Breaking News

કાળમુખા અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના કમકમાટી ભર્યા મોત થતા છવાઈ ગયો માતમ, ઓમ શાંતિ..!

જેમ જેમ વાહનોની હેરાફેરી વધી રહી છે તેમ અકસ્માતો પણ ખૂબ જ બની રહ્યા છે. આજકાલ અકસ્માતની ઘટના ખૂબ જ સામે આવી રહી છે. દિવસેને દિવસે ઘણા બધા વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે અને અકસ્માત જો પરિવારના લોકો સાથે સર્જાય તો એકસાથે પરિવારના ઘણા વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે.

આજકાલ લોકો પોતાનું વાહન ઉતાવળમાં ચલાવીને બીજા લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના અમદાવાદ-ભાવનગર હાઈવે પર આવેલા અઠેલા ચોકડી પાસે રાતના સમયે બની હતી. જેમાં એક ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો.

કારમાં જાલોરમાં ભીનમાલના મોરસીમ ગામમાં રહેતો એક જૈન પરિવાર મુસાફરી કરી રહ્યો હતો. પરિવારમાં પાંચ લોકો કારમાં મુસાફરી કરી રહ્યા હતા. તેઓ ભાવનગર પાસેથી પસાર થઈ રહ્યા હતા. કારમાં બેઠેલા પાંચ વ્યક્તિઓમાં બે મહિલા, બે યુવકો અને એક બાળક હતો. જેમાં પરિવારના નરેશ જૈન અને તેમની માતા પુષ્પાદેવી બેઠા હતા.

તેમની સાથે તેમની બહેન અને બનેવી તેમજ બહેનનો દીકરો બેઠા હતા. તેમના બનેવીનું નામ મહાવીર જૈન હતું અને તેમની પત્નીનું નામ રમીલા હતું. તેમના દીકરાનું નામ જૈનમ હતું. મહાવીર જૈન 40 વર્ષની ઉમરની હતી અને તેમની પત્ની રમીલાની ઉંમર 31 વર્ષની હતી. તેમના દીકરા જૈનમની ઉંમર 9 વર્ષની હતી.

તેમની સાસુ પુષ્પા દેવીની ઉંમર 60 વર્ષની હતી અને સાળા નરેશની ઉંમર 32 વર્ષની હતી. મહાવીર અમદાવાદમાં વિરાટનગરમાં આવેલા કેપી ફ્લેટમાં રહેતા હતા અને તેઓ પોતાના નાનાભાઈ સાથે રહેતા હતા. તેમના માતા પિતા ગામમાં મોરી સીમમાં રહેતા હતા. તેમના પિતાનું નામ રતનલાલ હતું અને તેમની માતાનું નામ લુની દેવી હતું.

મહાવીર જૈનના પિતાની ઉંમર 65 વર્ષની હતી અને તેમનો નાનો ભાઈ અપરણીત હતો. મહાવીર જઈને ત્રણ સંતાનો હતાં, જેમાં બે પુત્રી અને એક પુત્ર હતો. એક દીકરાને તેઓ સાથે લઈ ગયા હતા અને બીજા બે દીકરી અને એક દીકરાને તેના નાના ભાઈ પાસે મૂકીને આવ્યા હતા કારણ કે બંનેની શાળા ચાલુ હતી અને પરીક્ષા ચાલી રહી હતી.

જેના કારણે બંને ભાઈ બહેન તેના કાકા સાથે રહ્યા હતા. મહાવીર જૈન તેમની પત્ની તેમનો એક દીકરો અને તેમની સાળા અને સાસુ સાથે ગુરુ મહારાજના આશીર્વાદ કરવા પાલીતાણા મંદિરે ગયા હતા અને ત્યાંથી તેઓ પરત આવી રહ્યા હતા. ત્યારબાદ તેમની સાસુ પુષ્પા દેવી અને નરેશ જૈન મુંબઈ જવા રવાના થવાના હતા.

નરેશના લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા જેને કારણે તેની પત્ની ગર્ભવતી હતી અને તે ડીલેવરી માટે બિહાર ઈન્દોરમાં હતી. તેઓ પાલીતાણાથી પોતાના ઘરે અમદાવાદ તરફ આવી રહ્યા હતા તે સમયે અચાનક જ અમદાવાદ ભાવનગર હાઇવે પર આવેલી અઠવાલા ચોકડી પાસે ટ્રક સાથે તેમની કાર અથડાઈ હતી. જેના કારણે ટકકર લાગતા કાર પલટી મારી ગઈ હતી.

તેમાં બેઠેલા દરેક વ્યક્તિઓને ઈજા થઈ હતી. આ અકસ્માત સર્જાતા આસપાસના લોકો તરત જ 5 વ્યક્તિઓને બચાવવા માટે દોડી ગયા હતા પરંતુ તેઓના મૃતદેહને બહાર કાઢતા મૃત્યુ થઈ ગયા હતા. પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તે સમયે સ્થાનિકોના મોટે-મોટા ટોળા જોવા મળી રહ્યા હતા.

તમામ લોકોના મૃત્યુ થઈ ગયા હતા જેના કારણે પોલીસે મહાવીર જૈનના પરિવારને આ ઘટનાની જાણ કરી હતી તેમનો એક દીકરો આર્યન અને હેમાંશી પરીક્ષા હોવાને કારણે અમદાવાદમાં તેમના કાકાની સાથે રોકાયા હતા જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. મહાવીરના માતા પિતાને આ ઘટનાની જાણ થતા તેઓ આ આઘાતમાં આવી ગયા હતા.

અને નરેશ જૈનની પત્ની ગર્ભવતી હતી અને તેને પણ તેના પતિ સાથે આ ઘટના બની ગઈ હોવાને કારણે તે આઘાતમાં આવી ગઈ હતી આજ આવી ઘટના બની જતા એક જ પરિવારના પાંચ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા. જેને કારણે પરિવારના બીજા લોકો ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા પિતાના મોત બાદ સગાભાઈઓ સંપતિના ભાગ પાડવાની બાબતે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા જ થયું એવું કે પરિવારની જિંદગી બગડી ગઈ..!

સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *