ તે સવારના 10:00 વાગ્યા આસપાસ તેમના ખેતરે ગયા અને ત્યાં તેમણે કીટનાશક દવા પીઈને આપઘાત કરી લીધો હતો, સાંજના સમય સુધી પણ જ્યારે પૃથ્વીરાજ ભાઈ તેમના ઘરે ના આવ્યા ત્યારે તેઓ વિચારમાં મુકાઈ ગયા કે આખરે પૃથ્વીરાજ ભાઈ ક્યાં ગયા હશે..?

એવામાં તો પૃથ્વીરાજ ભાઈના પાડોશી ખેતરના વ્યક્તિએ પૃથ્વીરાજ ભાઈ ને મૃત હાલતમાં તેમના ખેતરની અંદર પડેલા જોઈને તાત્કાલિક પૃથ્વીરાજ ભાઈ ના દીકરા મનીષને જાણકારી આપી હતી કે, તેના પિતા નું ખેતરમાં અવસાન થઈ ગયું છે. અને તેઓએ કીટનાશક દવા પીઈને આપઘાત કર્યો હોય તેવું લાગી રહ્યું છે..

આ સમાચાર સાંભળતા સૌ કોઈ લોકો ખેતરે દોડી આવ્યા હતા, ત્યારબાદ નજીકના પોલીસ સ્ટેશનને પણ જાણકારી પહોંચાડી દેવામાં આવી હતી કે પૃથ્વીરાજ ભાઈનું આપઘાત કરી લેવાને કારણે મોત થયું છે, પોલીસે તાત્કાલિક ધોરણે પંચનામુ બનાવીને પૃથ્વીરાજ ભાઈની લાશનો પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી આપી હતી..

અને ત્યારબાદ તેમના પરિવારજનોને પણ સોંપી દેવામાં આવી છે, તેમને થોડા સમય પહેલા 8 લાખ રૂપિયા તેમના ગામના એક વ્યક્તિ પાસેથી લીધા હતા. પરંતુ તેમની તમામ ખેતી નિષ્ફળ જવાને કારણે પૃથ્વીરાજ ભાઈ ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા. તેઓ વિચારવા લાગ્યા કે તેમના દીકરાને દીકરીના લગ્ન માટે તેઓએ રૂપિયા લીધા હતા, એ રૂપિયાને હવે તેવું કેવી રીતે ચૂકવશે..?

વગેરે જેવી મુશ્કેલીમાં મુકાઈ જવાને કારણે તેઓએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધો હતો, ખેડૂતો સાથે હંમેશા કોઈને કોઈ બનાવો બનતા રહે છે. કારણ કે, જો ખેતરમાં પાક સારા પ્રમાણમાં નીકળ્યો હોય તો તેમને પાકના સારા ભાવ મળતા નથી અને જો સારા ભાવ મળતા હોય તો કુદરતી આફતો ત્રાટકી જવાને કારણે તેઓ બરાબર ખેતી કરી શકતા નથી..

હકીકતમાં આવી ઘટના જ્યારે સામે આવે છે ત્યારે શહેરમાં રહેતા લોકોને પણ અંદરખાને ફાફડાટ મચી જતો હોય છે, બિચારા ખેડૂતના દુઃખ વિશે સાંભળતાની સાથે જ સૌ કોઈ લોકોના રુવાટા એકા એક બેઠા થઈ ગયા હતા. અત્યારે કુદરતી આફતોને કારણે ઘણા બધા ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *