કેરીનું નામ સાંભળતાની સાથે જ મોઢામાં પાણી આવી જતું હોય છે. કારણ કે કેરી એક એવું ફળ છે. જે દરેક લોકોને ખુબ જ પ્રિય છે. ઉનાળાની સીઝન આવતાની સાથે જ કોઈ લોકોને કેરીના વિચારો પણ આવવા લાગે છે કે, હવે ક્યારે કેરી બજારમાં મળશે અને ક્યારે અમે ખરીદીને કેરી પર તૂટી પડશું..
કેરી ખાવાના શોખીન લોકો માટે એક સારા સમાચાર પણ આવ્યા છે, જ્યારે એક ખરાબ સમાચાર પણ આવ્યા છે. સારા સમાચાર એ છે કે, જૂનાગઢના ખેતીવાડી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. એટલા માટે કેસર કેરી માત્ર એક અઠવાડિયાની અંદર અંદર જ બજારમાં મળવાનું શરૂ થઈ જશે..
પરંતુ ખરાબ સમાચાર એ છે કે, આ વર્ષે પાછળના તમામ વર્ષોકરતા કેસર કેરીના ભાવ એટલા બધા ઊંચા બોલી રહ્યા છે કે સામાન્ય લોકો માટે કેરી ખરીદીને ખાવી ખૂબ જ મુશ્કેલ બની જશે. કારણ કે દર વર્ષે સામાન્ય રીતે કેસર કેરીના ૧૦ કિલોના બોક્સના ભાવ અંદાજે 800 રૂપિયાથી લઇને 1200 રૂપિયા સુધીના જોવા મળતા હતા..
પરંતુ આ વર્ષે 10 કિલોના બોક્સનો ભાવ 1000 રૂપિયાથી લઇને 1800 રૂપિયા સુધી ઊંચો બોલાયો છે. એટલે કે આ વર્ષે ભાવમાં ખૂબ મોટો વધારો થતાં દરેક લોકો આંખો ફાડીને આ ભાવો જોઈ રહ્યા છે. તો બીજી બાજુ કેસર કેરીના રસિયાઓ પણ ખુબ મોટી મુંજવણમાં મુકાયા છે.
જૂનાગઢના માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થતાની સાથે જ કેરી ના મોટા મોટા વેપારીઓએ જણાવ્યું છે કે, અત્યારે કેરીની સીઝનની પ્રાથમિક શરૂઆત છે. એટલા માટે રોજની આવક ખૂબ ઓછી દેખાઈ રહી છે. હાલ માર્કેટિંગ યાર્ડ માં રોજના કુલ ૪૦ થી ૫૦ બોક્સ કેરીના આવી રહ્યા છે..
પરંતુ જેમ-જેમ કેરીની સીઝન આવતી જશે તેમ તેમ રોજ આવક વધતી જશે. એટલે કે કેરી ને પાકી સિઝન આવતા હજી એક મહિનાની વાર લાગી જશે. આ ઉપરાંત મોટા મોટા વેપારીઓએ કેસર કેરીના ભાવ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, આ વર્ષે ગુજરાતમાં વાવાઝોડા અને કમોસમી વરસાદ તેમજ માવઠાઓ ખુબ જ વરસયા છે..
એટલે કે કેરીને પ્રતિકૂળ વાતાવરણ મળ્યું નથી. એટલા માટે આંબા ઉપર ફાલ પણ ખૂબ જ ઓછો આવ્યો હતો અને કેરીની ગુણવત્તા પણ જોઈએ તેવા પ્રમાણમાં મળી આવી નથી. તો બીજી બાજુ ઉત્પાદનમાં પણ ખૂબ મોટો ઘટાડો થયો છે. એટલા માટે આ વર્ષે કેસર કેરીના ભાવ આસમાનની ઉંચાઈઓ રહેશે.
બજારમાં દર વર્ષે કેસર કેરીની માંગ વધતી હોય છે. પરંતુ આ વર્ષે માંગતો ખૂબ ઊંચી છે. અને ઉત્પાદન ખૂબ જ ઓછું છે. એટલા માટે કેસર કેરીના ભાવ આખી સિઝન દરમ્યાન ખૂબ ઊંચા બોલાશે. હાલ જૂનાગઢના માર્કેટીંગ યાર્ડમાં ડુંગરપુર ગામની કેસર કેરી ની આવક થઈ રહી છે..
ધીમે ધીમે તાલાલા, મેંદરડા, ઉના તેમજ સાસણ ગીરની કેરી પણ દેખાવા લાગશે. આ વર્ષે કેરીના ઓછા ઉત્પાદનને લીધે થી પાછળના તમામ વર્ષો કરતાં ભાવ ખૂબ ઊંચા બોલાશે તેવી આશંકાઓ રહેલી છે. ખરેખર કેરી રસિકો માટે ભાવને લઇને આ ખુબ ખરાબ સમાચાર છે તો કેરીના ખેડુઓ માટે સારા સમાચાર છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]