Breaking News

કાર પુલ પરથી 40 ફૂટ નીચે ખીણમાં પડતા BJP ધારાસભ્યના પુત્ર સહિત 7 વિદ્યાર્થીઓ ના મોત..! કાળજું કંપાવતો અકસ્માત..!

આજકાલ અસ્માતના બનાવો સાંભળતાની સાથે જ આપડે હચમચી જતા હોઈએ છીએ. કાળજું કંપાવતા અકસ્માતો જોવા કોઈ સેહલી વાત નથી. છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટના દિવસેને દિવસે ખુબ જ વધી રહી છે. હાઈવે ઉપર ઝડપની મજા મોતની સજા બનતી દેખાઈ આવે છે…

આજે સવારે મહારાષ્ટ્રમાં એક એવો જ ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતના સમાચાર આવતા જ દિવસની શરૂઆત અશુભ બની ગઈ હતી. હકીકતમાં મહારાષ્ટ્ર રાજ્યના વર્ધા જિલ્લામાં સેલસુરા પાસે એક પુલ પરથી કાર પડી જવાથી જીવલેણ ઘટના બની ગઈ છે.  આ અકસ્માતમાં ભાજપના ધારાસભ્યનો દીકરો પણ સામેલ હતો.

ગત રાત્રે બનેલા આ અકસ્માતમાં ભાજપના ધારાસભ્ય વિજય રહાંગદાલેના પુત્ર આવિષ્કાર રહાંગદાલે સહિત 7 વિદ્યાર્થીના મોત થયા છે. આ તમામ MBBSના વિદ્યાર્થી હતા. વર્ધાના એસપી પ્રશાંત હોલકરે જણાવ્યુ કે આ દુર્ઘટના યવતમાલ વર્ધા રોડ પર સેલસુરા નામની જગ્યાએ મોડી રાત્રે લગભગ 11:30 વાગે બની હતી.

કારમાં સવાર તમામ યુવકો મહારાષ્ટ્રના દાવેલીથી મહારાષ્ટ્રના વર્ધા જઈ રહ્યા હતા. સેલસુરા પાસે એક પુલ પરથી તેમની કાર નીચે ખાબકી ગઈ હતી અને તમામ મૃત્યુ પામ્યા હતા. અકસ્માત કઈ રીતે થયો તેની તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તારણ મુજબ ડ્રાઇવરે કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો.

જેના કારણે કાર 40 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. મૃત્યુ પામેલા મોટાભાગના વિદ્યાર્થીઓ 20 થી 35 વર્ષની વયજૂથના હોવાનું કહેવાય છે. પોલિસના જણાવ્યા અનુસાર મૃતકોનો શબ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુવકો બર્થડે સેલિબ્રેશન માટે ગયા હતા.

7 મેડિકલ સ્ટુડન્ટ્સમાંથી એક ઈન્ટર્ન હતો, જ્યારે બે વિદ્યાર્થીઓ ફાઈનલ યરના અને 2 મીડીયમ યરના હતા. કાર નીરજ સિંહ નામનો યુવક ચલાવી રહ્યો હતો. આ અકસ્માતમાં એકેય વ્યક્તિ જીવતો બચ્યો ન હતો. આપડે પ્રાર્થના કરીએ કે ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

આ કાળમુખ અકસ્માતમાં ટોટલ 7 લોકોના જીવ ગયા છે. જે પૈકી અવિષ્કાર રહાંગદાલે, નીરજ સિંહ ચૌહાણ, નીતિશ સિંહ, વિવેક નંદન, પ્રત્યુષ સિંહ, શુભમ જયસ્વાલ, પનવ શક્તિ નો સમાવેશ થાય છે. એક જ ઝાટકે 7  યુવાઓના મોત થી પરિવાર અને રાજ્યભરમાં લોકો શોકમાં મગ્ન થયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *