અત્યારે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં કાળઝાળ ગરમી વરસી રહી છે. ગરમી અગનગોળા એવી રીતે વરસાવી રહી છે કે તેના કારણે બપોરના સમયે સામાન્ય વ્યક્તિઓને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. છેલ્લા પાંચ દિવસની અંદર સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ નો માહોલ સર્જાયો હતો..
જેમાં અમરેલી અને જૂનાગઢ જિલ્લાના ઘણા ખરા પંથકમાં કમોસમી વરસાદના ઝાપટા અને કરા પણ પડયા હતા અને હવે વધુ એક વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. કમોસમી વરસાદ થતાની સાથે જ ગરમીમાં કોઇ રાહત મળતી નથી. પરંતુ ગરમી પોતાની ગતિએ અગનગોળા વરસાવી રહી છે..
ગઈકાલે અમરેલી તેમજ પાટણ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો હતો. તેમજ ભારે પવનની સાથે સાથે વરસાદી માહોલ દેખાઈ આવ્યો હતો. પાટણ જિલ્લાના ચાણસ્મા માં તો વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. કેટલા બધા માર્કેટ યાર્ડ અને દુકાનોનાં પતરાં તેમજ ગોડાઉન ઉડી ગયા હતા.
આ ઉપરાંત અંબાલાલ પટેલે વધુ એક કમોસમી વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓમાં આગામી બેથી ત્રણ દિવસની અંદર અંદર કમોસમી વરસાદ વરસવા જઈ રહ્યો છે. જેના પગલે તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાશે જ્યારે બીજીબાજુ કચ્છ અને દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમીમાં કોઈપણ પ્રકારનો ઘટાડો નોંધાવાની શક્યતા રહેલી નથી..
કારણ કે આ વિભાગોમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે. જે દરમિયાન પાંચ દિવસ કાળઝાળ ગરમી પડવા જઈ રહી છે. આ એલર્ટ દરમિયાન અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, કચ્છ તેમજ સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો ૪૧ થી ૪૫ ડિગ્રી આસપાસ રહેશે તો બીજી બાજુ સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ અને…
ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા ,સાબરકાંઠા માં કમોસમી વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે. આ વિસ્તારોમાં એકાએક પવન ફૂંકાશે તેમાંથી પણ દેખાશે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદી ઝાપટાનો અહેસાસ થશે.
આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. કારણ કે હાલ ઉનાળુ પાકનું વાવેતર પૂર્ણ થઇ ગયું છે. હવે ઉનાળુ પાકનું વાવેતર ને વરસાદ પડશે તો નુકસાની જવાનો ભય રહેલો છે. આ ઉપરાંત માર્કેટ યાર્ડોમાં પડેલા ખુલ્લા પાકને જો વરસાદનું પાણી અડકશે તો ખૂબ મોટું નુકસાન થવાની શક્યતા રહેલી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]