Breaking News

કાળાભાઈ હડમતિયાની મોટી આગાહી : આ દિવસે જ શરુ થઈ જશે પવન સાથે ભારે વરસાદ ચાલુ, ખેડૂતો ખાસ વાંચી લે આ આગાહી..!

ઝગઝગારા મારતા તડકાની વચ્ચે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં વાતાવરણમાં એકાએક પલટો નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, ડાંગ, ભરૂચ અને નર્મદામાં તડકાનું પ્રમાણ ખૂબ જ ઓછું થયું છે. અને પવનની ગતિ વધી ગઈ છે. પૂર ઝડપે પવન ફૂંકાવા લાગ્યો છે. જેના પગલે વાતાવરણમાં ઘટાડો નોંધાયો છે..

તો બીજી બાજુ અમદાવાદ, ખેડા, આણંદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં તડકો પોતાનો કહેર વરસાવી રહ્યો છે. બપોરના સમયે તાપમાન એટલું બધું ઊંચું ચાલ્યુ જાય છે કે લોકો પોતાના ઘરમાં પૂરાઈ રહેવા માટે મજબૂર બની ગયા છે. હાલ ગુજરાતના હવામાન નિષ્ણાતો તેમજ હવામાન વિભાગે પણ આગાહી આપીને જણાવી દીધું છે કે ગુજરાતમાં 25 તારીખ થી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ રહી છે..

તેમજ છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ વરસવા જઈ રહ્યો છે. જેમાં વધુ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં રહેલી છે. તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં પણ હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો બીજી બાજુ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિસ્તારમાં તડકાનું પ્રમાણ વધારે છે. તેમજ ત્યાં હવામાનમાં કોઈ પલટો નોંધાયો નથી. એટલા માટે ત્યાં તો ચોમાસાની શરૂઆત જૂન મહિનાની શરૂઆતમાં એટલે કે જેઠ મહિનાની શરૂઆત થતાંની સાથે જ શરૂ થઈ જશે..

અમદાવાદમાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રીએ પહોંચી ગયો છે. પાછળના 10 વર્ષની સરખામણીમાં જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસુ બેસવાની તારીખ અંદાજે 10 જૂનથી લઈને 20 જુનની વચ્ચે રહેલી છે. એટલે કે આ દસ દિવસની અંદર અંદર ચોમાસુ બેસી જતું હોય છે. પરંતુ આ વખતે દક્ષિણ ગુજરાતના ભાગમાં વહેલું ચોમાસું બેસી જશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

જાણીતા હવામાન નિષ્ણાંત કાળાભાઈ ભુરાભાઈ આહિર હડમતીયા વાળા એ આગાહી આપતા જણાવી દીધું છે કે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, અને કચ્છમાં મહિનાની શરૂઆત થતાની સાથે જ ચોમાસું બેસી જશે. તેમજ ૧૫ જૂન થી જુલાઈ 28 જૂનની વચ્ચે ખૂબ સારો વરસાદ નોંધાયો છે.

હાલ ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધી ગયું છે. જેના પગલે બંગાળાની ખાડી તેમજ અને નિકોબાર ટાપુઓમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી છે. આ સાથે સાથે કર્ણાટક અને કેરળના દરિયા કિનારામાં પણ આ એક્ટિવિટી અસર દેખાય છે. જેના પગલે પાછળના બે દિવસની અંદર અંદર મુંબઈ તેમજ ગોવા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો..

અને હવે એ અસર ધીમે ધીમે ગુજરાતમાં પ્રવેશવા જઈ રહી છે એટલે કે પ્રિમોન્સૂન એક્ટિવિટી ગુજરાત તરફ આગળ વધી રહી છે અને 25 તારીખ બાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ થવાની પુરેપુરી શક્યતા રહેલી છે. ભારતના પૂર્વ રાજ્યોમાં ચોમાસુ શરૂ થઇ ગયુ છે. જેમાં બિહાર, આસામ રાજ્યોમાં આટલો બધો વરસાદ પડી ગયો છે કે જેના કારણે ઓછામાં ઓછા ૧૦ લાખ લોકો પોતાનો ઘર તેમજ સાધનસામગ્રી ગુમાવી ચૂક્યા છે..

અને લોકો બેઘર થઈ ગયા છે. આસમમાં પૂર ફાટી નીકળ્યો છે. તો બિહારમાં પણ ક્યાંક વીજળી પડવાને કારણે તેમજ ક્યાંક અતિભારે વરસાદ થવાને કારણે કુલ ૫૭ લોકોના મૃત્યુ થયા છે. બિહારમાં વીજળી પડવાના કારણે 30 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે કર્ણાટકમાં પણ ૯ લોકોના મૃત્યુ થયા છે. આ તમામ રાજ્યોમાં NDRFની ટીમને તહેનાત કરી દેવામાં આવી છે. વરસાદ એટલો બધો વરસી ચૂક્યો છે કે જેની કોઈ સીમા નથી. જેના પગલે આખા ને આખા ગામ ડૂબી ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ગુજરાતમાં ચોમાસું આગળ વધતું અટકી ગયું, ખેડૂતો વાવણી કરતા પહેલા ખાસ વાંચી લે આ આગાહી…

ગુજરાતમાં કાળઝાળ ગરમી ધીમે-ધીમે ઓછી થવા લાગી છે. જ્યારે ગુજરાતના અમુક જીલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *