કડકડતી ઠંડીના ઠુંઠવાઈ ગયેલી હાલતમાં સુતેલા ઘરડા દાદા સાથે થયું એવું કે અડધી રાત્રે મોઢામાંથી બરાડા ફાટી ગયા, પડોશીઓ ઉઘાડા પગે દોડતા થયા..!

કડકડતી ઠંડીની અંદર નાની ઉંમરના બાળકો તેમજ મહિના વ્યક્તિઓ માટે ખૂબ જ મુશ્કેલીઓ ઊભી થઈ જાય છે, કારણ કે આ કડકડતી ઠંડી સામાન્ય વ્યક્તિથી પણ સહન થતી નથી, તો ઘરડા વ્યક્તિઓ માટે તો વાત જ જુદી છે. અત્યારે નાની ટીટડી ગામની અંદર રહેતા પુરુષોત્તમભાઈ નામના 68 વર્ષના ઘરડા દાદા સાથે એવી ઘટના બની જવા પામી છે..

જેને જાણ્યા બાદ આસપાસના પડોશીઓની પણ ઊંઘ ઉડી ગઈ હતી અને તેઓ અડધી રાત્રે દોડતા થયા છે. આ ગામની અંદર પુરુષોત્તમ દાદા એકલવયુ જીવન જીવે છે. તેમના બંને દીકરાઓ શહેરમાં નોકરી ધંધો કરે છે. તેમજ પુરુષોત્તમ દાદાના પત્નીનું 60 વર્ષની ઉંમરે જ અવસાન થઈ ગયું હતું..

ત્યારથી પુરુષોત્તમ દાદા એકલા જ રાંધીને એકલા જ ઘરની અંદર રહે છે, એક દિવસ સાંજના સમયે તેઓ ભોજન લીધા બાદ થોડો સમય માટે આસપાસના પડોશીઓ સાથે બેસવા માટે આવ્યા હતા. અને ત્યારબાદ તેઓ પોતાને ઘરે સુવા માટે ચાલ્યા ગયા હતા. આસપાસના પડોશીઓ તેમનો ખૂબ જ ધ્યાન રાખતા હતા..

કારણ કે, આ ઘરડા દાદા સ્વભાવના ખૂબ જ સારા હતા અને અડધી રાત્રે પુરુષોત્તમ દાદા જોર જોરથી બૂમ બરાડા કરીને જેસા ચીસા ચીસ કરતા હોય તેવો અવાજ આવવા લાગતા આસપાસના પડોશીઓ ઊંઘમાંથી જાગી ગયા અને ઉઘાડા પગે તાબડતોબ ત્યાં દોડતા થયા હતા અને જાણવાની કોશિશ કરી કે, પુરુષોત્તમ દાદાને એવું તો શું થયું છે કે, તેઓ બુમાબૂબ કરવા લાગ્યા છે..

જ્યારે તેઓ પુરુષોત્તમ દાદાના ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં પુરુષોત્તમ દાદા જમીનની નીચે ઢળી પડ્યા હતા અને તેમને માથાના ભાગે ઈજા પહોંચી હતી. ઠંડીની અંદર ઠુંઠવાઈ ગયેલી હાલતમાં સૂતેલા આ ઘરડા દાદાને એવું તો શું થયું હશે કે, તેમણે માથાના ભાગેથી લોહી નીકળવા લાગ્યું છે..

તેમને તાબડતોબ અડધી રાત્રે પડોશીઓ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમની હાલત સ્વસ્થ થતા તેઓએ જણાવ્યું કે, તેમના ઘરે કેટલાક ચોર લૂંટારાઓ ઘુસી આવ્યા હતા અને આ ચોર લૂંટારાઓ તેમના જ ગામમાં રહેતા બેરોજગાર યુવકો હોવાનું તેઓનું અનુમાન છે..

તેઓએ કહ્યું કે આ ત્રણથી ચાર યુવકો તેમના ઘરે ખુશી આવ્યા અને તેમની લાકડાની પેટડી માંથી કિંમતી સામાન ચોરી કરીને જતા રહ્યા છે અને જ્યારે પુરુષોત્તમ દાદા ઊંઘ માંથી જાગી ગયા અને આ ચોર લુટારાને રોકવાની કોશિશ કરી તો આ લૂંટારા હોય તેમને ધક્કો મારીને નીચે પાડી દીધા હતા..

68 વર્ષની ઉંમરે તેમનામાં આટલું બધું બળ ન હોવાને કારણે તેઓ આ લૂંટારાને રોકી શક્યા નથી અને તેઓ બુમ બરાડા પાડવા લાગ્યા પરંતુ આસપાસના પડોશીઓને તેમના ઘર સુધી પહોંચવામાં મોડું થઈ જતા લુંટારા તો ત્યાંથી ભાગી ચૂક્યા છે. પરંતુ પુરુષોત્તમ દાદા અત્યારે બિલકુલ સ્વસ્થ થયા છે..

તેઓએ તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી પહોંચાડી દીધી કે, તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ છે. જેમાં તેઓએ સાચવેલા જમીનના કાગળિયા તેમજ તેમની બંને દીકરીઓ માટે રાખેલું સોનુ પણ ગાયબ થઈ ગયું છે. આસપાસના પડોશીઓનું કેવું છે કે, લુટારાઓ નક્કી કોઈ નજીકનો જ વ્યક્તિ હોવો જોઈએ..

કારણ કે, બહારના વ્યક્તિને એવી ખબર હતી નહીં કે, પુરુષોત્તમ દાદા એકલવાયું જીવન જીવે છે. એટલા માટે તેમના જ ગામનો કોઈ નજીકનો યુવક આ ચોરી પાછળ જોડાયેલો હોવો જોઈએ. શંકાસ્પદ વ્યક્તિઓના આધારે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પરંતુ જ્યારે આ ઘટના બની ત્યારે એકાએક અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો..

આ ઘરડા દાદા એકલવાયું જીવન જીવે છે. જ્યારે ઘટનાની જાણકારી તેમના શહેરમાં રહેતા દીકરાઓ સુધી પહોંચી છતાં પણ તેમના દીકરાઓ વતનમાં આવીને પોતાના પિતાની સાર સંભાળ રાખવા માટે તૈયાર નથી. જે આજના સમયનો ખૂબ જ મોટો અને ચોકાવનારો પ્રશ્ન છે. પુરુષોત્તમ દાદાના પડોશમાં રહેતા લોકોનું કહેવું છે કે, અત્યારના કેટલાક લોકોને પૈસા દેખાતા તેઓ તેમના માતા-પિતાને ભુલાવી દે છે. જે ખૂબ જ ખોટી બાબત છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment