Breaking News

કાળા ડીબાંગ વાદળોમાંથી 3 ઇંચ વરસાદની સાથે સાથે માછલીઓ પણ વરસી, દ્રશ્ય જોતા જ લોકોના ડોળા આવી ગયા બહાર..!

ગુજરાતમાં ચોમાસાનું આગમન થતાંની સાથે જ તમામ જિલ્લાઓમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. જેના 24 કલાકની અંદર અંદર 111 તાલુકાની અંદર ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ અરવલ્લી જિલ્લાના ધનસુરામાં ખાબક્યો છે. ધનસુરાની અંદર ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ઠેર ઠેર પાણી જ પાણી દેખાઈ આવ્યું છે.

એક બાજુ આકાશમાં કાળાડિબાંગ વાદળો વરસાદ વરસાવી રહ્યા હતા. તેની સાથે સાથે એ કેવી અજીબ ઘટના બની છે કે જે જોતાની સાથે જ ગામના તમામ લોકો ખૂબ જ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. તો ઘણા લોકો અને આ દ્રશ્ય જોતાની સાથે જ પરસેવો છૂટી ગયો હતો. ઉત્તર ગુજરાતના દિશામાં વરસાદની સાથે સાથે આકાશમાંથી માછલીઓનો પણ વરસાદ થયો હતો..

આ બાબત સાંભળીને તમે કદાચ વિચારમાં મુકાઇ જો કે આકાશમાંથી કેવી રીતે માછલી વરસી શકે. પરંતુ આ એક સત્ય વાત છે. અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેની સાથે સાથે આકાશમાંથી માછલીઓ પણ નીચે ટપોટપ પડી રહી હતી. માછલીઓ નીચે પડતાની સાથે જ તે મૃત્યુ પામતી હતી.

ભલભલા લોકોને આશ્ચર્યમાં મૂકી દે તેવી એક ઘટના ડીસાના ભીલડી પંથકમાં આવેલા એક ખેતરમાં બની છે. ડીસાના ખેતરના માલિક બાબુભાઇ દેસાઇનું કહેવું છે કે, તેમના ખેતરમાં વરસાદની સાથે સાથે માછલીઓ પણ વરસી છે. આ ઉપરાંત ગામના અન્ય લોકોએ પણ આ કુતૂહલ જોવા માટે બાબુભાઈના ખેતરો સુધી પહોંચી ગયા હતા..

ખેતરની આસપાસ પાંચ કિલો મીટરના એરિયામાં કોઇપણ નદી કે કોઈપણ તળાવ આવેલું નથી. તો આ માછલીઓ ક્યાંથી આવી છે. એ બાબતને લઈને સૌ કોઈ લોકો મૂંઝવણમાં મુકાઇ ગયા હતા. પરંતુ બાબુભાઈ દેસાઈએ જણાવ્યું કે તેઓએ તેમની નજરની સામે જ માછલીઓને આકાશમાંથી ટપોટપ નીચે પડતા જોઈ છે..

માછલીના વરસાદની જોવા માટે ગામજનો બાબુભાઈના ખેતર સુધી પહોંચી ગયા હતા. ચોમાસા દરમિયાન કુતૂહલ જાય તેવી જુદી જુદી ઘટનાઓ જુદાજુદા વિસ્તારમાંથી સામે આવતી હોય છે. હાલ આ ઘટનાએ સમગ્ર ગુજરાતના લોકોને ચોંકાવી દીધા છે. તો બીજી બાજુ હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા જણાવી દીધું છે..

કે ૨૪ કલાકની અંદર રાજ્યના તમામ તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ વરસવા જઈ રહ્યો છે. આ ઉપરાંત થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી પણ શરૂ થઈ ગઈ છે. જેથી કરીને લોકોને ગરમીથી રાહત મળી જશે. અને વરસાદનું જોર એકાએક વધી જશે. છેલ્લા 24 કલાકની અંદર અંદર ધનસુરા, માણસા, ચોટીલા, વિજયનગર, મોડાસા, સિધ્ધપુર, નડિયાદ, રાધનપુર, પાટણ, વઢવાણ, જામજોધપુર, અંજાર, દોતીવાડા, બગસરા…

દિયોદર, રાણપુર, ભુજ, જસદણ, તલોદ, જામનગર, બોરસદ, લખતર, ઓલપાડ, સોનગઢ, ચોર્યાસી, સાયલા, ધાનેરા, નખત્રાણા, જંબુસર, જૂનાગઢ, સાંતલપુર, અંકારા,  ખેરગામ, લુણાવાડા, નસવાડી, વીરપુર, માંગરોળ, લાલપુર, છોટાઉદેપુર, સિનોર, ખેડા, બોટાદ, નવસારી, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, પાલનપુર, જાંબુઘોડા, હિંમતનગર, કડી, લીમડી, વાસંદા, મહેમદાવાદ, બાવળા, જાફરાબાદ, કુકરમુંડા…

ભિલોડા, ઉમરેઠ, ધંધુકા, પ્રાંતિજ, માંડલ, અંજલી, વિરમગામ, થાનગઢ, માલપુર, અંકલાવ, જેતપુર, રાજકોટ, સરસ્વતી, ઊંઝા, વિછીયા, તળાજા, કપડવંજ, લીમખેડા, મહુવા, જામકંડોરણા, ઉપલેટા, તેમજ ધોરાજી અને ધોળકા તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી ચૂક્યો છે.

આ ઉપરાંત ગુજરાતના હવામાન અને હવામાન વિભાગે પણ જણાવી દીધું છે કે આગામી ત્રણ દિવસની અંદર અંદર રાજ્યની અંદર વાતાવરણ ખૂબ જ અંધકાર રહેશે. એટલે કે વાદળ છાયું વાતાવરણ રહેશે. જેના કારણે ૨૪ કલાકમાં તમામ જિલ્લાઓમાં ભયંકર વરસાદ પડી શકે છે. હાલ મેઘરાજા ચારે કોર ધમધોકાર વરસાદ વરસાવી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *