હાલ નાની ઉંમરમાં જ દીકરીઓએ અસમજણના કારણે ઘણાં નરાધમ લોકોની જાળમાં ફસાઈ જતી હોય છે. જેના પગલે નરાધમ યુવકો શરીરસુખ માણી ને અંતે તેઓને ગ.ર્ભ.વ.તી કરીને મૂકી દેતા હોય છે. આ શબ્દો ઘણાં કઠોર છે પરંતુ આ એક સત્ય હકીકત છે. કારણ કે આ પ્રકારના ઘણા કિસ્સાઓ આપણી નજર સમક્ષ આવી ચૂક્યા છે..
અને વધુ એક કિસ્સો પાલીતાણાના વડાળથી મળી આવ્યો છે. આ ગામમાં મૂળ ઉત્તર પ્રદેશના રામદાસ રામદત રામસજીવન શાહુ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે. તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે મારી દીકરી થોડા દિવસોથી ગૂમ થઈ ગઈ છે. એટલા માટે મારી દીકરીને તમે જલ્દીથી જલ્દી શોધી આપો..
આ ફરિયાદ મળતાની સાથે જ ભરત નગર પોલીસ આ દીકરીને શોધવા માટે કામે લાગી ગઈ હતી. પરંતુ પોલીસને વડાળ ગામ પાસેથી એક સગીરાની લાશ મળી આવી હતી. તેઓ આ લાશ ને જોઈને ચોંકી ઉઠ્યા હતા. તેમજ આ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી..
જેમાં જાણ થઈ હતી કે આ લાશ ને ગળે ફાંસો આપીને મૃત્યુ આપવામાં આવ્યું છે. તેમજ તેના પેટમાં પાંચ મહિનાનો ગ.ર્ભ પણ હતો. આ સમાચાર સાંભળ્યા બાદ દરેક લોકોના રુંવાડા બેઠા થઇ ગયા હતા. પોલીસે આ લાશ મળતાની સાથે જ રામદત રામસજીવન શાહુને લાશની ઓળખ માટે બોલાવ્યા હતા..
જેમાં તેઓએ ઓળખાણ આપી હતી કે આ મારી દીકરીની લાશ છે. આ સમાચાર મળતાની સાથે સમગ્ર પરિવાર ભાંગી પડ્યો હતો. પરંતુ આ દીકરીના પિતા ને કશું જ દુઃખ ન હતું. પોલીસ આ બાબતને જોઈને ચકરાવામાં પડી ગઈ હતી કે એકની એક દીકરીની લાશ ને જોયા બાદ પણ આપ કેવી રીતે હસતા મોઢે રહી શકે..
તેઓને તેના પિતા પર થોડો ઘણો શક ગયો હતો. એટલા માટે તેઓની કડક પૂછતાછ કરી હતી. તો તેમાં સામે આવ્યું હતું કે દીકરીના પિતાએ જ તેની એકની એક દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી છે. તેમની દીકરીને અન્ય કોઈ યુવક સાથે પ્રેમસંબંધ હતો. જેના પગલે તેની દીકરી ચાર-પાંચ મહિનાથી ગ.ર્ભ.વ.તી હતી.
આ બાબતની જાણ તેના પિતાને થતાં તેઓ ગુસ્સે ભરાઈ ગયા હતા. અને પોતાની જ દીકરીને ખલાસ કરી દેવાનો નિર્ણય બનાવી લીધો હતો. તેઓ એક દિવસ પોતાની દીકરીને વાડિ પર લઈ ગયા હતા. અને ત્યાં ફાંસીનો ફંદો તૈયાર કરીને તેમાં પોતાની દીકરીનું ગળું બેસાડી દીધું હતું…
અને દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ સમાચાર પરિવારના અન્ય સભ્યોને મળતા જ તેઓ હોશ ખોઈ બેઠા હતા. કારણ કે તેઓના પરિવારમાં એક સભ્યનું મૃત્યુ થયું હતું. તો જ્યારે બીજો સભ્ય જે મૃત્યુ પાછળ જવાબદાર હતો. હાલ પોલીસે દીકરીના હત્યા પિતાની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]