Breaking News

કચરો નાખવા ગયેલી મહિલાએ ઘરે આવી રૂમ ખોલીને જોયું તો બેભાન થઈને ઢળી પડી, ઘર રેઢું મૂકીને જતા પહેલા ચેતજો.. જાણો..!

સવારના સમયે ઘરના પુરુષો નોકરી ધંધા માટે નીકળી જાય છે. જ્યારે ઘરે રહેલી મહિલાઓ ઘરકામમાં વ્યસ્ત થઈ જતી હોય છે. પરંતુ અમુક વખત ઘરકામ માટે તેઓ આટલા બધા વ્યસ્ત બની જાય છે કે, અમુક વખત માઠા બનાવો પણ બનતા વાર લાગતી નથી. આ ઉપરાંત મહિલાઓને ખબર ન પડે એવી રીતે કાળા કારનામા કરતા લોકો સક્રિય બની ન કરવાની ચીજ વસ્તુઓ પણ હવે કરવા લાગ્યા છે.

થોડા દિવસ પહેલા એક એક એવો કિસ્સો સામે આવ્યો હતો કે, જેમાં સવારના સમયે જ્યારે ઘરકામ કરતી મહિલાઓ ઘરે એકલી હોય એવા વખતે કોઈ ચીજ વસ્તુ ખરીદવા આવવાના બહાને મહિલા અને તેની સાથે રહેલો એક નાનકડો દીકરો બંને ઘરમાં ઘૂસી જતા અને કીમતી ચીજ વસ્તુઓની ચોરી કરીને ત્યાંથી ભાગી નીકળતા હતા..

મહામહેનતે તેમને પકડી લેવામાં આવ્યા હતા. અને અત્યારે હવે બપોરના સમયે સોસાયટીમાં કચરાની ગાડી આવતા કચરો નાખવા ગયેલી મહિલાએ જ્યારે પોતાના ઘરે પરત આવીને રૂમ ખોલીને જોયું તો તેના હોશ છૂટી ગયા હતા. અને તેઓ બેભાન થઈને નીચે ઢળી પડી ગયા હતા.

આ બનાવ રામજી પાર્ક સોસાયટીનો છે. આ સોસાયટીમાં શીલાબહેન અગ્રવાલ તેમના પતિ રાકેશ અગ્રવાલ અને તેમના બંને દીકરાને દીકરીઓની સાથે રહેતા હતા. તેમના દીકરા અને દીકરી અન્ય શહેરમાં અભ્યાસ કરતા હોવાથી તેઓ હોસ્ટેલમાં રહેવા માટે ચાલ્યા ગયા હતા…

જ્યારે રાકેશભાઈ કાપડનો વ્યવસાય ધરાવતા હોવાથી સવારના વહેલા સમયે જ ઘરેથી નોકરી ધંધા માટે નીકળી જતા હતા. આખો દિવસ દરમિયાન શીલાબેન પોતાના ઘરે એકલા જ હતા. જ્યારે બપોરના સમયે તેમની સોસાયટીમાં કચરો લેવા વાળો ટેમ્પો આવ્યો ત્યારે તેઓ ઘરનું કચરો નાખવા માટે ઘરની બહાર ગયા હતા..

પરંતુ તેઓ જ્યારે કચરો નાખીને ઘરે પરત આવ્યા અને રૂમનો દરવાજો ખોલીને જોયું તો તેઓ એકાએક હચમચી ગયા હતા, કારણ કે તેમની રૂમમાં રહેલા કબાટના તાળા તૂટેલા હતા. અને તેમના લોકરની અંદર મુકેલા અંદાજે 25 તોલા સોનાના દાગીના ગાયબ હતા. આ સાથે સાથે તિજોરીની અંદર મુકેલા રોકડા રૂપિયા પણ ગાયબ થયા હોવાનું સામે આવ્યું હતું.

તેમના ઘરે આટલી મોટી ચોરી લૂંટફાટ થયા હોવાની આ ઘટના તેઓ સહન કરી શકયા નહીં અને ત્યાં રૂમના દરવાજા પાસે જ એકાએક ચીસો નાખીને ઢળી પડ્યા હતા. તેમની આ ચીસો સાંભળીને તેમના પડોશીઓ પણ તેમના ઘરે હાજર થયા અને જોયું તો શીલાબહેન નીચે ઢળી પડ્યા હતા..

અને તેમના ઘરે ચોરી થઈ હોય તેવું લાગતું હતું. તાત્કાલિક તેમના પતિ રાકેશભાઈને પણ ફોન કરીને આ જાણકારી આપતા તેઓ પણ તાબડતોબ પોતાને ઘરે આવી પહોંચ્યા ત્યાર બાદ એના બહેનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. રાકેશભાઈ પોલીસ સ્ટેશનની હાજર થઈ તેમના ઘરે થયેલી આ મોટી ચોરીની ઘટના સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસએ સીસીટીવી કેમેરાની મદદથી તપાસ શરૂ કરી છે. જેમાં જેમાં શીલાબહેન પોતાના ઘરમાંથી કચરો નાખવા માટે બહાર નીકળે છે. એવા સમયે બે વ્યક્તિ તેમના ઘરની અંદર પ્રવેશ કરે છે. અને જોતજોતામાં તેઓ પોતાની પાસે રહેલો થયેલો ભરીને ત્યાંથી બહાર નીકળતા પણ નજરે ચડી આવ્યા છે..

સીસીટીવી કેમેરા ની મદદથી તેમની ભાળ મેળવવી રહી છે. પરંતુ ચોરીની આ મોટી ઘટના સામે આવતા સોસાયટીના રહીશો પણ ખૂબ જ ચોંકી ઉઠ્યા છે. લોકો પોતપોતાના ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા સહીતના જોખમને યોગ્ય જગ્યાએ મુકવા લાગ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *