Breaking News

જવાદ વાવાઝોડા પછી પણ આ તારીખે ભારે વરસાદની અંબાલાલની મોટી આગાહી.. એક પછી એક આફતો મચાવશે કહેર..!

ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દિવાળીના સમયે આગાહી કરતા જણાવ્યું હતું કે, ડિસેમ્બર મહિનામાં સામાન્ય રીતે અવાર-નવાર ચક્રવાતો ઉત્પન્ન થતા હોય છે. જેના લીધે વરસાદી માવઠાઓ સાંબેલાધાર વરસશે. તેવી જ રીતે ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણના કારણે જવાદ વાવાઝોડું ઉત્પન્ન થયું છે.

જે 5 તારીખે ઓરિસ્સાના દરિયા કિનારાના વિસ્તારો ઉપર ત્રાટકવ જઈ રહ્યું છે. ત્યારબાદ તે ગુજરાત તરફ આગળ વધશે. આ વાવાઝોડાને કારણે સમગ્ર ભારતમાં ભારે વરસાદની આગાહીઓ પણ આપવામાં આવી હતી. તે મુજબ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં પણ ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસ્યા છે.

આ સ્થિતિ ઉત્પન્ન થતાં જ ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. ખરીફ પાકની મોટામાં મોટી નુકશાની ન જાય તે માટે સૌ કોઈ લોકો પ્રાર્થના કરી રહ્યા છે. આ ઉપરાંત આંબાલાલ પટેલ આગાહી કરતા જણાવ્યું છે કે આ વાવાઝોડું પૂર્ણ થયા બાદ ૧૦ ડિસેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં ફરી પાછુ હવાનું હળવું દબાણ ઉત્પન્ન થવા જઈ રહ્યું છે..

જેના પગલે ઉત્તર ભારતમાં જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી તેમજ ઉત્તર પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેના પગલે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ અચાનક જ વધી જશે. 12 અને 13 તારીખ આસપાસ ઉત્તર ગુજરાતમાં ભારે હિમવર્ષા થશે. જેની અસર 18 19 અને 20 તારીખે ગુજરાતમાં દેખાશે..

આ સ્થિતિના પગલે ગુજરાતમાં વાદળ છાયુ વાતાવરણ ઉત્પન્ન થશે. 40થી 50 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાશે. તેમજ હળવાથી મધ્યમ માવઠાઓ પણ વરસવાની શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં 3 તારીખ 4 તારીખ અને 5 તારીખના રોજ કાતિલ ઠંડીને મહત્તમ વેગ મળશે…

જેના કારણે તાપમાન ૫ ડિગ્રી સેલ્સિયસથી પણ નીચું જવાની શક્યતાઓ રહેલી છે. આવતા વર્ષમાં ઉત્તરાયણ પછી સુખી ઠંડી પડશે જેની અસર ફેબ્રુઆરી ની શરૂઆત સુધી રહેશે. આ વર્ષે ઠંડી ખુબ લાંબા સમય સુધી યથાવત રહેશે.. તેમજ શિયાળામાં અવારનવાર માવઠાઓ પણ વરસતા રહેશે.

હાલતા ચાલતા ઉત્પન્ન થતાં હવાના હળવા દબાણના કારણે દરિયા તોફાની બનશે.. 10 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળશે. તેમજ પુર ઝડપથી પવન ફૂંકાશે.. હકીકતમાં છેલ્લા દોઢ વર્ષથી ભારતમાં હવામાન સામાન્ય બન્યું નથી, પરંતુ અનિયમિત સાબિત થયું છે. કોઈપણ સમયે વરસાદ આવવા લાગે તો કોઈપણ સમયે અચાનક બફારાનો પણ અનુભવ થવા લાગે.

અવાર-નવાર વરસાદી માવઠાને લીધે દેશભરમાં ખેડૂતોને ભારે નુકસાન નો ભોગ બનવું પડ્યું છે. કોઈપણ પ્રકારની કુદરતી આફત આવે તેની સૌપ્રથમ અસર ખેડૂતોને જ પડે છે. આખા વરસની મહેનત માત્ર ને માત્ર એક કુદરતી આફત ખેંચી જાય છે. આ વર્ષે ખેડૂતો માટે વર્ષ ખૂબ જ નિષ્ફળ રહ્યું છે કારણ કે વરસાદની અનિયમિતતા વૃત્તિઓના કારણે વારંવાર માવઠાઓ વરસ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સુરતમાં મસાજ સ્પાની આડમાં ધમધમતુ હતુ કુટણ ખાનું, 6 થાઈ યુવતી સાથે ગ્રાહકોની પણ ધરપકડ.. વાંચો..!

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કુટણખાના ચલાવતા માલિકો તેમજ તેની અંદર કામ કરતા વિદેશી નાગરિકો નો …

Leave a Reply

Your email address will not be published.