Breaking News

કચ્છના માધાપરની સુંદરબેન સહીતની આ વીરાંગનાઓએ સેનાને યુદ્ધ વખતે કરી હતી મદદ, જેના પરથી બની ‘ભુજ’ ફિલ્મ – વાંચો!

તાજેતરમાં જ ભુજ ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા નામની મુવી રીલીઝ થઈ છે જે 1971માં ભૂજ એરબેઝની સાથે સાથે પાકિસ્તાન સરહદ પરના તમામ એરબેઝ પર થયેલા હવાઈ હુમલાની સ્ટોરી આધારિત છે. આ મુવીને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આજે અમે તમને જણાવા જઈ રહ્યા છીએ 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે કચ્છના માધાપર ગામની વીરાંગના બેહનોની સાહસિક કહાની જે વાંચીને તમારા રુંવાડા ઉભા થઈ જશે..

1971માં પાકિસ્તાન દ્વારા ભારતના સરહદી વિસ્તારમાં આવતા સેનાના તમામ હવાઈઅડ્ડાને ભારે દારૂગોળા વરસાવી તોડી પાડ્યા હતા. એ વખતે પાકિસ્તાનની નજર કચ્છ ઉપર હતી. કચ્છને ગુજરાત સાથે જોડતા 3 પુલ છે અને એક બાજુ કચ્છનો અખાત છે. પાકિસ્તાનની સેનાએ દારૂગોળા વરસાવીને કચ્છ જવાના તમામ રસ્તાઓ તોડી પડ્યા હતા તેમજ ભુજ એરબેઝ પણ તોડી પાડ્યું હતું.

જેથી ગુજરાતના કોઈપણ વિસ્તારમાંથી મદદ માટે કોઈપણ સૈનિકો આવી ન શકે. જો બીજા કોઇપણ વિસ્તારમાંથી સેના મદદ માટે આવે એમ હોય તો તેનો એક માત્ર રસ્તો એ હતો કે ભુજ એરબેઝ પરના રન વે ને સરખો કરી ત્યાં સેનાનું પ્લેન ઉતારવું. પરતું એ સમયે રન વે રીપેર કરી શકે એવા કોન્ટ્રાકટરો કામ છોડીને ભાગી ગયા હતા.

માધાપર ગામની મહિલાઓ સાથે કમાંડર વિજય કર્ણિક (અજય દેવગન)

એ વખતે ભુજ એરબેઝના કમાન્ડર વિજય કર્ણિક પાસે બીજો કોઈ રસ્તો નહોતો. તેને માધાપર ગામની મહિલાઓ પાસે મદદ માગી હતી. એ વખતે માધાપર ગામની મહિલાઓમાં સુંદરબહેન વેકરીયાનું પ્રભાવશાળી નામ હતું. સુંદરબહેન વેકરીયાએ ગામની મહિલાઓને દેશ માટે સેવા પૂરી પાડવા અંગે ખૂન ગરમ કરી નાખે એવું ભાષણ આપ્યું.

સુંદર બહેન વેકરીયા

અને ગામની તમામ મહિલાઓ સેવા કરવા માટે રેડી થઈ હતી. એરબેઝના રન વે ને રીપેર કરવા માટે વધારે પડતા પથ્થરો અને માટી ની જરૂર હતી. એ સમયે મહિલાઓ એ કઈ પણ વિચાર કર્યા વગર પોતાના ઘરોની દીવાલ અને ફળિયા ખોદીને માટી અને પથ્થરો એકઠા કરીને માત્ર 1 જ રાતમાં રન વે રીપેર કરીને દેશ માટે સેવા પૂરી પાડી હતી.

માધાપર ગામની મહીલાઓ

મહિલાઓએ રન વે રીપેર કર્યો એટલે તરત જ જામનગર એરબેઝ પરથી 450 સૈનિકો સાથે એક પ્લેન ભૂજ આવવા રવાના થયું હતું અને એ પ્લેનને સફળતા પૂર્વક લેન્ડીગ વિજય કર્ણિક અને પાયલટએ કરાવ્યું ત્યાર બાદ સૌ કોઈ સૈનિકો અને પગી રણછોડદાસ રબારી સાથે મળીને પાકિસ્તાની સૈનિકોને મેથી પાક ચખાડ્યો હતો.

આ યુદ્ધમાં જો પાકિસ્તાન જીતી જાત તો આજે આપડી પાસે કચ્છ જેવી ખુમારતા વળી ધરતી ન રહી હોત. આ સાહસિક કાર્યોનો પૂરો શ્રેય માધાપર ગામની મહિલાઓ, પગી રણછોડભાઈ રબારી, કમાંડર વિજય કર્ણિક અને તેમના વીર હવાઈ સૈનીકો તેમજ દેશના વીર સૈનિકોને ફાળે જાય છે.

આ તમામ બાબતોને ભુજ મુવીમાં આવરી લેવામાં આવી છે જેમાં સુંદર બહેનની પાત્ર અભિનેત્રી સનોક્ષી સિંહા ભજવે છે. વીર રણછોડ પગીનું પાત્ર સંજય દત્ત અને કમાંડર વિજય કર્ણિકનું પાત્ર અજય દેવગન ભજવે છે. આ મુવી ઐતિહાસિક જીત કે જેમાં દેશના સૈનિકોની સાથે સાથે દેશના સામાન્ય નાગરીકો પણ પોતાના જીવની પરવાહ કર્યા વગર દેશ માટે બધું જ આપી દીધું હતું તેમની કહાનીનું વર્ણન કરે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *