કળિયુગી વહુ તેના પતિ અને સસરા ઉપર લાકડી લઈને તૂટી પડતા ઢાળી દીધું ઢીમ, જાણો માથાભારે મહિલાએ શા માટે આ પગલું ભર્યું..!

નાના વિવાદમાં જ ખૂબ જ મોટું પરિણામ આવી બેસે એવા કિસ્સાઓ વારંવાર સામે આવે છે. વિવાદ માત્ર નાની વાતથી શરૂ થયો હોય અને તે ખૂબ જ મોટા પરિણામો ઉપર આવી પહોંચતો હોય છે. ત્યારબાદ ઘણા બધા વ્યક્તિઓને પસ્તાવો પણ થાય છે. પરંતુ એકવાર ઘટના ઘટી ગયા બાદ તેને ઘટનાને લઇ બચાવવાનો પણ કોઈ પણ અર્થ નથી..

અત્યારે ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં એક પતિ પત્ની વર્ષો વર્ષના દુશ્મન હોય તેવી રીતે ઝઘડી પડ્યા હતા. મેગા પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે આવેલા દિલમાંજ ગામમાં ફૂલાદેવી તેમજ તેનો પતિ કુંવરસેન છેલ્લા ઘણા સમયથી વસવાટ કરે છે. આ બંને પતિ પત્ની વચ્ચે ઘણા લાંબા સમયથી વિવાદ ચાલતો હતો..

નાની નાની બાબતોને લઈને પતિ પત્ની ખૂબ જ ઝઘડી પડતા હતા. એક વખત ખૂબ જ મોટો ઝઘડો થયો અને ફૂલાદેવી પોતાના પિયર રહેવા માટે ચાલી ગઈ હતી. પરંતુ તેના મનમાં તેના પતિ ઉપરનો ગુસ્સો ઓછો થયો નહીં, તે એક દિવસ તેના ભાઈ તેમજ તેના કાકાને લઈને પોતાને સાસરે આવી પહોંચી હતી. .

અને ધમકી આપવા લાગી ત્યારબાદ તે તેના પતિ કુવરસેન ઉપર લાકડી લઈને તૂટી પડી હતી. આ સાથે સાથે ફુલાદેવીનો ભાઈ અને ફુલા દેવીના કાકા પણ તૂટી પડ્યા હતા. જ્યારે જોરથી બચાવો.. બચાવો.. ની બૂમો પાડવા લાગ્યો. આ બુમોને સાંભળતા જ કુંવરસેનના પિતા મૂળચંદ કે જેમની ઉંમર 75 વર્ષની છે..

તેઓ તેમના દીકરાને બચાવવા માટે આડા ઉતર્યા હતા. એવામાં ફુલાદેવી તેના 75 વર્ષના સસરાને પણ ઢોરમાર મારવા લાગી. લાકડા ઉપર લાકડા મારી દેતા મૂળચંદભાઈ ઘટના સ્થળે નીચે પડી ગયા હતા. તેની હાલત ખૂબ જ ગંભીર હતી. આ બનાવ બન્યા બાદ ફૂલા દેવી ધમકી આપીને ઘટના સ્થળેથી ભાગી ગઈ હતી. મૂળચંદની હાલત ખૂબ જ ગંભીર જણાતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા..

જ્યાં ટૂંકી સારવાર બાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દેતા કુવરસેને તેની પત્ની ફૂલાદેવી ઉપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અને જણાવ્યું છે કે, ફૂલાદેવી તેના ભાઈ અને તેના કાકા સાથે સાસરે આવી પહોંચી હતી. અને અમારા ઉપર ધોકા વડે ઢોર માર્યો છે. આ સાથે સાથે મારા 75 વર્ષના પિતાજીને પણ ઢોરમાર માર્યો હતો..

જેના કારણે તેમનું મૃત્યુ થયું છે. પોલીસે ફરિયાદ નોંધીને જરૂરી તપાસ ચલાવી છે. અને આ બાબતનું મૂળ શું છે તે જાણવામાં પણ મથામણ કરી રહી છે. પોલીસે આ જીવલેણ હુમલો કરનાર ફૂલાદેવી તેમજ ફુલાદેવીનો ભાઈ અને ફુલાદેવીના કાકા આ ત્રણેય વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે.

તેઓ પોલીસને આપીને ભાગવાની કોશિશ કરતા હતા પરંતુ પોલીસની મજબૂત પકડમાંથી તેઓ ભાગી શક્યા નથી. હાલ તેઓ સામે કડકમાં કડક પૂછતો જ શરૂ કરવામાં આવી છે અને જલ્દીથી જલ્દી જ આ કેસને સુલજાવામાં આવશે તેવી ખાતરી પણ આપી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment