Breaking News

અંબાલાલ બાદ 40 વર્ષથી આગાહી આપતા કાળાભાઈ ભૂરાભાઈ હડમતીયાવાળાએ આપી વરસાદથી જળ હોનારતની મોટી આગાહી, ખેડૂતો ખાસ વાંચે..!

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ચામડી બાળતો તડકો પડી રહ્યો છે પરતું હવે તડકો નબળો પડીને વાદળ બંધાવાનું જોર પકડાઈ રહ્યું હોઈ તેવું લાગી રહ્યું છે કારણ કે ગુજરાતના વાતાવરણમાં એકાએક જ તડકાનું પ્રમાણ ઘટી ગયું છે, જયારે બીજી બાજુ કાચા મકાનના પતરા ઉડાડી નાખે તેવા આંધી પવનો ફૂંકાવાના શરુ થઈ ગયા છે.

છેલ્લા 2 દિવસથી દક્ષીણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ પવન ફૂંકાવાના શરુ થયા છે અને હવે આવનારા 3 દિવસ બાદ જ વરસાદી સીસ્ટમ સક્રિય થઈ જશે તેવી આગાહી ગુજરાતના હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગે આપી છે. અંબાલાલ પટેલની આગાહીથી સૌ કોઈ લોકો પરિચિત છે, તેઓની મોટા ભાગની આગાહી સાચી જ પડે છે..

અને હવે અંબાલાલની આગાહીને આંટી મારે તેવા કાળાભાઈ ભૂરાભાઈ હડમતીયાવાળા કે જેઓ ખુબ જાણીતા હવામાનશાસ્ત્રી છે અને છેલ્લા 40 વર્ષથી આગાહી આપીને ખેડૂતોને વાવણી અને વરસાદ અંગેના સાચા સંકેતો આપે છે તેઓએ અત્યારે આગાહી આપી દીધી છે. આગાહી જણાવતા પહેલા અમે કાળાભાઈ ભૂરાભાઈ હડમતિયાવાળાનો પરિચય તમને જણાવી દઈએ..

તેઓ સક્રિય હવામાન નિષ્ણાંત છે તેમજ ખેતી વિષયક બાબતોમાં 40 વર્ષનો મોટો અનુભવ રહેલો છે. તેઓ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજી તાલુકાની અંદર હડમતીયા ગામ આવેલું છે ત્યાંના વતની છે. તેમનું આખું નામ કાળાભાઈ ભૂરાભાઈ આહીર ( હડમતિયાવાળા ) છે. તેઓએ ભૂતકાળમાં આપેલી તમામ આગાહીઓ સાચી પડી છે.

તેઓએ આજથી 10 વર્ષ પહેલા જ્યારે રાજ્યમાં વરસાદ વરસ્યો ન હતો ત્યારે સરકારે દુકાળ જાહેર કરી દીધો હતો પરતું એ સમયે તેઓએ ખેડૂતોને આગાહી કરતા જણાવી દીધું હતું કે આપડે માત્ર 5 જ દિવસ રાહ જોવી પડશે અને ત્યાર બાદ સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસવા જઈ રહ્યો છે. અને એ આગાહી મુજબ મુશળધાર વરસાદ થયો હતો અને ખેડૂતો રાજીના રેડ બની ગયા હતા..

અને હવે આ વર્ષે તેઓએ આગાહી આપતા જણાવી દીધું છે કે ચોમાસું કેવું રેહશે તેમજ ક્યાં ક્યાં પખવાડિયામાં વરસાદ વધારે થશે અને ક્યા પખવાડિયામાં વાવણીના સારા સંકેતો રહેલા છે. તેઓએ કીધું છે કે ગુજરાતમાં ચોમાસાની સીસ્ટમ 25 તારીખ બાદ શરુ થવા જઈ રહી છે. તેમજ જેઠ મહિનાની શરૂઆતમાં એટલે કે 2 જુન થી લઈને 15 જુન સુધી સારા વરસાદના એંધાણ દેખાઈ આવ્યા છે.

તેમજ ત્યારબાદના પખવાડીયામાં એટલે કે 15 જુન થી 30 જુન સુધી પવનની આંધીની સાથે તોફાની વરસાદ હાહાકાર મચાવશે તેવી આગાહી વ્યક્ત કરી છે. જેઠ બાદ અષાઢ મહિનામાં વરસાદ ધીમો રહેશે અને અષાઢ ઉતરતો જશે તેમ તેમ વરસાદ જોર પકડશે અને ગુજરાતના તમામ વિસ્તારોને વરસાદ ધમરોળી નાખશે, નદી-નાળા છલકાઈ જશે..

એટલે આ વર્ષે ચોમાસું એકંદરે સારું રેહશે અને ખેડૂતોને વાવણી બાદ સમયે સમયે સારો વરસાદ મળી રેહશે જેના કારણે પાકમાં નુકસાન થવાની કોઈ ભીતિ રહેલી નથી. હોનારત અને જળ સંકટ આવી પડે તેવો તોફાની વરસાદ અષાઢ મહિના બાદ વરસે તો નવાઈ નહી. તેઓની આ આગાહીને દરેક ખેડૂત મિત્રોએ સ્વીકારી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ગુજરાતમાં ચોમાસું આગળ વધતું અટકી ગયું, ખેડૂતો વાવણી કરતા પહેલા ખાસ વાંચી લે આ આગાહી…

ગુજરાતમાં કાળઝાળ ગરમી ધીમે-ધીમે ઓછી થવા લાગી છે. જ્યારે ગુજરાતના અમુક જીલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *