Breaking News

જન્મ દિવસ ઉજવીને માતા સાથે સ્કુટી પર ઘરે આવતી 3 વર્ષની દીકરી સ્કુટી લપસતા નદીમાં ગબડી ગઈ, માં બચાવવા પાછળ દોડી પણ અંતે તો…

જે દિવસે કોઇપણ વ્યક્તિનો જન્મદિવસ હોય છે. ત્યારે તેઓ ખૂબ જ ખુશ હોય છે. કારણ કે તેઓએ એ તારીખે આ દુનિયામાં સૌથી પહેલી વખત પગ મુક્યો હોય એ દિવસની ખુશી કંઈક જુદી જ હોય છે. પરંતુ ઘણી બધી વખત એવા બનાવો પણ સામે આવતા હોય છે કે જેમાં જન્મદિવસની ખુશી એકાએક મોતના માતમમાં પણ છવાઈ જતી હોય છે..

અત્યારે ઉત્તર પ્રદેશના મથુરામાં એવો જ એક દર્દનાક બનાવ બન્યો છે. મથુરાના ચોવીયાપાડા મહોલ્લામાં નીતેશભાઈ ચતુર્વેદીનું ઘર આવેલું છે. નિતેશભાઈ છેલ્લા ઘણા વર્ષોથી દુબઈમાં રહીને નોકરી કામ કરતા હતા. જ્યારે તેમની ત્રણ વર્ષની દીકરી શ્રીનિધિ અને તેમની પત્ની આ મોહલ્લામાં રહેતા હતા..

ગઈકાલે શ્રીનિધિનો જન્મદિવસ હોવાથી તેની માતાએ જન્મદિવસની ઉજવણી કરવા માટે નજીકની ધર્મશાળામાં બર્થ ડે પાર્ટીની ઉજવણી રાખી હતી. તેઓ રાત્રિના સમયે આ ધર્મશાળામાં બડે પાર્ટીની ઉજવણી કરવા માટે ગયા હતા. અને ત્યાંથી તેઓ રાત્રિના સમયે ઘરે પરત આવતા હતા..

નિતેશ ભાઈની પત્ની સ્કુટી ચલાવતી હતી. જ્યારે આગળના ભાગે તેમની ત્રણ વર્ષની દીકરી ઉભી હતી. પરંતુ વરસાદનો સમય હોવાથી અચાનક જ તેમની ગાડી સ્લીપ મારી ગઈ હતી અને રસ્તાની બાજુએથી પસાર થતી યમુના નદીમાં તેમની બાળકી ગબડી પડી હતી. વરસાદનું પાણી ખૂબ જ વધારે પ્રમાણમાં વહેતું હોવાને કારણે તેમની દીકરી પાણીના પ્રવાહમાં વહેવા લાગી હતી..

જ્યારે માતાને જાણ થઈ કે તેની લાડકી દીકરી પાણીમાં વહી રહી છે. ત્યારે તેને બચાવવા માટે તે પાછળ પાછળ દોડી પરંતુ પાણીનું વહેણ તેને તાણી ગયું હતું. અને ખૂબ વધારે પડતું અંધારું હોવાને કારણે તેને કશું સમજાયું નહીં. તેવોનો અકસ્માત જ્યાં થયો હતો ત્યાંથી યમુના નદીનો કિનારો માત્ર 10 ફૂટની દુરી પર છે..

આ દીકરી ફંગોળાઈને યમુના નદીમાં વહવા લાગી હતી અને પરિણામે તેનું મૃત્યુ થયું છે. આ ઘટનાને લઈને નિતેશના મિત્ર સચિનનું કહેવું છે કે, તેઓ ઘણા સમયથી નીતિશના મિત્ર છે. જ્યારથી નીતિશ દુબઈમાં છે. ત્યારથી જ તેની પત્ની અને તેની દીકરીની જરૂર પડે તેઓ મદદ કરવા આવી પહોંચતા હતા.

ગઈકાલે રાત્રે સ્કુટીનું સંતુલન બગડતાની સાથે જ શ્રીનિધિ યમુના નદીમાં ગબડી પડી હતી અને તેના જન્મદિવસની સાંજે તેનું મૃત્યુ થયું હતું. આ સમાચારની જાણકારી દુબઈ રહેલા પિતાને આપતા જ તેઓ ત્યાં ઢળી પડ્યા હતા અને આખરે આ કેવી રીતે બન્યું તે પૂછવા લાગ્યા હતા..

તો શ્રીનીધીની માતાની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે, તે આ ક્ષણને યાદ કરીને એક ધ્રુજી ઊઠે છે. કારણકે જે દિવસે તેની દીકરીનો જન્મદિવસ હતો. ત્યારે માત્ર થોડીક વાર પહેલા જ તે ખૂબ જ ખુશખુશાલ દેખાતી હતી. પરંતુ જન્મ દિવસના દિવસે જ તેનું મૃત્યુ થઈ જતા હાલ મોતનો માતમ છવાઈ ગયો છે.

શ્રીનીધીની માતા તેમજ અન્ય સંબંધીઓ પણ ત્યાં ધર્મશાળામાં હાજર થયા અને આ ઘટનાને લઈ સૌ કોઈ લોકો શોકમાં ડૂબી ગયા છે. તો એક બાજુ દુબઈ રહેલા શ્રીનિધિના પિતાને પણ સંભાળવા ખુબ જ મુશ્કેલ બની ગયા છે. તેઓ વારંવાર તેમની દીકરીને યાદ કરીને રડવા લાગે છે. ખરેખર આ દુખને સહન કરવું કોઈ વ્યક્તિ માટે સેહલુ નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *