હાલમાં ઘણા બધા લોકો અભણ હોવાને કારણે કાળા કામો સાથે જોડાયેલા છે. તો કેટલાક લોકો ભણેલા ગણેલા હોવા છતાં પણ જુદી જુદી તરકીબોથી લોકોને ઉલ્લુ બનાવવાના ધંધાઓ કરી બેઠા છે. આવા ઘણા લોકોને પોલીસે ફટકા મારી મારીને અંદર કરી દીધા છે. જયારે અમુક લોકો હજી પણ ખુલ્લે આમ લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે.
લોકો ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરીને આજકાલ લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. અને સામાન્ય વ્યક્તિ સાથે છેતરપીંડી તેમજ તેમના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. લોકો સાથે આજકાલ છેતરપિંડી થવાને કારણે વ્યક્તિઓને બીજા વ્યક્તિઓ પર વિશ્વાસ કરવો ખૂબ જ અઘરો બની ગયો છે.
કોરોનાના સમયમાં ડોક્ટરોએ ભગવાન બનીને દેશના લોકોની મદદ કરી હતી. તેમજ સેવા પણ કરી હતી. કરીને પોતાના જીવને જોખમમાં નાખ્યા બાદ પણ તેઓ દર્દીઓના જીવ બચાવી રહ્યા હતા. પરંતુ હાલ અમુક ડોક્ટરોની એવી કાળી કરતુંતો સામે આવી છે કે, જે સાંભળતાની સાથે જ તમે હચમચી જ હશો..
આવા અમુક લોકોને કારણે ડોક્ટરનું નામ બદનામ થઈ રહ્યું છે. અત્યારે નર્મદા જિલ્લામાં અંતરિયાળ આદિવાસી વિસ્તારમાંથી એક એવો ડોક્ટર પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે પકડી પાડ્યો છે કે જેની ન પૂછો વાત. આ ડોક્ટર પાસે ડીગ્રી ના હોવા છતાં મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો અને લોકોને ઉલટી ચતી દવા આપી દેતો હતો..
આવી દવાઓ અને કાપકૂપ કરવાના આધાર પર તેને પકડી પાડવામાં આવ્યો છે. આ બોગસ ડોક્ટર એ વિસ્તારમાં ખુબ જ નામચીન ડોક્ટર છે પરતું આ ડોકટરે સારવાર કરીને કેટલાય લોકોને મોતને ઘાટ ઉતારી દેવાના કારનામા કરી દીધા છે. કારણ કે ડીગ્રી વગરના ડોક્ટર પાસેથી લીધેલી દવા ઉંધી અસર પણ કરી શકે છે અને દર્દીને ગંભીર પરિણામોનો પણ સામનો કરવો પડે છે.
તમને ખ્યાલ જ હશે કે ઉંધી દવાને કારણે ક્યારેયક દર્દીઓના મોત પણ થઇ જતા હોઈ છે. આ ડોક્ટર મોતનો વેપલો કરતો હતો એવું પણ કહી શકાય છે કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો અધિકાર કોઈને નથી. આટલું જ નહી પરતું આ ડોક્ટર કેટલીક એવી દવાઓ પણ વેચતો હતો કે જે શરીર સુખ માણતી વખતે ઉપયોગમાં લઈ શકાય..
આ નકલી, બોગસ અને કાળી કરતૂતો કરનાર ડોક્ટર ખરાબ દવાઓ અને બાટલા પણ ચડાવતો હતો. નર્મદા પોલીસે અને આરોગ્ય વિભાગે આ સંયુક્ત ઓપરેશન કરી આ બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આ બોગસ ડોકટર મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. અને હાલ તે સાગબારા તાલુકાના દેવમોગરા નજીક રહે છે. તેનું નામ દિબાંકર વિશ્વાસ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]