જોતા જ ભલભલા પીગળી જાય એવી હિરોઈનની ફોર્ચુનરને ટ્રકે કચડીને કચરો બનાવી દેતા થયું દર્દનાક મોત, હાલત જોઈ જોનારા રાડો ફાડી ગયા..!

દિન પ્રતિ દિન ખૂબ જ મોટા અને નામચીન વ્યક્તિઓ પણ એવી ઘટનાના ભોગ બની જાય છે કે, અંતે તેમનો જીવ પણ જતો રહેતો હોય છે. અત્યારે રાજસ્થાનના જોધપુર શહેરની ખૂબ જ ફેમસ દેખાવડી અને સૌ કોઈ લોકોને પસંદગી અંકિતા શર્મા નામની યુવતીનું એક ગંભીર અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું છે..

35 વર્ષની અંકિતા શર્મા પાલીના રણકપુર વિસ્તાર પાસે એક મેરેજ ઇવેન્ટમાં હોસ્ટ કરવા માટે જવાની હતી. પરંતુ તે પહોંચી એ પહેલાં જ તેનું મૃત્યુ થઈ ગયું છે, અંકિતા શર્મા બિકાનેરની રહેવાસી છે. તે લગ્ન પ્રસંગની અંદર સ્ટેજ પરફોર્મન્સ કરવાનું કામકાજ કરતી હતી. ઘણા બધા લોકો તેના ખૂબ જ દીવાના હતા..

તે સવારમાં પાંચ વાગ્યા આસપાસ જોધપુર નાગોર નેશનલ હાઈવે ઉપર પોતાની ફોર્ચ્યુનર કાર લઈને જતી હતી. ત્યારે સામેથી આવતો એક ટ્રક અચાનક જ તેની કાર સાથે અથડાયો હતો, અને ફોર્ચુનર કારના કુરચે કુરચા ઉડાડી દીધા હતા કે, જેમાં ગાડીની અંદર બેઠેલી અંકિતા શર્મા તેમજ તેનો ડ્રાઇવર ઇમરાન ખાન બંનેનું મૃત્યુ થઈ ગયું છે..

લોકોનું કહેવું છે કે, આ બનાવ ટ્રક વાળાના ઓવરટેક કરવાને કારણે બન્યો છે. જેનાથી ફોર્ચુંનર અથડાતા જ આ અકસ્માત સર્જાઈ ગયો હતો અને ડ્રાઇવર ઇમરાન ખાન તેમજ પાછળની સીટ ઉપર બેઠેલી અંકિતા શર્મા બંનેનું મૃત્યુ થઈ ગયું છે. આ બંનેને જીવ ગુમાવી દેતા જોઈ ત્યાના લોકોના રુંવાટા એકાએક બેઠા થઈ ગયા હતા..

જ્યારે અકસ્માત સર્જાઈ ગયો ત્યારે ડ્રાઇવર ઇમરાનનું શ્વાસ ચાલતો હતો, એટલા માટે તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પરંતુ ત્યાં ટુંકી સારવાર બાદ તેનું મૃત્યુ થઈ ગયું હતું. અકસ્માત બનતા જ નજીકની પોલીસ સ્ટેશનએ જાણકારી પહોંચી ગઈ અને ત્યારબાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો..

આ બંને વ્યક્તિના પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તેમની લાશને પરિવારજનોને સોંપી દેવામાં આવી છે. અંકિતાનો પતિ કુલદીપ શર્મા એક બેંકમાં નોકરી કરે છે. અંકિતાને 14 વર્ષની એક દીકરો પણ છે. આ મૃત્યુની ઘટના બનતા પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે. અંકિતાએ થોડા કલાકો પહેલા ઇન્સટાગ્રામમાં એક સ્ટોરી મુકી હતી કે, તે સંગીત અને લગ્નના ત્રણ શો માટે બિલકુલ રેડી છે..

પરંતુ તે લગ્ન પ્રસંગની અંદર પહોંચે એ પહેલા આજે તેનું મૃત્યુ થાય જતા સૌ કોઈ લોકો શોકના ઊંડા માહોલમાં ચાલ્યા ગયા છે. અંકિતા માત્ર જોધપુર જ નહીં પરંતુ રાજસ્થાન અને અન્ય જગ્યાઓમાં પણ વેડિંગ ઇવેન્ટની અંદર એન્કરિંગનું પણ કામકાજ કરતી હતી. તે પહેલા સ્કૂલમાં ડાન્સ ટીચર હતી અને ત્યારબાદ તેણે એન્કરીંગની અંદર પોતાનું કરિયર બનાવ્યું હતું..

તે યુ ટ્યુબ ઉપર પણ બાળકોને ડાન્સના સ્ટેપ શીખવાડતી હતી. આ અંકિતા આટલી બધી ફેમસ અને નામચીન હિરોઈન બની ગઈ હતી કે, મોટા મોટા લગ્નની અંદર તેનું સૌ પ્રથમ બુકિંગ થઈ જતું હતું. થોડા સમય પહેલા જ તેને સોશિયલ મીડિયાની અંદર એક લખાણ મૂક્યુ હતું જેમાં લખ્યું હતું કે, તે તેની લોકચાહના અને વધારે પડતા કામકાજના કારણે..

તેના બાળકો અને તેના પરિવારને સમય આપી શકતી નથી. આ ઉપરાંત તેના ઉપર ઘરની પણ ઘણી બધી જવાબદારીઓ પણ હતી. આ મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા ઉપર પણ ખૂબ જ વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે. સૌ કોઈ લોકો તેને શ્રદ્ધાંજલિ પાઠવીને દુઃખ વ્યક્ત કરવા લાગ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment