અડધી રાત્રે કાચી ઊંઘમાંથી જાગીને દીકરો બોલ્યો કે, ‘પપ્પા હું સવારે મરી જઈશ’ અને સવાર પડતા જ થયું એવું કે માં-બાપનો ભગવાને પણ સાથ મૂકી દીધો..!

જીવનમાં સુખ અને દુઃખની ઘડીઓ તો આવતી જતી રહેતી હોય છે, પરંતુ જે વ્યક્તિ ખૂબ જ ઊંડા દુઃખની અંદર સપડાઈ ગયો હોય તેને આ દુઃખની ઘડીમાંથી બહાર નીકળવામાં ખૂબ જ લાંબો સમય નીકળી જતો હોય છે. અત્યારે એક પરિવાર તેના દીકરાને લઈને ખૂબ જ ચિંતાતુર હતો કારણ કે, તેના દીકરાને ખૂબ જ ગંભીર બીમારી હતી..

અને હવે તો તેની સાથે એવું થઈ ગયું હતું કે, જેના શબ્દો સાંભળવાની સાથે તમારા પણ રુવાટા એકા-એક બેઠા થઈ જશે, આ મામલો બિલાસપુરના ચંદ્રિકા નગરનો છે. અહીં રાકેશપ્રસાદ ભાઈ નામના હોલસેલના વેપારી તેમના પરિવારજનોની સાથે રહે છે. તેમનો સાત વરસનો દીકરો અમન છેલ્લા ત્રણ વર્ષથી ખૂબ જ ગંભીર બીમારીની અંદર સપડાઈ ગયો છે..

તેને ચોથા લેવલનું કેન્સર હતું, તેની સારવાર માટે પરિવારજનો ઘણા બધા રૂપિયા ખર્ચ નાખ્યા છતાં પણ તેની સ્થિતી સ્વસ્થ ન થતા હવે પરિવાર ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. તેઓ દિવસ રાત વિચાર કરતા કે, તેમનો દીકરો જલ્દી સ્વસ્થ થઈ જાય તો સારું. ડોકટરે પણ જણાવી દીધું હતું કે, હવે તમારો દીકરો લાંબુ જીવન જીવી શકશે નહીં અને માત્ર થોડા સમયની અંદર જ મૃત પામવા જઈ રહ્યો છે..

અમન હવે થોડા જ દિવસ જીવવાનો છે, તેમ વિચારીને પરિવારના દરેક સભ્યો તેની સાથે ખૂબ જ લાડ પ્રેમથી વર્તન કરતા અને હવે આખો દિવસ તેની સાથે સમય વિતાવવા લાગ્યા હતા, તેની દરેક નાની ચીજ વસ્તુઓની પણ તેની માતા દેખરેક રાખતી હતી. એક દિવસ તેના પિતાની સાથે રાત્રિના સમયે સુઈ રહ્યો હતો..

ત્યારે અચાનક જ અડધી રાત્રે કાચી ઊંઘમાંથી જાગીને બેઠો થઈ ગયો અને તેના પપ્પાને કહેવા લાગ્યો કે, પપ્પા હું સવારે મરી જઈશ. ત્યારે રાકેશપ્રસાદે જણાવ્યું કે, બેટા આપણે ક્યારેય પણ આવી વાત કરવી જોઈએ નહીં. અમનને કદાચ મનોમન સપનું આવ્યો હશે કે, હવે તે લાંબુ જીવન જીવવાનો નથી..

એટલા માટે અચાનક જ તે બેઠો થયો અને તેના પિતાને આ વાત જણાવી હતી. આ શબ્દો સાંભળતા જ રાકેશપ્રસાદભાઈ અને તેમની પત્ની મીનાક્ષીબેન હચમચી ઉઠયા કે અચાનક જ અમનને એવું તો શું થયું કે, તે કહેવા લાગ્યો છે કે, હવે તે સવારે મરી જવાનો છે. આ શબ્દ સાંભળીને સૌ કોઈ લોકોમાં ફફળાટનો માહોલ સર્જાઈ ગયો..

અને અડધી રાત્રે રાકેશપ્રસાદ ભાઈએ તેમના કુટુંબીજનોને તેમના ઘરે બોલાવી લીધા હતા કે, અમન સવારે મરી જશે તેવું બોલવા લાગ્યો છે, કુટુંબના દરેક સભ્યો ત્યાં આવી પહોંચ્યા અને સવારના 5:00 વાગ્યા ત્યાં તો અમન સાથે એવી ઘટના બની ગઈ કે, બિચારા માતા પિતાની માથેથી ભગવાનનો પણ સાથ છૂટી ગયો હતો..

સવારના 05:00 વાગ્યે અમને આંખો મીંચી દીધી અને તેનું શ્વાસ પણ બંધ થઈ ગયો હતો, તાત્કાલિક ડોક્ટરને પણ બોલાવી લેવામાં આવ્યા જ્યાં ડોક્ટરે તપાસ કર્યા બાદ જણાવ્યું કે, અમનનું મૃત્યુ થઈ ગયું છે. કુટુંબના એક વડીલ સભ્યએ કહ્યું કે, ઘણી બધી વાર જ્યારે કોઈ વ્યક્તિ સાથે માઠી ઘટના બનવાની હોય ત્યારે તેને આ ઘટનાનો અંદાજો અમુક કલાકો પહેલા આવી જતો હોય છે..

એવી જ રીતે અમને પણ તેના મૃત્યુનો ખ્યાલ ચાર કલાક પહેલા આવી ગયો અને તેણે તેના પિતાને અડધી રાત્રે જાગીને જણાવી દીધું કે, હવે તે સવારે મૃત્યુ પામવાનો છે અને સવારમાં ખરેખર તેનું મૃત્યુ થઈ જતા ચારેકોર માતમ છવાઈ ગયો હતો. અમનના માં-બાપ માટે તો દુખની આ ઘડી સહન થઈ નહી અને તેઓ ત્યાંને ત્યાં જ ઢળી પડ્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment